Main Menu

રાજકોટ ખાતે પ.પૂ. પ્રમુખસ્‍વામી મહારાજનાં 98માં જન્‍મ ન્નયંતી મહોત્‍સવનો પ્રારંભ

               વિશ્‍વ વંદનીય સંતવિભૂતિ પરમ પુજય પ્રમુખ સ્‍વામી મહારાજનો 98મો જન્‍મજયંતી મહોત્‍સવ તા.પ-ડિસેમ્‍બર થી તા.1પ ડિસેમ્‍બર દરમ્‍યાન માધાપર, મોરબી બાયપાસ રોડ, રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્‍વામિનારાયણ નગરમાં ભવ્‍યતા અને દિવ્‍યતાથી ઉજવાશે. આજે સવારે 7:30 કલાકે પરમ પુજય મહંતસ્‍વામી મહારાજના વરદ્‌ હસ્‍તે અને ગુજરાતન મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, બી.એ.પી.એસ. સંસ્‍થાના સદગુરૂવર્ચ સંતો તેમજ અનેક વિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં વિરાટ સ્‍વામિનારાયણ નગરનું વેદોકત વિધિથી ઉદઘાટન થયું. આવનારા 11 દિવસો દરમ્‍યાન લાખો ભકતો-ભાવિકો સ્‍વામિનારાયણ નગરની મુલાકાત લેશે. ઉદઘાટન સમારોહમાં પરમ પુજય મહંતસ્‍વામી મહારાજે ઉપસ્‍થિત મુખ્‍યમંત્રીનું સાલ ઓઢાડીને બહુમાન કર્યુ. સ્‍વામિનારાયણ નગર ઉદઘાટન સમારોહમાં બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ સંસ્‍થાના આમંત્રણને સહર્ષ સ્‍વીકારીને પધારેલ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાની ભાવોર્મિ વ્‍યકત કરતાં જણાવ્‍યુ હતું, ભભરાજકોટની ધરતીના ખુબજ મોટા ભાગ્‍ય છે કે આ મહોત્‍સવ અહીં ઉજવાઈ રહયો છે. આ મહોત્‍સવથી ખાસ કરીને યુવાનો અને બાળકો સાચી દિશા મળશે. તેઓએ આ મહોત્‍સવના આયોજનને સફળ બનાવવામાટે પરિશ્રમ કરી રહેલા સંતો અને સ્‍વયંસેવકોને અભિનંદન પાઠવ્‍યાં હતા. સમારોહના અંતમાં પરમ પુજય મહંતસ્‍વામી મહારાજે આમંત્રિત સૌ કોઈને આશીર્વચન પાઠવતાં જણાવ્‍યું કે, ભભબીજાના ભલામાં આપણું જ ભલુ છે…ભભ એ જીવનસુત્રને પરમ પ્રમુખસ્‍વામી મહારાજે ખરા અર્થમાં જીવી બતાવ્‍યું છે. પ.પૂ. પ્રમુખસ્‍વામી મહારાજે જીવનની દરેક ક્ષણ લોકહિત માટે વિતાવી સમાજ ઉત્‍કર્ષના અનંત કાર્યો કર્યા છે. આ મહોત્‍સવમાં સહકાર આપવા બદલ સૌ કોઈનો પરમ પુજય મહંતસ્‍વામી મહારાજે આભાર વ્‍યકત કર્યો હતો. સ્‍વામિનારાયણનગર : દ્વિતીયદિન રૂપરેખાઃ- (1) પ્રમુખ સ્‍વામી મંડપમભભ માં યોજાશે ભભવિરાટ મહિલા સંમેલન, (ર) પુર્વ મુખ્‍યમંત્રી અને વર્તમાન મઘ્‍યપ્રદેશ ગવર્નર શ્રીમતી આનંદીબેન પટેલની પ્રેરક ઉપસ્‍થિતિ. (3) પપ0 થી અધિક મહિલાઓ, યુવતીઓ અને બાલિકાઓ કરશે સાંસ્‍કૃતિક કાર્યક્રમની પ્રસ્‍તુતિ. (4) સાયંકાળે 7:30 થી 10:30 દરમ્‍યાન દર કલાકે લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શો. (પ) સવારે 7 થી બપોરે 1 વાગ્‍યા સુધી રાજકોટ જિલ્‍લાની 1400 શાળાઓના વિદ્યાર્થીઓને સ્‍વામિનારાયણ નગરની મુલાકાત, દર્શન અને ભોજનનો લાભ. (6) આ સ્‍વામિનારાયણ નગરનો લાભ ભકતો – ભાવિકો વિનામૂલ્‍યે બપોરે ર થી રાત્રે 10 દરમ્‍યાન લઈ શકશે.« (Previous News)