Main Menu

શેત્રુંજી નદિને ઈકો સેન્‍સીટી ઝોનમાંથી દુર કરો : ભાજપ

અમરેલી જિલ્‍લાનાં ભાજપીઓ પણ જંગલ વિભાગનાં નિયમોથી ત્રાહીમામ પોકારી ગયા

શેત્રુંજી નદિને ઈકો સેન્‍સીટી ઝોનમાંથી દુર કરો : ભાજપ

ધારી, ખાંભા સહિતનાં પંથકમાં ઈકોઝોનની અમલવારીથી વ્‍યાપક પ્રમાણમાં પરેશાની ઉભી થઈ રહી છે

જિલ્‍લા ભાજપનાં પ્રમુખ હિરેન હિરપરાની આગેવાનીમાં ભાજપીઓએ મુખ્‍યમંત્રીને કરી રજુઆત

અમરેલી, તા. 1

ઈકો સેન્‍સેટીવ ઝોન બાબતે છેલ્‍લા ઘણા સમયથી ખેડુતો, માલધારીઓ ઝોનથી પ્રભાવીત શહેશે બાબતની વિવિધ સમસ્‍યાઓ અંગે તેમજ અમરેલી જિલ્‍લાનાં ધારી, ખાંભા, જાફરાબાદ, સાવરકુંડલા, લીલીયા અને અમરેલી તાલુકાનાં વિવિધ ક્ષેત્રમાં ઈકો ઝોન બાબતની વિવિધ સમસ્‍યાઓ હલ કરવા માટે રાજયનાં મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીને જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાની નેતૃત્‍વમાં રજુઆત કરવામાં આવી હતી. કેન્‍દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા, સાંસદ નારણભાઈ કાછડીયા, ગુજકો માસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના સંકલન સાથે જિલ્‍લાના પ્રભારી મંત્રી આર.સી. ફળદુ, પૂર્વમંત્રી વી.વી. વઘાસીયા, જિલ્‍લા ભાજપના પ્રભારી ભરતભાઈ ગાજીપરા, પૂર્વ ધારાસભ્‍ય મનસુખભાઈ ભુવા, પૂર્વ જિલ્‍લા ભાજપ પ્રમુખ પ્રાગજીભાઈ હિરપરા, શરદભાઈ લાખાણી સહિત પદાધીકારીઓ ઈકો સેન્‍સેટીવ ઝોનના વિવિધ જડ કાયદા સામે રજુઆતો કરવામાં આવી છે. જેમા ર017 ની વિધાનસભાચુંટણી પહેલા રાજય સરકાર ઘ્‍વારા મંત્રી મંડળની પેટા કમીટીએ ઈકો સેન્‍સેટીવ ઝોન લાગુ કરવા ભલામણ કરેલ છે તે તાત્‍કાલીક લાગુ કરવી, વન વિભાગ ઘ્‍વારા બિન ખેતિ માટે એન.ઓ.સી. આપવામાં આવતા નથી એન.ઓ.સી. માટેની સમય મર્યાદા ફરજીયાત નકકી કરવી, સૂચિત ઈકો સેન્‍સેટીવ ઝોનમાં ચાર જિલ્‍લાના મોટા ભાગના તાલુકા આવી જાય છે તેમા સ્‍વરક્ષણ કે પાક રક્ષણ માટે હથીયાર પરવાના ધરાવતા લોકોને આવા લાયસન્‍સ વન વિભાગના સર્ટી વિના રીન્‍યુ કે મંજુર કરી આપવા, સૂચિત ઈકો સેન્‍સેટીવ ઝોન કે વન્‍ય વિસ્‍તારોમાં આવતા ખેતિવાડી વિજ ફીડરોમાં દિવસે વિજ પાવર આપવો, પ્રવાસનની દ્રષ્‍ટીએ અતિ મહત્‍વનાં ધારી-તુલસીશ્‍યામ-ઉના રોડની બન્‍ને સાઈડ ટ્રી કટીંગ અને પેવર તાત્‍કાલીક કરાવવો, ધારી તાલુકાનાં દલખાણીયાથી કોડીનાર રોડ સ્‍ટેટ હાઈવે છે તે અતિ બિસ્‍માર્ર છે તે પણ તાત્‍કાલીક પેવર કરાવવો.

વન વિભાગનો અભિગમ જનતા સાથે અંગ્રેજ શાસન જેવો રહયો છે. વન વિસ્‍તારમાં આવતા તળાવો/ચેકડમો/ડેમોમાં ખૂબ જ માટી કાંપ ભરાયેલ હોય તેને ઉકેરવા માટે સરકાર મશીનરી ફાળવે તેમજ આ માટી કાપ ખેડુતોને વિના મુલ્‍યે આપવા જરૂરી છે.

હાલ સિંહો રેવન્‍યું વિસ્‍તારમાં ગીરનાં જંગલને છોડી ને રહે છે. ત્‍યારે ખેડુતો, પશુપાલકો કે ગ્રામ્‍ય જનતાને સિંહોનો વિરોધનથી પણ ગ્રામ્‍ય જનતા ઘ્‍વારા સિંહોની સુરક્ષાનાં હિસાબે જ સિંહોની વસ્‍તીમાં વધારો થયો છે, ત્‍યારે વન વિભાગ, ખેડુતો, માલધારીઓ અને ગ્રામ્‍ય જનતા ઉપર સિંહ દર્શન, સોશ્‍યલ મીડીયામાં વિડીયો વાયરલ કે ખેતિવાડીમાં કામ કરતા કે રહેતા લોકો ઉપર ખોટી ફરીયાદ દાખલ ન કરે છે તો આવી ફરીયાદો રેવેન્‍યુ વિસ્‍તારમાં ન કરવા માંગ કરી.

ખાંભા તાલુકો ઔદ્યોગીક રીતે ભાંગી ગયો છે. આ તાલુકાની જનતા રોજગારી માટે સતત સ્‍થળાંતર કરી રહી છે. ત્‍યારે સિંહ દર્શન માટે મીતીયાળા અભ્‍યારણ્‍ય ચાલુ કરવામાં આવે તો પ્રવાસીઓ થકી રોજગારીની તકો મળી શકે તેમ છે આ મુદો ખૂબ અગત્‍યનો છે.

અમરેલી જિલ્‍લામાંથી પસાર થતી શેત્રુંજી નદીથી ગીરનું જંગલ 40-4પ કી.મી. દુર છે. આ નદીને તાત્‍કાલીક ઈકો સેન્‍સેટીવ ઝોનમાંથી દુર કરવા વિનંતી છે. તેમજ આ નદીમાં રેતીના બ્‍લોક બનાવી ઓન લાઈન ટેન્‍ડર પઘ્‍ધતિથી જાહેર હરરાજી કરવા વિનંતી છે.

અમરેલી જિલ્‍લામાં સામાજીક વનીકરણ માટે વન વિભાગને આપેલ ગ્રામ પંચાયતની જમીનો માં વન વિભાગની મહેનત સિવાય કુદરતી વૃક્ષોજ ઉગી નિકળ્‍યા છે. આથી આવી જમીનો શરતભંગ ગણી ફરી જે તે ગ્રામ પંચાયતોને વનીકરણ માટે સોપવા વિનંતી છે.

અમરેલી જિલ્‍લાનાં ધારી તાલુકાનાં ખોડીયાર ડેમ પાસે પૌરાણીક ખોડીયાર મંદીર આવેલછે ત્‍યાં જવા માટે વન વિભાગ રસ્‍તો પણ રીપેર કરવા દેતુ નથી. પ્રવાસન વિભાગ ઘ્‍વારા રસ્‍તો મંજુર કરાવીને તાત્‍કાલીક રસ્‍તો બનાવવા માંગણી છે.

આમ ઉપરોકત પ્રશ્‍નો બાબતે રાજયનાં મુખ્‍યમંત્રીએ સત્‍વરે તમામ પ્રશ્‍નોનો ઉકેલ લાવવા ખાત્રી આપી છે. આમ વન વિભાગનાં હીસાબે પેન્‍ડીંગ રેલ્‍વે, પીવાના પાણી, વિજળી, રસ્‍તા બાંધકામ સહિતના પ્રશ્‍નો આગામી દિવસોમાં હલ કરવામાં આવશે. તેમ જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ જણાવ્‍યુ છે.