Main Menu

આનંદો : અમરેલી ખાતે આકાશવાણીનાં 100 વોટ એફએમ રેડીયો ટ્રાન્‍સમીટરનો શિલાન્‍યાસ કરાયો

કેન્‍દ્રીય કૃષિ રાજયમંત્રી રૂપાલા અને સાંસદ કાછડીયા દ્વારા

આનંદો : અમરેલી ખાતે આકાશવાણીનાં 100 વોટ એફએમ રેડીયો ટ્રાન્‍સમીટરનો શિલાન્‍યાસ કરાયો

પૂર્વ ધારાસભ્‍યો દિલીપ સંઘાણી, બાવકુભાઈ ઉંઘાડ, વિગેરે ઉપસ્‍થિત રહૃાા

અમરેલી, તા. ર9

કૃષિ, ખેડૂત કલ્‍યાણ અને પંચાયત રાજના કેન્‍દ્રીય રાજય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાના હસ્‍તે અમરેલી સ્‍થિીત દૂરદર્શન રિલે કેન્‍દ્ર ખાતે આજ રોજ આકાશવાણી 100 વોટ એફ.એમ. ટ્રાન્‍સમીટરનો શિલાન્‍યાસ કરવામાં આવ્‍યો હતો.

મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્‍યુ હતુ કે, આઝાદી બાદ રાજકોટને આકાશવાણી કેન્‍દ્ર ફાળવવામાં આનાકાની થતી હતી. ત્‍યારે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની ઉપસ્‍થિતિમાં યોજાયેલ પૂ. કાગબાપૂ અને મેઘાણંદભાઈના માત્ર 10 મિનિટના એક કાર્યક્રમથી રાજકોટને આકાશવાણી કેન્‍દ્ર મળ્‍યુ હતું. આકાશવાણી પરથી પ્રસારિત થતાં લોક સાહિત્‍ય અને લોકગીતો સહિતના કાર્યક્રમો થકી સાંસ્‍કૃત્તિક વારસાનું જતન થઈ રહ્યુ છે. આકાશવાણીનો જન્‍મ તેમજ ભૂતકાળમાં પ્રસારીત થતાં બીનાકા, ગામનો ચોરો, જીંથરા ભાભાની વાર્તા જેવા અનેકવિધ કાર્યક્રમોનો મંત્રી રૂપાલાએ સવિસ્‍તાન ઉલ્‍લેખ કર્યો હતો.

રૂપાલાએ ઉમેર્યુ હતુ કે, દેશભરમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વ્‍યાપ ઝડપથી પ્રસરી રહ્યો છે. એક સમયે રેડીયોનો યુગઆથમી ગયો હોય તેવું લાગતુ હતું. પરંતુ આજની યુવા પેઢીને એફ.એમ. રેડીયોનું વળગણ લાગ્‍યુ છે. મેટ્રો સીટીના લોકોને એફ.એમ. રેડીયોનો લાભ મળે છે, પરંતુ અમરેલી જેવા સેન્‍ટરને તેનો લાભ મળતો ન હોય ઘણાં લાંબા સમયથી એફ.એમ. રેડીયો સ્‍ટેશન શરૂ થાય તેવી માંગ હતી. પરંતુ અમરેલીને એફ.એમ. રેડિયો સ્‍ટેશન મળે તે માટે વર્તમાન સાંસદ નારણભાઈ કાછડીયાએ ભારે જહેમત ઉઠાવતાં કેન્‍દ્ર સરકારે તે પુરી કરી છે. આગામી સમયમાં એફ.એમ. રેડિયો સ્‍ટેશન અમરેલી જિલ્લાની સાંસ્‍કૃત્તિક ધરોહરને ઉજાગર કરવાનું કામ કરશે તેવી નેમ પણ રૂપાલાએ વ્‍યક્‍તત કરી હતી.

સાંસદ નારણભાઈ કાછડીયાએ અમરેલી જિલ્લાના લોકોની વરસો જુની એફ.એમ. રેડીયો સ્‍ટેશનની માંગણી સંતોષાતા કેન્‍દ્ર સરકારનો આભાર વ્‍યક્‍તત કર્યો હતો. આગામી સમયમાં લોકોને મોબાઈલ, મોટરકારમાં પણ આ એફ.એમ. રેડિયોના કાર્યક્રમોનો ભરપૂર લાભ મળવાનો હોય હર્ષની લાગણી અનુભવી હતી.

પૂર્વ મંત્રી અને નાસ્‍કોફના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ પણ પ્રાસંગિક પ્રવચન કરી એફ.એમ. રેડીયોથી અમરેલીની જનતાને હરપળ સમાચારો સહિત સાંસ્‍કૃત્તિક વારસાને સાંભળવાનો મોકો મળશે. આ ઉપરાંત બેરોજગારો માટે ઉપયોગી થાય તેવા કાર્યક્રમો રજુ થાય તેવી આશા વ્‍યકત કરી હતી.

કાર્યક્રમમાં પૂર્વ મંત્રી બાવકુભાઈઉંઘાડ, પૂર્વ ધારાસભ્‍ય ખોખરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, જિલ્લા આરોગ્‍યિ સમિતિના પૂર્વ ચેરમેન કમલેશ કાનાણી, કૌશિકભાઈ વેકરીયા, પ્રસાર ભારતી મુંબઈ આકાશવાણીના મહા નિર્દેશક નીરજ અગ્રવાલ, એસ.કે. અરોરા, ઉપ મહાનિર્દેશક અર્જૂન વિભૂતે, અમદાવાદ આકાશવાણીના ઉપ મહાનિર્દેશક સંજયકુમાર સિંહા, રાજકોટ આકાશવાણીના ઉપ મહાનિર્દેશક રમેશચંદ્ર અહિરવાર, વસંત જોષી, પુના આકાશવાણીના એન.એન. તલાટી, ભાવનગરના સી.આર. મહેતા અને અમરેલીના ચંદ્રેશ બાબરીયા સહિત શહેરીજનો અને સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા હતા.