Main Menu

અમરેલીના ઈશ્‍વરીયા ગામે સર્વ રોગ નિદાન કેમ્‍પને ખુલ્‍લો મુકતા કેન્‍દ્રીય કૃષિ રાજયમંત્રી

પોતાના માદરે વતન એવા અમરેલી તાલુકાના ઈશ્‍વરીયા ગામે કેન્‍દ્રીય કૃષિ રાજયમંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ સર્વ રોગ નિદાન કેમ્‍પને ખુલ્‍લો મુકયો હતો. કાર્યક્રમમાં મંત્રી રૂપાલાએ ભારત સરકારની ‘આયુષ્‍યમાન ભારત’ યોજના વિશે વિસ્‍તૃત જાણકારી આપતાં કહ્યુ હતુ કે, ગરીબ અને સામાન્‍ય પરીવારને કોઈ ગંભીર કે આકસ્‍મિક બિમારી આવી પડે તો કેન્‍દ્ર સરકારની આ યોજના હેઠળ રૂપિયા પાંચ લાખ સુધીના સારવારનો ખર્ચ નિઃશૂલ્‍ક મળે છે. આથી જરૂરિયાતમંદ લાભાર્થીને આયુષ્‍યમાન ભારત યોજનાનો લાભ મળી રહે તે માટે સહભાગી થવા અનુરોધ કર્યો હતો. રાજય સરકારની વિવિધ આરોગ્‍યલક્ષી યોજના અંગે સવિસ્‍તાર માહિતી આપતાં જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. જયેશપટેલે રાજય સરકારની ઉપલબ્‍ધ સેવાનો લાભ લેવા જણાવ્‍યુ હતું. સર્વ રોગ નિદાન કેમ્‍પમાં સર્જન તરીકે ડો. હરેશ વાળા અને ડો. ભાવેશ રામાનુજ, સ્ત્રી રોગ નિષ્‍ણાંત ડો.શોભના મહેતા અને ડો. કાનાણી, ઓર્થોપડિક સર્જન ડો.પંડયા, દાંત માટે ડો. તરસરીયા, ચામડીના દર્દી માટે ડો. એ.એચ.વાઢેર, બાળ રોગ નિષ્‍ણાંત ડો. જયદીપ પટેલ અને કલ્‍પેશ અમેથીયા, માનસીક રોગ માટે ડો.અંકિત મોંગા, ટી.બી. માટે ડો. ડબાવાલા, એમ.ડી. ડો. પરવાડીયા, મેડિકલ ઓફિસર ડો. ગૌસ્‍વામી, ડો. સતાણી, ડો. દેશાણીએ સેવા આપી હતી. જિલ્‍લા એન.સી.ડી.સેલ – જનરલ હોસ્‍પિટલ, અમરેલી તેમજ આરોગ્‍ય પરીવાર કલ્‍યાણ વિભાગ અમરેલી તથા રાજેશભાઈ         દેથળીયા દ્વારા નિદાન કેમ્‍પનું આયોજન કરેલ હતુ. જેમાં ઈશ્વરીયા, વરસડા, નાના માચીયાળા અને કેરીયાનાગસ ગામના આશરે 600 ઉપરાંતના ગ્રામજનોએ લાભ લીધો હતો. આ ઉપરાંત કેમ્‍પમાં આયુષ્‍યમાન ભારત યોજનાના કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્‍યુ હતું. કાર્યક્રમમાં સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ મંત્રી અને નાસ્‍કોફના ચેરમેન દીલિપભાઈ સંઘાણી, જિલ્‍લા ભાજપા પ્રમુખ હિરેનભાઈ, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, જિલ્‍લા આરોગ્‍ય સમિતિના પૂર્વ ચેરમેન કમલેશ કાનાણી, કૌશિકભાઈ વેકરીયા સહિત ગ્રામજનો અને મેડિકલ સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યાહતા. સ્‍વાગત પ્રવચન મોનીકા  દેથળીયાએ કર્યુ હતું.