Main Menu

અમરેલી જિલ્‍લાનાં પ40પ લાભાર્થીઓને રૂપિયા 171.6પ લાખની સાધન સહાયનું વિતરણ

ગરીબ કલ્‍યાણ મેળાના માઘ્‍યમથી લાભાર્થીઓને હાથો હાથ સાધન – સહાયનું વિતરણ કરી, ગરીબી નિર્મૂલન માટે રાજય સરકારે દરીદ્ર નારાયણની સેવાનો યજ્ઞ આરંભ્‍યો છે, તેમ કૃષિ મંત્રી આર.સી. ફળદુએ જિલ્‍લા કક્ષાના ગરીબ કલ્‍યાણ મેળાનો દીપ પ્રગટાવી શુભારંભ કરાવતાં જણાવ્‍યુ હતુ. ખેડૂત તાલીમ કેન્‍દ્ર – અમરેલી ખાતે યોજાયેલ ગરીબ કલ્‍યાણ મેળામાં મંત્રી ફળદુએ, રાજય કે કેન્‍દ્ર સરકારની યોજના હેઠળ મળેલ સાધન – સહાયનો સદઉપયોગ કરીને, પગભર બનવા અને સમર્થ સમાજના નિર્માણમાં યોગદાન આપવા ઉપસ્‍થિત લાભાર્થીઓને આહવાન કર્યુ હતુ. ર009થી શરૂ થયેલા ગરીબ કલ્‍યાણ મેળાના માઘ્‍યમથી ગરીબી રેખાથી નીચે જીવતાં જરૂરિયાતમંદ અને વંચિત લાભાર્થીઓને સાધન – સહાય હાથો હાથ આપીને, રાજય સરકારે લાભાર્થીઓને કામ કરવાની પ્રેરણા આપી હોવાનું પણ જણાવ્‍યુ હતુ. ગરીબીના ખપ્‍પારમાં માનવ જીવન ન હોમાય તે માટે રાજય સરકાર દ્વારા અગિયારમાં તબકકાના ગરીબ કલ્‍યાણ મેળાનું આયોજન કરેલ છે. જેમાં આજે અમરેલી જિલ્‍લાનાપ40પ લાભાર્થીઓને રૂ.171.6પ લાખની સાધન-સહાયનું હાથો હાથ વિતરણ કરવામાં આવનાર છે. જે લાભાર્થીઓના જીવન ધોરણને ઊંચુ લાવવામાં ઉપયોગી પૂરવાર થશે તેમ મંત્રીએ આશા વ્‍યક્‍તત કરી હતી. મહિલા સશક્‍તિતકરણ માટે હાલના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ સખી મંડળ, મિશન મંગલમ જેવી અનેકવિધ યોજનાઓ ગુજરાતમાં અમલી બનાવી હતી. તેના લાભથી આજે મહિલાઓ પગભર બનીને સ્‍વામાનભેર જીવી રહી છે. ટીકા ટીપણથી દૂર રહીને સાધન-સહાય પુરી પાડી વંચિતો અને છેવાડાના માનવીને વિકાસ યાત્રામાં જોડવા દરીદ્ર નારાયણની સેવાના આ અભિયાનથી સમૃઘ્‍ધ ગુજરાત બનાવવા રાજય સરકાર કટિબઘ્‍ધ હોવાનું મંત્રીએ જણાવ્‍યુ હતુ. જિલ્‍લા ભાજપા પ્રમુખ હિરેનભાઈ હિરપરાએ શાબ્‍દિક પ્રવચનમાં જણાવ્‍યુ હતુ કે, રાજય સરકારે ગ્રામ્‍ય જીવનમાં સુધારો લાવવા અનેકવિધ ભૌતિક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવી છે. એવામાં ગરીબ કલ્‍યાણ મેળાના માઘ્‍યમથી ગ્રામ્‍ય લોકોની જરૂરિયાત મુજબની સાધન – સહાય હાથો હાથ વિતરણ કરવામાં આવતી હોય, શહેર તરફથી દોટ પણ ઘટી છે. છેવાડાના માનવીને વિવિધ સહાયો મળતાં વિકાસના દ્વાર ખુલ્‍યા, હોવાનું હિરપરાએ જણાવ્‍યુ હતું. જિલ્‍લા કલેકટર આયુષ ઓકે સ્‍વાગત પ્રવચન કરતાં જણાવ્‍યુ હતુ કે, ગરીબ કલ્‍યાણ મેળાની શરૂઆતથી આજ સુધીમાં અમરેલી જિલ્‍લામાં અંદાજે 9 લાખ જેટલાલાભાર્થીઓને એક યા બીજી યોજના હેઠળ સાધન-સહાય પુરી પાડવામાં આવી છે. ચાલુ વર્ષે ર3700 લાભાર્થી પૈકી પ40પ લાભાર્થીઓને આ ગરીબ કલ્‍યાણ     મેળામાં સહાય મળવાની છે. જે લાભાર્થીઓના જીવન ધોરણને ઊંચુ લાવવામાં સહાયક પૂરવાર થશે તેમ જણાવ્‍યુ હતું. આ તકે મંત્રી ફળદુને કન્‍યા કેળવણી નિધિ માટે સ્‍વાન એનર્જી-જાફરાબાદના એમ.ડી. ધાધલે અને ગુજરાત હેવી કેમીકલ-વિકટર, રાજુલાએ અનુક્રમે રૂ.1.00 લાખ અને રૂ.પ0 હજારના ચેક અર્પણ કર્યા હતા. કાર્યક્રમમાં મંત્રી આર.સી.ફળદુ અને મહાનુભાવોના હસ્‍તે રર લાભાર્થીઓને સાધન-સહાય અને ચેકનું વિતરણ મુખ્‍ય સ્‍ટેજ પરથી કરવામાં આવેલ. જયારે બાકીના લાભાર્થીઓને પ્રાંતવાઈઝ ઉભા કરાયેલ સ્‍ટેજ પરથી કરવામાં આવ્‍યુ હતુ. જેમાં ગ્રામ્‍ય વિસ્‍તારના 4188 અને શહેરી વિસ્‍તારના 1ર17 લાભાર્થીઓને અનુક્રમે રૂ.1ર9.6ર લાખ અને રૂ.4ર.03 લાખની સાધન-સહાયનું વિતરણ થયુ હતું. ગરીબ કલ્‍યાણ મેળામાં ઉપસ્‍થિત મહાનુભાવોનું કઠોળની ટોપલીઓ દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ. શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્‍કૃત્તિક કાર્યક્રમો રજુ કરવામાં આવેલ જેને મહાનુભાવોએ રોકડ પુરસ્‍કાર આપી બિરદાવ્‍યા હતા. આ તકે મિશન મંગલમના લાભાર્થી ઈન્‍દુબેન બોરસાણીયા, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પ્રવિણભાઈ હેલૈયા અનેઉજ્જવલા યોજનાના લાભાર્થી ગીતાબેન ચૌહાણે પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. કાર્યક્રમની આભાર વિધી જિલ્‍લા વિકાસ અધિકારી સી.એમ.પાડલીયાએ કરી હતી અને સંચાલન ઉદયભાઈ દેસાઈએ કર્યુ હતું. કાર્યક્રમમાં પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ, વી.વી.વઘાસીયા, પૂર્વ ધારાસભ્‍યો સર્વ હિરાભાઈ સોલંકી, કાળુભાઈ વિરાણી, મનસુખભાઈ ભુવા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, ભાજપા અગ્રણીઓ સર્વ ભરતભાઈ ગાજીપરા, કૌશિકભાઈ વેકરીયા, મયુરભાઈ હિરપરા, રવુભા ખુમાણ, જયંતિભાઈ પાનસુરીયા, જીતુભાઈ ડેર, નાયબ કલેકટર ગોહિલ, પ્રાંત અધિકારી સતાણી, ઓઝા, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક ડોબરીયા, નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી રોર, મામલતદાર પાદરીયા, તાલુકા વિકાસ અધિકારી ઠુંમર સહિત બહોળી સંખ્‍યામાં લાભાર્થી ભાઈ – બહેનો અને અધિકારી – કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.« (Previous News)