Main Menu

ભૈવાહ : ડુંગરનાં પીએસઆઈ અને સ્‍ટાફે વિદ્યાર્થીઓનાં હિતમાં મહત્ત્યવની કામગીરી કરી

આ પ્રકારના કાર્યોથી જ પ્રજા પોલીસની મિત્ર બની જાય છે

ભૈવાહ : ડુંગરનાં પીએસઆઈ અને સ્‍ટાફે વિદ્યાર્થીઓનાં હિતમાં મહત્ત્યવની કામગીરી કરી

ખાનગી બસમાં ગ્રામ્‍ય વિદ્યાર્થીઓને ઘર સુધી પહોંચાડયા

ડુંગર, તા.પ

ડુંગર જે.એન.મહેતા હાઈસ્‍કુલમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ કાયમી માટે માંડળ, મોરંગી, મસુદડા, મોભીયાણા,               ડોળીયા, છાપરી, વિકટર, ડુંગરપરડા, સાજણવાવ, રીંગણીયાળા, રાજપરડા જેવા અનેક ગામોમાંથી અપડાઉન કરે છે. પરંતુ આ વિદ્યાર્થીઓ કાયમી માટે એસ.ટી.ની સુવિદ્યા ન હોવાને કારણે રખડતા-ભટકતા પોતાના ઘરે પહોંચતા હોય છે. ત્‍યારે હાલમાં  શિયાળાને કારણે વહેલા સાંજ પડી જવાથી પાંચ વાગે સ્‍કૂલેથી રજા પડયા પછી અનેક પ્રાઈવેટ વાહનોને હાથ ઉંચા કરવા છતાં ઉભા નહીરહેતા નિરાશ થઈ વિદ્યાર્થીનીઓનું ટોળુ ડુંગર પોલીસ સ્‍ટેશને ઘસી આવેલ અને રજુઆત કરેલ કે સાંજ પડી જવા છતાં કોઈપણ વાહનવાળા અમોને બેસાડતા નથી. જેની રજુઆત પીએસઆઈ વી.વી. પંડયા ઘ્‍યાનથી સાંભળી પોલીસ કોન્‍સ્‍ટેબલ પલ્‍લવીબેન હડીયાને બાળકોની મદદ માટે કહેલ જેથી પલ્‍લવીબેને તત્‍કાળ પ્રાઈવેટ લકઝરી બસ ઉભી રખાવી તમામ વિદ્યાર્થીર્નીઓને બેસાડેલ આ બનાવથી વિદ્યાથીઓમાં પોલીસ પ્રત્‍યે પ્રેમની લાગણી ઉદભવેલ અને ડર ઓછો થયેલ. વિદ્યાથીઓનો એક દિવસનો પ્રશ્‍નનો ઉકેલાઈ જવા પામેલ પરંતુ હવે પછીના દિવસોમાં પણ વિદ્યાર્થીઓની આજ રીતે પોલીસ મદદ કરશેકે કેમ ?

અમરેલી જિલ્‍લા એસ.ટી. વિભાગ દ્વારા ડુંગર ગામનાં વિદ્યાર્થીઓ માટે રાજુલા – મહુવા એસ.ટી.બસ સાંજના સમયે ચાલુ કરવામાં આવે તેવી માંગ ડુંગર ભભયંગ મુસ્‍લિમ એજયુકેશન ગૃપભભ દ્વારા ઉઠવા પામેલ છે. જો કે આ પહેલા પણ ધારાસભ્‍ય દ્વારા એસ.ટી. વિભાગને આ અંગે રજુઆત કરાઈ છે. જેનું હજુ સુધી નિકાલ આવેલ નથી. જેથી તંત્ર દ્વારા જેમ બને તેમ તત્‍કાલ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.