Main Menu

ઝર ગામે સંત મિલન, આશિર્વાદ, સન્‍માન સમારોહ યોજાયો

               સંત, શુરા, દાતાને સમાજ સેવકોની કદર ભૂમિ એવા ઝર ગામનાં લોકસેવક દાઉદભાઈ લલીયાનાં આંગણે અને યજમાનપદે ભારતી આશ્રમ-જુનાગઢનાં મહામંડલેશ્‍વર 1008 પ.પૂ. મહંત વિશ્‍વંભર ભારતીબાપુનાં અઘ્‍યક્ષસ્‍થાને તેમજ પૂ. આપાગીગાની જગ્‍યા સત્તાધારનાં મહંત પૂ. વિજયબાપુ તેમજ દાનબાપુની જગ્‍યાચલાલાના લઘુમહંત પૂ. મહાવીરબાપુ, બગસરા આપાગીગાની જગ્‍યાના મહંત પૂ. જેરામબાપુ, ચાપરડાના સંત પૂ. સદાનંદબાપુ, નેસડી ખોડિયાર મંદિરના મહંત પૂ. લવજીબાપુ, પૂ. ઉદયબાપુ, મહુવાના મહેંદીબાપુ, ખોડિયાર મંદિરનાં બાબુગીરબાપુની ઉપસ્‍થિતિમાં સંતમિલન, સ્‍નેહમિલન અને જાંબાઝ પોલીસ અધિકારી એસીપી દિપકભાઈ વ્‍યાસનું સન્‍માન કરવાનો ત્રિવિધ સમારોહ યોજવામાં આવ્‍યો હતો. ઝર પ્રાથમિક શાળાનાં વિશાળ પટાંગણમાં યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં ઝર પ્રાથમિક શાળાની બાળાઓ ર્ેારા સ્‍વાગત ગીત રજૂ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સામાજીક કાર્યકર, ગાંધીવાદી રવજીભાઈ સોલંકી ર્ેારા ભજન રજૂ કરવામાં આવ્‍યું હતું. આજનો આ કાર્યક્રમનો મુખ્‍ય ઉદ્યેશ હાલ અમદાવાદમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતાં જાંબાઝ તેમજ સમાજની સુરક્ષા માટે વિશિષ્‍ટ સેવાઓ કરતાં પોલીસ અધિકારી એ.સી.પી. દિપકભાઈ વ્‍યાસનું સન્‍માન કરીને તેમની ફરજની નોંધ લેવાનો મુખ્‍ય હતો. પૂ. ભારતીબાપુ, પૂ. વિજયબાપુ સહિત ઉપસ્‍થિત તમામસંતો તેમજ દાઉદભાઈ લીલીયા તથા મોટાભાઈ સંવટ ર્ેારા એ.સી.પી. દિપકભાઈ વ્‍યાસનું શાલ, સન્‍માનપત્ર તથા ભેટ ર્ેારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું તેમજ સંતો ર્ેારા દિપકભાઈને આશિર્વાદ આપવામાં આવ્‍યા હતાં. મહાન સાધુ સંતોનાં કરકમળથી જેમનું ભવ્‍ય સન્‍માનશાલ, ફુલહાર અને સન્‍માનપત્રથી સન્‍માન થયુ તે ગૌરવશાળી બબ્‍બે વખત રાષ્‍ટ્રપતિ એવોર્ડ મેળવનાર એ.સી.પી. દિપકભાઈ વ્‍યાસ વિશે થોડુ જાણીએ તો મૂળ ચાણસ્‍માનાં વતની પ્રામાણિક સચ્‍ચાઈ, સેવારત જીવન પસાર કરનાર મહાન ઋષિ તુલ્‍ય બ્રહ્મદેવ પૂ. શાંતિદાદા અને પ.પૂ. ઈન્‍દુબાના બોરીવલી (મુંબઈ) સ્‍થિત નિવાસ સ્‍થાને અરબ સાગરનાં ઉછળતા નીરમાં તા.16/3/1961 નાં શુભ દિને તેજસ્‍વી પુત્રરત્‍નનો જન્‍મ થયો. તેજસ્‍વી લલાટ, નિર્મળ આંખો, આંગણે ઉર્જા સ્‍ત્રોત થતાં નામ રાખ્‍યુ ભભદિપકભભ. આજ આપણાં દિપકભાઈ વ્‍યાસ ચુસ્‍ત બ્રહ્મતેજથી ઉછળતાં બાળપણમાં સંસ્‍કૃત ભાષા પ્રત્‍યેની રૂચિ, ધાર્મિક સંસ્‍કારોનું સિંચન થયું, માઘ્‍યમિક શિક્ષણમાં ઉચા મેરીટ પ્રાપ્‍ત કરી અવ્‍વલ નંબરે પ્રગતિ કરી સૌ પ્રથમ સૌરાષ્‍ટ્રનાં જૂનાગઢ મુકામે 1983નાં રોજ પોલીસ ડિપાર્ટમેન્‍ટમાં પોસ્‍ટીંગ લઈને તેમની ફરજ ચાલુ કરી, સ્‍પોર્ટસમેન તરીકે ભારે પ્રગતિથી જીવનમાં રાષ્‍ટ્રભકિત, સેવાકાર્યોમાં સફળતા પ્રાપ્‍ત થતી રહી. 1987માં વિશાખાબેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા, એક પુરૂષની સફળતા પાછળ એક સ્‍ત્રીનો હાથ હોય છે. એ અન્‍વયે વિશાખાબેન સાચા અર્થમાં અર્ધાંગિની બની પોતાની, પોતાના પતિની પોલીસ અધિકારી તરીકેની કપરી કામગીરીની ગંભીરતા સમજી સતત દિપકભાઈને સહાનુકુળ વાતાવરણ, સેવાકાર્યમાં સદા પ્રોત્‍સાહિતહુંફ અને લાગણી આપી આવા એસ.સી.પી. દિપકભાઈ વ્‍યાસની સેવાની નોંધ લઈ ભારત સરકાર ર્ેારા બબ્‍બે રાષ્‍ટ્રપતિ એવોર્ડ પ્રાપ્‍ત થવા સુધી તેમના અર્ધાંગિનીએ સિંહ ફાળો આપ્‍યો. તેમનું એક સાચા કદરદાન લોકોનું અવારનવાર સન્‍માન કરતાં ખરેખર સાચા લોકસેવક દાઉદભાઈ લલીયાને વિચાર આવ્‍યો કે આવા કદરદાન વ્‍યકિતનું સંતો ર્ેારા સન્‍માન થવું જોઈએ અને એના ભાગરૂપે જ આ એક બહુમૂલ્‍ય વિચારને અમલમાં મૂકીને તમામ ગણમન્‍ય સંતોને આમંત્રણ આપીને તેઓનું ભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું. આ તકે નિકટના મિત્ર અને કૌટુંબીક સંબંધ ધરાવતાં મનુભાઈ દવેના જયેષ્ઠ પુત્ર મયુર દવે કે જેમને પણ શ્રેષ્ઠ શિક્ષક તરીકે ગુજરાત રાજયપાલ તરફથી તેમજ રાષ્‍ટ્રપતિ તરફથી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્‍ત થયો છે. તેમનું પણ સન્‍માન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય જે. વી. કાકડીયા, જીલ્‍લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો. જસાણી, પૂર્વ ધારાસભ્‍ય પ્રતાપભાઈ વરૂ, પૂર્વ ધારાસભ્‍ય મનસુખભાઈ ભુવા, યુવા આગેવાન શરદભાઈ ધાનાણી, સંજયભાઈ ધાણક, મેડીકલ કોલેજ જામનગરના ડીન ડો. નંદીનીમેડમ, જાણીતા એડવોકેટ શીરીષભાઈ ટોળીયા, ડો. સ્‍નેહલભાઈ ંડયા, ડો.પીપલીયા, ડો. સીંગ, બાબુભાઈ કાગ (મજાદર), બાવકુભાઈ વાળા (ગાંધીનગર), જીતુભાઈ વાળા (અડતાળા), નારણભાઈ ડોબરીયા, લોક સાહિત્‍યસેતુનાં પ્રમુખ મહેન્‍દ્રભાઈ જોષી, ચાંપરાજભાઈ વાળા (અમદાવાદ), આંબાભાઈ કાકડીયા, બટુકભાઈ જેબલીયા (કાલાવડ), રણજીતભાઈ જેબલીયા, નિર્મળભાઈ ખુમાણ, જીતુભાઈ જોષી (સરપંચ ધારી), કૃષ્‍ણકુમાર મકવાણા (મેંદરડા), દિલુભાઈ વાળા (ચલાલા), ગીજુભાઈ વિક્રમા (પ્રમુખ વિસાવદર તાલુકા પત્રકાર સંઘ), ઈસ્‍માઈલભાઈ મુખી, નરેશભાઈ ભુવા, અતુલભાઈ કાનાણી (પ્રમુખ ધારી તાલુકા ભાજપ), બિછુભાઈ વાળા, રોહિતભાઈ શેખવા, કોકીલાબેન કાકડીયા, એડવોકેટ નકવી, કનુભાઈ સેંજલીયા, અબુઅલીભાઈ (વિસાવદર), જીતુભાઈ સંઘરાજકા, નરેશદાદા, દિલશાદભાઈ શેખ, દિલુભાઈ વાળા(નાનામાંડવડા), ખોડભાઈ (માણાવાવ), ફૈઝલ ચૌહાણ, જોષી સહિત વિશાળ સંખ્‍યામાં સરપંચો, આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા. મોટાભાઈ સંવટનાં માર્ગદર્શન નીચે યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા રહીમભાઈ લલીયા, અનુભાઈ લલીયા, યુનુસભાઈ લલીયા,        કાળુભાઈ લલીયા સહિત તમામ લલીયા પરિવાર ર્ેારા જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ભાવનગરનાં જાણીતા એડવોકેટ તેમજ ગુજરાતનાં પ્રથમ હરોળનાં કવિ, લેખક નાજીરભાઈ સાવંત ર્ેારા કરવામાં આવ્‍યું હતું.« (Previous News)