Main Menu

આનંદો : રાજુલા-જાફરાબાદમાં અતિવૃષ્‍ટિનાં નુકશાન પેટે રાજય સરકારે રૂપિયા 7 કરોડની સહાય કરી

ખેતી, ખેડૂતો અને ગામડાઓનાં હિત માટે સરકાર તત્‍પર

અમરેલી, તા.8

અમરેલી જિલ્‍લાના દરિયાકાંઠે ગત ચોમાસા દરમિયાન અતિવૃષ્‍ટિ થતા ખેતી, ખેડૂતો અને ગામડાઓને વ્‍યાપક નુકશાન થતા રાજયના મુખ્‍યમંત્રી વિજય રૂપાણી, કૃષિમંત્રી આર.સી. ફળદુ દ્વારા રૂપિયા 7 કરોડની સહાય કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

7 કરોડ જેવી રકમ મંજૂર થવાથી ખેડૂતો, પશુપાલકો અને ગ્રામ્‍ય જનતાને ઘણી રાહત થશે. જેથી સમગ્ર વિસ્‍તારમાં આનંદની લાગણી ઉભી  થઈ છે.

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, પૂર્વ ધારાસભ્‍ય હીરાભાઈ સોલંકી સહિતના રાજયના આગેવાનોએ મુખ્‍યમંત્રી અને કૃષિમંત્રીનો આભાર માન્‍યો હતો.