Main Menu

દામનગરનાં શાખપુર ગામે દિવ્‍ય શાકોત્‍સવ ઉજવાયો

દામનગર તાબાનાં શાખપુરગામે તા.ર7/1ર/18 ના રોજ દિવસ શાકોત્‍સવ ઉજવાઈ ગયો. જયશ્રીસ્‍વામિનારાયણ સાથ જણાવતા આનંદ અનુભવીએ છીએ કે અનંત કોટી બ્રહ્માંડનાં અધિપતિ ભગવાન શ્રી સ્‍વામિનારાયણ જીવાત્‍માઓનાં કલ્‍યાણ માટે આ ધરાપર પ્રગટયા. સમગ્ર સમાજ સુખીઓ થાય એવા હેતુથી સર્વપરી ભગવાન શ્રી સ્‍વામિનારાયણે અનેક દિવ્‍ય ઉત્‍સવોની પરંપરા કરી જેમાં શ્રીહરિએ શાકોત્‍સવનો ઉત્‍સવ કરી સરળતાથી સત્‍સંગનું સ્‍વરૂપ શ્રી ગોપીનાથજી મહારાજની સ્‍થાપના કરી તે શ્રી હરિ સ્‍વરૂપ શ્રી ગોપીનાથજી મહારાજનાં ગઢપુર પ્રદેશનાં દરેક ગામનાં ભકતોનાં સુખાર્થે પૂ.પૂ.ઘ.ઘુ.1008 આચાર્ય રાજેન્‍દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી તથા પ.પૂ.108 ભાવિ આચાર્યશ્રી નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પ.પૂ. નાના લાલજી શ્રી પુષ્‍પેન્‍દ્રપ્રસાદજી મહારાજની ઉપસ્‍થિતિમાં ગઢપુર મંદિર ટ્રસ્‍ટી મંડળ અને સત્‍સંગ સમાજ ર્ેારા શ્રી હરિ પ્રસન્‍નતાર્થે ગઢપુરદેરાના મુખ્‍ય ગામોમાં સવંત ર07પના માગર સુદ-9 તા.17-1ર-ર018થી શરૂ કરી અંતિમ મહા શાકોત્‍સવ ગઢડામાં માગશર વદ-1ર તા.0ર-01ના રોજ રાખવામાં આવ્‍યા છે. આ શાકોત્‍સવમાં દિવ્‍યપ્રસાદ તથા ધર્મકુળનાં આશિર્વાદ તથા ધામોધામથી પધારતા સંતોનાં શુભ આશિર્વાદ પ્રાપ્‍ત કરવા સર્વે મિત્ર મંડળ સહ કુટુંબ પરિવાર સહિત પધારવા ભાવભર્યુ હાર્દિક નિમંત્રણ છે. આ દિવ્‍ય શાકોત્‍સવ તા.ર7/1ર/ર018ના રોજ શાખપુરમુકામે ઉજવવામાં આવ્‍યો હતો. તેમા શાખપુર ગામનાં તમામ ભાવિકોએ સારો એવો પ્રસંગ ઉજવેલ. તેમાં શાખપુર ગામનાં વસંતબેન સિતાપરાને ત્‍યાં ઉતારો આપવામાં આવેલ હતો. સાથે સાથે ખોડીયાર મદિર ધર્મશાળામાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ હતું.