Main Menu

બગસરામાં ર31 મકાનો બનાવવા મંજૂરી મળતા લાભાર્થીઓમાં ખુશી છવાઈ

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત

બગસરામાં ર31 મકાનો બનાવવા મંજૂરી મળતા લાભાર્થીઓમાં ખુશી છવાઈ

પાલિકા પ્રમુખ ચંપાબેન બઢીયા, ઉપપ્રમુખ નિતેષ ડોડીઆ સહિત ભાજપની ટીમને લાભાર્થીઓ તરફથી અભિનંદન

બગસરા, તા.પ

કેન્‍દ્રની નરેન્‍દ્ર મોદી સરકાર તેમજ રાજયના મુખ્‍યમંત્રી વિજય રૂપાણીની ભાજપ સરકાર દ્વારા ગરીબ પરિવારોને ઘરના મકાન યોજના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શહેરના ર31 લાભાર્થીઓના ફોર્મ મંજૂર થતા શહેરમાં ખુશીની લહેર દેખાઈ રહી છે. આ યોજનામાં માલિકીના પ્‍લોટ કે કાચા મકાનનીજગ્‍યાએ રૂા. 3.પ0 લાખની સહાય લાભાર્થીઓને મળવાની છે. ત્‍યારે નગરપાલિકા સરકાર તથા આ અંગેની એજન્‍સી વચ્‍ચે કરાર કરી પુરાવાઓ સરકારમાં નગરપાલિકાના પ્રમુખ ચંપાબેન બઢીયા, ઉપપ્રમુખ નિતેષભાઈ ડોડીઆ, શહેર ભાજપ પ્રમુખ એ.વી. રીબડીયા, ભુપતભાઈ ઉનાવા, ચીફ ઓફિસર તથા ટાઉન પ્‍લાનીંગ શાખા સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી લાભાર્થીઓને લાભ મળે તે માટે કરેલ કાર્યવાહીને લાભાર્થીઓએ અભિનંદન પાઠવેલ છે. આમ સરકારના માર્ગદર્શન મુજબ ટૂંક સમયમાં લાભાર્થીઓના મકાન બનાવવાની શરૂઆત કરવામાં આવશે જેથી લાભાર્થીઓમાં ખુશી વ્‍યાપી છે.