Main Menu

અમરેલીમાં મેડિકલ કોલેજ શરૂ થવાથી જન આરોગ્‍યની સુવિધા વધશે : વસંતભાઈ ગજેરા

ડાયમંડ કિંગ વસંતભાઈ ગજેરાએ કહૃાું

અમરેલીમાં મેડિકલ કોલેજ શરૂ થવાથી જન આરોગ્‍યની સુવિધા વધશે

અમરેલી, તા.

અમરેલી ખાતે આવેલ શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્‍પિટલ અમરેલીના ડોકટર્સ સાથે ગજેરા ટ્રસ્‍ટના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ અમરેલી મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્‍પિટલમાં સારી સુવિધા અને શ્રેષ્ઠ આરોગ્‍યલક્ષી સુવિધા ઉભી થાય એ અંગે અમરેલીના પત્રકારો સાથે મુકત મને ચર્ચા કરી.

તમામ પત્રકારો સાથે સિવિલ હોસ્‍પિટલની શુભેચ્‍છા મુલાકાત કરી હતી અને ગજેરા ટ્રસ્‍ટ દ્વારા અમરેલી સિવિલ હોસ્‍પિટલમાં ઉભી થયેલ નવી સુવિધાઓથી સૌને અવગત કર્યા.આગામી દિવસોમાં અમરેલી જિલ્‍લાની જનતાને આરોગ્‍યલક્ષી તમામ સુવિધાઓ ઉપલબ્‍ધ થાય તે માટેનું ટ્રસ્‍ટનું ભાવિ આયોજનની જાણકારી આપી. જિલ્‍લાન ગરીબથી લઈ તવંગર સૌ કોઈને અમરેલી સિવિલ હોસ્‍પિટલમાં જ તમામ સુવિધાઓ વિના મૂલ્‍યે ઉપલબ્‍ધ થાય અને યોગ્‍ય સારવાર મળી રહે તેવા તમામ પ્રયત્‍નો ગજેરા ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવશે એવો વિશ્‍વાસ વ્‍યકત કર્યો.