Main Menu

નારાજગી : લુણીધાર-મોટા આંકડીયા માર્ગ એટલે તોબા… તોબા…

વિદ્યાર્થીઓ, દર્દીઓ, ખેડૂતો અને ગામજનો સહિત સૌ કોઈ ત્રાહીમામ

નારાજગી : લુણીધાર-મોટા આંકડીયા માર્ગ એટલે તોબા… તોબા…

ચૂંટણીનાં દિવસોમાં રાજકીય આગેવાનો હથેળીમાં ચાંદ બતાવીને ગાયબ થઈ જતાં હોવાનો આક્ષેપ

વાહનચાલકોને બિસ્‍માર માર્ગને લઈને કમરનો દુઃખાવો શરૂ થયાનું ગામજનો જણાવે છે

વડીયા, તા. 11

વડીયા તાલુકાના લુણીધારથી મોટા આંકડીયા સુધીનો 9 કી.મી. રસ્‍તો મગરમચ્‍છની પીઠ સમાન છે. રસ્‍તાને લઈને ધારાસભ્‍ય વિરૂઘ્‍ધમાં લોકોમાં રોષ પણ જોવા મળી રહૃાો છે કે સાત-સાત વર્ષથી ડુંગરાળ જેવા રસ્‍તાની કોઈ જાતની તંત્ર ઘ્‍વારા ભાળ સંભાળ નહી લેવાઈ અને મતદાતાઓમાં રોષ જોવા મળી રહૃાો છે. હાલ આ રસ્‍તામાં વિદ્યાર્થીઓ અને દર્દીઓને 108 મારફતે જવા માટેનો આ એક જ અમરેલીને જોડતો 9 કી.મી.નો મુખ્‍ય માર્ગ છે. જે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પેટના દુઃખાવા સમાન આ રોડ છે. જયારે વિદ્યાર્થીઓને સ્‍કૂલે જવા માટેનો પણ આ મુખ્‍ય માર્ગ છે. અહી રસ્‍તા પર અનેક અકસ્‍માતો પણ સર્જાયા છે છતાં નેતાઓના પેટનું પાણી હલતું નથી. ચૂંટણી આવશે ત્‍યારે દિનરાત પહોંચી જશે મત મેળવવા બાદમાં લોકોની માગોને નજરઅંદાજ કરી લોલીપોપ આપી ભૂલી વિશરી જવાય છે.

સ્‍થાનિક પરશોતભાઈ લીંબાણી જણાવી રહૃાા છે કે,જયારે મત જોઈતા હતા ત્‍યારે કાગારોળા કરીને મત મેળેવી ગયા હવે નેતાનાં દર્શન દુર્લભ થઈ ગયા છે. અમોને આ રોડ પર મુસાફરી કરીને પેટના દુઃખાવા થઈ ગયા છે. ત્રણ-ત્રણ ડોકટરો ફેરવ્‍યા છતાં દુઃખાવા મટતા નથી. 8 દિવસમાં રોડ બનાવી આપીશના વચનો અને વાયદાઓ આપી ભુલી વિશરી ગયા છે. લુણીધારના મતદાતાઓ પોતાની ભૂલ ભોગવી રહૃાા છે.

ભીમભાઈ સનારા સરપંચના જણાવ્‍યા મુજબ માયાપાદરથી મોટા આંકડીયા સુધીનો રોડ બિસ્‍માર હાલતમાં છે લોકોને કમરનાં દુઃખાવા થઈ જાય છે. આ રોડ વિશે ગ્રામજનોએ અવાર-નવાર ધારાસભ્‍યને રજુઆતો કરી છે પણ કોઈ સચોટ જવાબ મળતો નથી કે આ કામગીરી કરવાની છે કે નહીં. જો આ રોડ ટૂંક સમયમાં નહિ બને તો લુણીધાર ગામના સ્‍થાનિકો ગાંધી ચિંઘ્‍યા માર્ગે આંદોલન કરશેની ચીમકી ઉચ્‍ચારી છે.



(Next News) »