Main Menu

ગુજરાતની ભાજપ સરકાર હજુ પણ ખેડૂતોની ચિંતા નહી કરે તો ભાજપને થશે નુકશાન

ભાજપ સરકાર માટે હજુ પણ થોડો સમય બચ્‍યો છે

ગુજરાતની ભાજપ સરકાર હજુ પણ ખેડૂતોની ચિંતા નહી કરે તો ભાજપને થશે નુકશાન

ખેડૂત સમાજના પ્રમુખનરેશ વિરાણીનું નિવેદન

અમરેલી, તા.

અમરેલી ખેડૂત સમાજનાં પ્રમુખ નરેશ વિરાણીએ એક નિવેદનમાં ભાજપ સરકારને ખેડૂતોના હિતમાં કાર્ય કરવા અનુરોધ કર્યો છે.

વધુમાં જણાવેલ છે કે, આજ રોજ પાંચ રાજયોની વિધાનસભાનું રિઝલ્‍ટ આવ્‍યું છે. તેમાં એક પણ રાજયમાં ભાજપ સરકાર બની શકે એવા એંધાણ વર્તાય રહયા નથી, ત્‍યારે ખેડૂતો, વેપારીઓ અને યુવાનોનો રોષ આંખે વળગીને દેખાય રહયો છે. જયારે આજે તેલંગણામાં ફરી એક વખત ભાજપ અને કોંગ્રેસ બન્‍નેથી અલગ રહીને ચંન્‍દ્રશેખરે સરકાર બનાવી છે. તેનું મુખ્‍ય કરણ ત્‍યાંના ખેડૂતો છે. ત્‍યાની કેસીઆર સરકારે ખેડૂત મિત્ર જેવી યોજનાઓ, ખેડૂતો માટે વીજળી મફત, ખેડૂતો માટે સિંચાઈ મફત જેવી કેટલીય યોજના થકી આજ ત્‍યાં ખેડૂત ખુશખુશાલ છે એટલે જ ત્‍યાં હજી કોંગ્રેસ કે ભાજપ જેવા પક્ષઓ એ બહર બેસવું પડે છે. જયારે ગુજરાત સરકારે માત્ર 4પ તાલુકાઓને અસરગ્રસ્‍ત સ્‍પેશિયલ પેકેજની જાહેરાત કરી ત્‍યાં તો મીડિયામાં ભભકો દેખાડવા લાગ્‍યા જયારે તેલંગણામાં ખેડૂત મિત્ર યોજના થકી વર્ષમાં બે વખત હેકટર દીઠ ચાર હજાર રૂપિયા ખાતર, બિયારણના ખર્ચ પેટે ખેડૂતોના ખાતામાં જમા થઈ જાય છે. અને હર એક ખેડૂતનું વીમા કવચનું પ્રીમિયમ સરકાર ભરે છે. આટઆટલી યોજનાઓ જયારે સરકારખેડૂતોને આપે છે. ત્‍યારે ખેડૂતો પણ સરકારને પોતાના ખંભે બેસાડીને રાખે છે.

સૌરાષ્‍ટ્રના દરેક ખેડૂતની વેદના આજ હરએક ક્ષણ પોકારી રહી છે. કારણ કે સૌરાષ્‍ટ્રમાં સિંચાઈના પાણીનો પોકાર છે. અને તે માત્ર કલ્‍પસર થકી દુઃખના વાદળ હટી શકે એમ છે. તો ર019 ની ,ુંટણી પહેલા સૌરાષ્‍ટ્રમાં કઈ રીતે સિંચાઈનું પાણી આપી શકીએ એવા કોઈ સકારાત્‍મક પગલાં તાત્‍કાલિક ધોરણે ભરવા માટે કહું છું. નહીતર આગામી લોકસભામાં પણ તમને આવું જ કંઈક રિઝલ્‍ટ જોવા મળે તો નવાઈ પામતા નહી. કારણકે હવે ખેડૂત પણ જાગૃત બની ગયો છે. હવે વાતુ નહિ પણ કોઈ પણ વાતનું કામ જોઈએ છે. તેમ અંતમાં જણાવેલ છે.