Main Menu

જાફરાબાદમાં શ્રમજીવી ખારવા પરિવારને જ્ઞાતિ બહાર કરાયા

દેશને આઝાદીનાં 71 વર્ષ બાદ પણ જુની પ્રથા હજુ શરૂ

જાફરાબાદમાં શ્રમજીવી ખારવા પરિવારને જ્ઞાતિ બહાર કરાયા

ખારવા સમાજનાં પ્રમુખ સાથે તકરાર થતાં પોલીસ ફરિયાદ કરવાની સજા મળી

ન્‍યાય નહી મળે તો શ્રમજીવી પરિવારે સામુહીક આત્‍મવિલોપન કરવાની ચીમકી આપતાં ચકચાર

અમરેલી, તા. ર9

ભારત દેશ આઝાદ થયાને 71 વર્ષ પસાર થયા છે હજુ પણ દેશમાં અનેક સ્‍થળોએ જુના જમાનાનાં નિયમોની અમલવારી થઈ રહી હોય ભારતનાં બંધારણનું ખુલ્‍લેઆમ ઉલ્‍લંઘન કરવામાં આવી રહૃાું હોય તેવી ઘટના છાશવારે પ્રકાશમાં આવી રહી છે.

દરમિયાનમાં જાફરાબાદનાં શ્રમજીવી ખારવા પરિવારને સામાન્‍ય બાબતની તકરાર કરવી ભારે પડી છે. 10 સદસ્‍યોનાં પરિવારને ખારવા સમાજનાં પ્રમુખે જ્ઞાતિ બહાર કરી દેતાં શ્રમજીવી પરિવારની ઊંઘ ઉડી ગઈ છે અને રૂપિયા 1.પ0 લાખની મચ્‍છી બગડી રહી છે. તેના તમામ વ્‍યવહારો બંધ થઈ જતાં સમગ્ર પરિવારે અમરેલીનાં કલેકટરને લેખિત રજુઆત કરી ન્‍યાય આપવા અને નહી તો સામુહીક આત્‍મહત્‍યા કરવાની ચીમકી આપતાં ભારે ચકચાર મચી છે.

અન્‍યાયનો ભોગ બનેલ ખારવા પરિવારે ભભઅમરેલી એકસપ્રેસભભ કાર્યાલય પર આવીને ભીની આંખે તેની વ્‍યથા અને પિડાનું વર્ણન કર્યુ હતું. હવે કલેકટર સહિતનાં ઉચ્‍ચ અધિકારીઓ નિરાધાર બનેલ પરિવારને ન્‍યાય અપાવે છે કેકેમ તે જોવું રહૃાું.