Main Menu

ખાંભા તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા સ્‍નેહમિલન યોજાયું

ખાંભા માર્કેટીંગ યાડૃ ખાતે આજે ખાંભા તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારાસ્‍નેહિમલન મળ્‍યું હતું. જેમાં ખાંભા તાલુકા ભરમાંથી બહોળી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહયા હતા.આ તકે ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, અંબરીશભાઈ ડેર, પ્રતાપભાઈ દુધાત, શરદભાઈ ધાનાણી, જેનીબેન ઠુંમર, અર્જુનભાઈ સોસા, વિપુલભાઈ શેલડીયા, પ્રેમજીભાઈ સેંજલીયા, કનુભાઈ કલસરીયા સહિત આગેવાનો હાજર રહયા હતા અને નવા વર્ષની શુભકામના પાઠવેલ હતી અને આવતી લોકસભાની ચૂંટણી એક સાથે રહી લડવા આહવાન કરાયું હતું. જેમાં ખાંભા તાલુકા કોંગ્રેસ પરિવારના બાભભાઈ માંગણી, ભરતભાઈ સખવાળા, રમેશભાઈ કલસરીયા, મહેન્‍દ્રભાઈ હરિયાની, રસિકભાઈ ભંડેરી, ઈરફાનભાઈ બોઘાણી, વિઠ્ઠલભાઈ બોરડ, આપબાપુ વાળા, અશ્‍વિનભાઈ પરમાર સહિતના કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા અને આ કાર્યક્રમ સફળ બનાવેલ હતો.(Next News) »