Main Menu

ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરાયા

ચલાલા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા રતિદાદાના માર્ગદર્શન હેઠળ હાલ વૃઘ્‍ધાશ્રમ, અનાથ આશ્રમ, ગૌશાળા, હોસ્‍પિટલ, શૈક્ષણીક સંકુલ, ગરીબોને રાશન કીટ જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ જીવંત રૂપે ચાલી રહી છે. આ સાથે દ્વારા શિળાયાળાની ઠંડીમાં ઠુઠવાતા લોકોને વિનામૂલ્‍યે ધાબળા (બ્‍લેન્‍કેટ)નું વિતરણ કરવામાં આવ્‍યુ હતું. ઝુપડપટ્ટીમાં રહેતા અને ખુલ્‍લા પટમાં આશ્રય લેતા અને આસ-પાસના વિસ્‍તારમાં એકલા રહેતા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને ઠંડીમાં ઘણી રાહત મળી હતી. બધા ગરીબોએ અંતરના આર્શીવાદ આપ્‍યા હતા આ કાર્યક્રમમાં આર્થીક સહયોગ ઉર્મિલાબેન રૂપારેલિયા યુ.કે. તરફથી પ્રાપ્‍ત થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા મહેશભાઈ, મેહુલભાઈ, મંજુબા તથા શીતલબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી.« (Previous News)