Main Menu

સાવરકુંડલા મહિલા કોલેજ દ્વારા મોટા ઝીંઝુડા ખાતે એનએસએસ વાર્ષિક શિબિરનું આયોજન કરાયું

શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતિ વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલા તથા સૌરાષ્‍ટ્ર યુ્રનિવર્સિટી એન.એસ.એસ. વિભાગ રાજકોટ અને ગ્રામ પંચાયત તથા પ્રાથમિક શાળા મોટા ઝીંઝુડાનાં સંયુકત ઉપક્રમે સ્‍વચ્‍છ ગામ ભારત વિષય અંગે એનએસએસ વાર્ષિક શિબિરનું તા. ર7/1ર/18થી 1/1/19 સુધીનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેના ઉદઘાટન પ્રસંગે જે.એમ. તળાવીયા (ડિસ્‍ટ્રીકટ કો-ઓર્ડિનેટર, એનએસએસ અમરેલી) તેમજ પ્રાથમિક શાળાના પ્રિન્‍સીપાલ અમુલભાઈ રતનપરિયા, ગ્રામ પંચાયતના સભ્‍યો લીલાબેન નારાયણભાઈ ગુર્જરવાડિયા, જયાબેન મગનભાઈ નાગપરા, ગીતાબેન ગોવિંદભાઈ રાદડીયા, તેજલબેન પરેશભાઈ ગેડિયા, ગોવિંદભાઈ ધીરૂભાઈ રાદડીયા, દેવચંદભાઈ સવજીભાઈ ખુધાત, શાંતાબેન છનાભાઈ દુધાત, કેશુભાઈરણછોડભાઈ સુહાગીયા, જગદીશભાઈ કે. નિમાવત, નારણભાઈ ગુર્જરવાડિયા, છનાભાઈ સોમાભાઈ હેલૈયા, પરેશભાઈ ગેડિયા, શ્રી વિદ્યાગુરૂ ફાઉન્‍ડેશન સંચાલિતશ્રી લલ્‍લુભાઈ શેઠ આરોગ્‍ય મંદિરના ટ્રસ્‍ટી ભરતભાઈ જોશી, ગીતાબેન ભરતભાઈ જોશી, કોલેજના ઈન્‍ચાર્જ પ્રિન્‍સીપાલ ડી.એલ. ચાવડા, મહિલા કોલેજના પ્રો. કુરેશી, માય ગુજરાત ન્‍યુઝ ચેનલના ઓનર અને લીલીયા ટાઈમ્‍સના બ્‍યુરોચીફ યોગેશ ઉનડકટ અને મહિલા કોલેજના તમામ સ્‍ટાફ સહિતની ઉપસ્‍થિત રહી હતી. સર્વ મહાનુભાવો ઘ્‍વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી અને પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ અને મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ ઘ્‍વારા સ્‍વાગત ગીત રજુ કરવામાં આવેલ. આ ઉપરાંત શ્રી લલ્‍લુભાઈ શેઠ આરોગ્‍ય મંદિરના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્‍પ યોજાયો હતો. જેમાં મેડિકલ ઓફિસર દીપકભાઈ કાવઠીયા, ડો. કિરણ મોઢ, ડો. શ્રીરામ સોની, ડો. અરૂણ મિસ્‍ત્રી, ડો. હેમલબેન ધરાદેવ, ડો. રેણુકાબેન સોની, કુશાંગ ગોહેલ ફાર્માસિસ્‍ટ, મયુર વાળા ફાર્માસિસ્‍ટ અને મિતુલ નાયી રિસેપ્‍શનીશ સહિતે આ કેમ્‍પમાં સેવા આપી હતી. આ કેમ્‍પમાં મોટી સંખ્‍યામાં દર્દીઓએ લાભ લીધો હતો. સર્વરોગ નિદાન કેમ્‍પમાં દવા પણ સ્‍થળ પર જ વિનામૂલ્‍યે આપવામાં આવી હતી. ઉપસ્‍થિતો અને સર્વરોગ નિદાન કેમ્‍પમાં સેવા આપનાર શ્રી લલ્‍લુભાઈ શેઠઆરોગ્‍ય મંદિરના તમામ ડોકટરોનું પુષ્‍પગુચ્‍છ અને શાલ ઓઢાડી સન્‍માન કરેલ. એનએસએસ વાર્ષિક શિબિરમાં આરોગ્‍યલક્ષી કાર્યક્રમ, કાનૂની શિક્ષણ શિબિર, વ્‍યસનમુકિત જાગૃતિ, જીવનમૂલ્‍યો અંગેનું શિક્ષણ, બેટી બચાવો અભિયાન, ડેન્‍ગ્‍યુ, ચિકનગુનિયા, સ્‍વાઈન ફલુ અને જાગૃતિ, ચિત્ર સ્‍પર્ધા સહિતના કાર્યક્રમો યોજાશે. આ કેમ્‍પને સફળ બનાવવા માટે (પ્રોગ્રામ ઓફિસર અને એસએસ) ડો. રૂકશનાબેન કુરેશી, પ્રો. કે.બી. પટેલ કેમ્‍પ કો-ઓર્ડિનેટર અને પ્રિન્‍સીપાલ ડી.એલ. ચાવડા અને અંતુભાઈ બગડા સહિતે જહેમત ઉઠાવી છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. પ્રતિમાબેન શુકલ ઘ્‍વારા કરાયું હતું.