Main Menu

અમરેલીનાં જિલ્‍લા બેન્‍કનાં કર્મચારીઓ રમત ગમત ક્ષેત્રે પણ અવ્‍વલ સ્‍થાને  

              અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક દ્વારા અગાઉ કેટલીક નવી યોજનાઓનો અમલ શરૂ કર્યા બાદ તેવી યોજના બાદમાં ભારતભરમાં શરૂ કરવામાં આવી છે. તેવી અગ્રગણ્‍ય બેન્‍કના કર્મચારી-અધિકારી દ્વારા હવે રમત ગમત ક્ષેત્રે પણ આ બેન્‍કનું તથા અમરેલી જિલ્‍લાનું નામ રોશન કરલ છે. તાજેતરમાં ગુજરાત અર્બન કો.ઓપ. બેન્‍ક ફેડરેશન દ્વારા આયોજિત રમતોત્‍સવ-18માં અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍કના કર્મચારી-અધિકારીઓએ રાજય લેવલની હરિફાઈમાં ભાગ લઈ ટેબલ ટેનીસ તથા કબડ્ડી સ્‍પર્ધામાં પ્રથમ નંબરે આવતા આજે બેન્‍કના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, એમ.ડી. ચંદુભાઈ સંઘાણી, ડિરેકટર્સ ભાવનાબેન ગોંડલીયા, જનરલ મેનેજર કોઠીયા, અમરેલી જિલ્‍લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જયંતિભાઈ પાનસુરીયા, ડિરેકટર્સ ચતુરભાઈ વાળા સહિતના સહકારી અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં બેન્‍ક કર્મચારી- રમતવીરોને બેન્‍ક તરફથી રોકડ સહાય આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. અને અમરલી જિલ્‍લા સહકારી બેન્‍ક તથા જિલ્‍લાનું ગારવ વધારવા બદલ તમામ ખેલાડી- કર્મચારીઓને અભિનંદન પણ પાઠવવામાં આવ્‍યા હતા. આ સમયે ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ બેન્‍કના કર્મચારી-અધિકારીઓ રમત-ગમત ક્ષેત્રે તથા અન્‍ય સેવાકીય પ્રવૃતિઓમાં પણ ભાગ લે અને સાથોસાથ બેન્‍કની કામગીરીમાં પણ યોગ્‍ય રીતે વધુ મહેનત કરે તેવી શુભેચ્‍છા આપી હતી. વિજેતા ખેલાડીઓએ બેન્‍ક તરફથી           મળેલ રોકડ સહાય તમામ ખેલાડીઓએ તે રકમ દિલીપ સંઘાણી કેળવણી નિધિમાં અર્પણ કરી સેવાકીય પ્રવૃતિનો શુભારંભ કર્યો હતો.