Main Menu

અમરેલીનાં સંવેદન ગૃપ દ્વારા પ0મું ચક્ષુદાન લેવામાં આવ્‍યું

અમરેલી, તા. 1ર

અમરેલીનાં જેસીંગપરામાં વસતા જનસંઘી અને એંશીના દાયકામાં ભાજપનાં નગરસેવક તરીકે ચૂંટાયેલા સેવાભાવી ખેડૂત આગેવાન પ્રાગજીભાઈ પ્રેમજીભાઈ માંગરોળીયાનું અવસાન થતાં તેમની અંતિમ ઈચ્‍છા મુજબ તેમના પરિવારજનો ઘ્‍વારા નેત્રદાન કરવામાં આવ્‍યું હતું. પ્રાગજીબાપા (ઉ.વ. 88)નું આજ તા. 1ર/1ર/18ને બુધવારનાં રોજ અવસાન થતાં અમર ડેરીનાં ડીરેકટર રાજેશભાઈ     માંગરોળીયાના માઘ્‍યમથી સંવેદન ગૃપનો સંપર્ક કર્યો હતો અને સ્‍વસ્‍થના ચક્ષુદાન માટે જણાવ્‍યું હતું. આ ચક્ષુદાન સ્‍વીકારવા માટે સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્‍ચનાં સેક્રેટરી મેહુલભાઈ વ્‍યાસ તથા મોહસીન બેલીમે સેવા આપી હતી. મૃત્‍યુ બાદ સદ્રતનું નેત્રદાનકરી તેમના પુત્રો માંગરોળીયા ઘનશ્‍યામભાઈ તથા વસંતભાઈ તેમજ પૌત્રો સંદિપ, મેહુલ અને નિકુંજે બે અંધજનોના જીવનમાં રોશની લાવવા નિમિત બની સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂં પાડયું હતું. આ સાથે સંવેદન ગૃપ ઘ્‍વારા અમરેલી અને આજુબાજુ વિસ્‍તારમાં નેત્રદાન અંગે જાગૃતિ લાવી ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં પ0 માં ચક્ષુદાતાની આંખો લેવાનું પુણ્‍ય કાર્ય કર્યુ છે તેમ ગૃપના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્‍યું છે.