Main Menu

સાવરકુંડલા ખાતે આહીર રેજિમેન્‍ટની માંગ સાથે વિશાળ બાઈક રેલી તથા આહીર સમાજની જંગી સભા યોજાઈ

સાવરકુંડલા ગાંધી ધર્મશાળા ખાતે આહીર રેજિમેન્‍ટના મુદે વિશાળ આહીર સ્‍વાભિમાન બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું. આ રેલી સાવરકુંડલા શહેરના મુખ્‍યમાર્ગો પર આહીર રેજિમેન્‍ટની માંગ સાથે ફરી હતી. જેમાં સમગ્ર જિલ્‍લામાંથી મોટી સંખ્‍યામાં યુવાનો ઉપસ્‍થિત રહયા હતા તથા આહીર સમાજની વિશાળ સભા યોજાઈ હતી. જેમાં આહીર સમાજની જંગી મેદનીને સંબોધન કરવામાં આવ્‍યું હતું. ભારતીય સેનામાં 19 જેટલી જાતિ આધારિત રેજિમેન્‍ટ છે. તેમજ દેશહિત અને રાષ્‍ટ્ર ભાવના માટે આહીર સમાજે અનેક બલિદાનો આપ્‍યા છે. જેના અનુસંધાને ભારત દેશના યાદવ સમાજ ભારતીય સેનામાં રેજિમેન્‍ટની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. સાવરકુંડલા શહેરના મુખ્‍યમાર્ગો રેલવે સ્‍ટેશન રોડ, જૂના બસસ્‍ટેન્‍ડ, રિઘ્‍ધિ સિઘ્‍ધિ મંદિર, મહુવા રોડ, મામલતદાર કચેરી ખાતે મામલતદાર તથા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું. આતકે આંદોલનકારી પ્રવીણભાઈ રામ તેમજ એકતા મંચના અરજણભાઈ આંબલીયા ઉપસ્‍થિત રહયા હતા અને સાવરકુંડલા મામલતદાર તથા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.