Main Menu

આનંદો : સા.કુંડલાનાં વંડા ગામે રૂપિયા એક કરોડનાં ખર્ચે પોલીસ સ્‍ટેશનનું મકાન બનાવાશે

આનંદો : સા.કુંડલાનાં વંડા ગામે રૂપિયા એક કરોડનાં ખર્ચે પોલીસ સ્‍ટેશનનું મકાન બનાવાશે

રાજય સરકારે રૂપિયા એક કરોડ જેવી રકમ મંજૂર કરી

વંડા, તા. 1

સાવરકુંડલા તાલુકાની 1998માં જિલ્‍લા અને તાલુકાની પુનઃ રચનામાં તાલુકાનું જેસર ગામ મહુવા તાલુકામાં જોડવામાં આવ્‍યું. આ વખતેતાલુકાનું રૂરલ પોલીસ સ્‍ટેશન વંડા વિસ્‍તારના પચ્‍ચીસ ગામોનું પોલીસ સ્‍ટેશન જેસર હતું. જેસર ગામ મહુવા તાલુકામાં જોડાવાથી પોલીસ સ્‍ટેશન પણ સાથે ગયું.

સાવરકુંડલા તાલુકાનાં 8ર ગામ વચ્‍ચે એક જ રૂરલ પોલીસ સ્‍ટેશન હતું અને જેનું વડુ મથક સાવરકુંડલા હતું. જેનાં કારણે સાવરકુંડલાનાં વંડા વિસ્‍તારનાં ગામો સાવરકુંડલાથી ચાલીસ કી.મી. દૂર અંતરીયાળ ગામો હતા. જેના કારણે આ વિસ્‍તારમાં બનતા અનેક ક્રિમીનલ ગુન્‍હાઓ માટે સાવરકુંડલા જવુ પડતું. જેના કારણે આ વિસ્‍તારના ભારતીય જનતા પાર્ટીના સિનીયર કાર્યકર્તા મનજીભાઈ              તળાવીયાએ તે સમયના ગૃહમંત્રી અમીતભાઈ શાહને વાજબી રજૂઆત કરતા. તેમજ તે વખતનાં ધારાસભ્‍યને રજૂઆત કરી અમીતભાઈ શાહને રૂબરૂ મળી આ વિસ્‍તારની સમગ્ર માહીતી પુરી પાડવામાં આવી. જેને લક્ષમાં લઈ વંડા ગામે ર010માં નવું પોલીસસ્‍ટેશન ઉભુ કરવું અને તે વિસ્‍તારનાં તમામ ગામો આ પોલીસ સ્‍ટેશન નીચે મુકવાનું સરકારે નક્કી કર્યુ.

આ પોલીસ સ્‍ટેશન મંજુર થવાથી વંડા વિસ્‍તારના આજુ-બાજુના ગામના લોકોને ઘણી જ રાહત થઈ. વંડા ગામમાં કોઈ સરકારી મકાન ન હતું. જેને કારણે એક ભાડુઆત મકાનમાં આ પોલીસ સ્‍ટેશનની શરૂઆત થઈ. તે સમયનાં એસ.પી.એ અંગત રસ લઈ વંડા ગામમાં કોઈ સરકારી જમીન ન હતીતેથીપોલીસ સ્‍ટેશનનું નવુ મકાન બાંધવા માટે ઘણીજ મુશ્‍કેલી પડી.

ગામનાં તમામ આગેવાનો તે સમયે વંડા સઘનક્ષેત્ર યોજનાના મંત્રી પ્‍યારભાઈ હાલાણીને મળ્‍યા અને વંડા-પીયાવા વચ્‍ચે સઘનક્ષેત્ર યોજનાની જે જમીન પડી હતી તેમાંથી ર4 ગુંઠા જમીન આપવા માટે ગામનાં આગેવાનોએ માંગણી કરી. તે સમયના પી.એસ.આઈ. ભરવાડે ગામનાં લોકો પાસે જમીન મળે તે માટે પણ પ્રત્‍યનો કર્યા હતા. આ સમયે પીયાવાના ખેડુત લવજીભાઈ ચાંચડે સામેથી પોતાની જમીનમાંથી 16 ગુઠા જમીનનું દાન (આશરે જમીનની કિંમત દસ લાખ) કર્યુ. જેથી પોલીસ સ્‍ટેશન પાસે 40 ગુંઠા જમીન ઉપલબ્‍ધ બની.

આ વર્ષે અગાઉ સરકારમાં પોલીસ સ્‍ટેશન બાંધવા માટે ગામલોકો તથા પોલીસ સ્‍ટેશનમાં આવનારા મુખ્‍ય અધિકારીએ વારંવાર રજુઆત કરતા સરકારે આ ર્વાે નવુ પોલીસ સ્‍ટેશન અદ્યતન ટાઈપનું પોલીસ સ્‍ટેશન ઉભુ કરવા રૂપીયા એક કરોડની ગ્રાન્‍ટ મંજુર કરી અને આવતા બજેટમાં કર્મચારીઓને રહેવા માટે આશરે બે કરોડના ખર્ચે નવા આવાસોનું બાંધકામ થશે.

આ પોલીસ સ્‍ટેશનની શીલારોપણ વિધી વંડા વિસ્‍તારમાં દુષ્‍કાળ હોવાના કારણે સાવ સાદાઈ રીતે વંડાના પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. સી.એમ. કણસાગરાના હસ્‍તે કરવામાં આવી. આ સમયે જમીનના મુખ્‍યદાતા લવજીભાઈ ચાંચડ, પોલીસ સ્‍ટેશન મંજુર કરાવનારમનજીભાઈ તળાવીયા, વંડા ગામના ઉપસરપંચ મગનભાઈ ગજેરાતથા કિર્તીબેન ભટ્ટ, ઉમાબેન સાંડસુર, નીતાબેન ભટ્ટ તેમજ વંડા પોલીસ સ્‍ટેશનનાં કર્મચારી ભાઈ-બહેનો માયાબેન પરમાર તથા ચેતનાબેન, મીતેષભાઈ વાળા, અજયભાઈ મકવાણા, પ્રવીણભાઈ મકવાણા, રહીમભાઈ ચૌહાણ હાજર રહૃાા હતા.

આ સમયે હિતેષભાઈ કલકાણી, પોલીસ સ્‍ટેશનનાં કોન્‍ટ્રાકટર હાજર રહૃાા હતા. અને નમુનેદાર વંડાનું પોલીસ સ્‍ટેશન બનાવવાની ઉમેદ વ્‍યકત કરી હતી.