Main Menu

અમરપુર (વરૂડી) પ્રાથમિક શાળાનો ગાંધીનગરનો પ્રવાસ યોજાયો

અમરપુર (વરૂડી) પ્રાથમિક શાળાનો ગાંધીનગરનો પ્રવાસ યોજાયો

અમરપુર (વરૂડી) પ્રાથમિક શાળામાં ધોરણ-4 થી 8નાં વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરેલ. જેમાં ગાંધીનગર, ઈન્‍ટ્રોડા પાર્ક, વિધાનસભા, અક્ષરધામ મંદિર તેમજ અમદાવાદ સાયન્‍સ સીટી, પ્રાણી સંગ્રહાલય, કાંકરીયા, વૈષ્‍ણવદેવી જેવા સ્‍થળોએ ત્રણ દિવસ અને બે રાત્રીનો અવિસ્‍મરણીય પ્રવાસ યોજાયેલ. ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણીને આઠ દિવસ અગાઉ ફોન દ્વારા આચાર્યએ જણાવેલ કે અમારા બાળકોની એક દિવસની સુવા માટેની વ્‍યવસ્‍થા કરી આપશો પરંતુ પરેશભાઈમિટીંગમાં વ્‍યસ્‍ત હોવા છતાં આચાર્ય જાનીદાદાનો ફોન ઉપાડી મારા પી.એ. હરેશભાઈનો નંબર તમો લખી લો. તેઓ તમને બધી જ વ્‍યવસ્‍થા કરી આપશે પરંતુ અકાળે તેમના પિતાજીનું તા.ર6/1રના રોજ અવસાન થયેલ. અને તેઓ અમરેલી આવેલ. ત્‍યારે અમો તા.ર6/1રના દિવસે પ્રવાસે નીકળેલ. એમના પી.એ. જણાવેલ કે પરેશભાઈના બંગલે સીધા આવજો અને અમો સીધા ત્‍યાં ગયેલ અને તેમના પી.એ. હરેશભાઈએ ચા-પાણી, નાસ્‍તો, ભોજન કરાવ્‍યું. વિધાનસભા બતાવી. તમામ બાળકોને રાત્રે સુવાની પણ વ્‍યવસ્‍થા કરાવી આપેલ. તેથી આવડા મોટા નેતાને આવા ભૂલકાઓનું આવા સમયે તમામ વ્‍યવસ્‍થા કરી આપેલ છે. પ્રશંસનીય બાબત છે. આચાર્ય તેમજ તમામ સ્‍ટાફગણ તેમનો ઋણી છે. ચેરમેન જિલ્‍લા શિક્ષણ સમિતિની અમોને મંજૂરી માટે મોટો સિંહફાળો મળેલ કેમકે તા.ર6/1રના રોજ નાયબ શિક્ષણ અધિકારી લાઠી મુકામે હોય ચેરમેને તાત્‍કાલિક બોલાવી નિયમોનુસાર મંજૂરીની મહોર મરાવેલ. અમારૂ ગરીબ અને મજૂર વર્ગનું ગામ હોય ફકત 900ની ટીકીટમાં મોટા પ્રવાસનું આયોજન કરેલ. તેમાં અમારા ગામમાં ગરીબ અને નબળા બાળકોને ફીના 900 ન આપતા બાકીની ઘટતી ફીની રકમ આચાર્ય જાનીદાદા તરફથી અમરેલીના કાનાભાઈએ વન    રાંકીવાળા અને અન્‍ય દાતાઓ તથા એક દિવસનું ભોજન શિક્ષક ભાઈ બહેન તરફથીતેમજ ગામના સરપંચ શાંતિભાઈ રાણવા અને લીલાબેન ગોહિલ તરફથી એક ટાઈમનું ભોજન મળી તેમજ અમરેલીના દાતા શીતલ આઈસ્‍ક્રીમ તરફથી બાળકોને નાસ્‍તો મળેલ. મઘ્‍યાહન ભોજનના ઓર્ગેનાઈઝેશન કિશોરભાઈ રાણવા તરફથી તમામને બિસ્‍કીટના પેકેટ આપેલ. આ પ્રવાસનું આયોજન આચાર્ય અરવિંદભાઈ, જાનીદાદાના માર્ગદર્શન નીચે તેમજ શાળાના શિક્ષકો રીટાબેન મંગેરા, જયોત્‍સનાબેન ગજેરા, હીનાબેન પટેલ અને નરેશભાઈ ટીંબડીયાએ જહેમત ઉઠાવી આ પ્રવાસ વિના વિઘ્‍ને પૂરો કરેલ છે.« (Previous News)