Main Menu

બગસરા માર્કેટયાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો

કોંગી ધારાસભ્‍યો ધાનાણી, ઠુંમર, કાકડીયા અને રીબડીયાનો પન્‍નો ટૂંકો પડયો
બગસરા માર્કેટયાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો
પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડનાં માર્ગદર્શન તળે સતાસીયાને જબ્‍બરી સફળતા મળી
અમરેલી, તા. 6
બગસરા માર્કેટીંગ યાર્ડની પ્રતિષ્ઠાભરી ચુંટણી યોજાઈ હતી. ચુંટણી જાહેર થઈ ત્‍યારથી જ કોંગ્રેસ વિપક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગે્રસનાં ધારી વિધાનસભાના ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, લાઠી વિધાનસભાના ધારાસભ્‍ય વિરજી ઠુંમર તેમજ વિસાવદર વિધાનસભાના ધારાસભ્‍ય હર્ષદભાઈ રીબડીયા, ધારી માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન સુરેશ કોટડીયા સહિતનાં કોંગે્રસી આગેવાનો બગસરા માર્કેટીંગ યાર્ડ કબ્‍જે કરવા કાવાદાવા અને ધમપછાડા કરી રહયા હતા. અનેક વિપરીત સંજોગો વચ્‍ચે પણ ભારતીય જનતા પાર્ટીની સંગઠન શકિત અને આગેવાનોની કુનેહના કારણે બગસરા માર્કેટીંગ યાર્ડમાં ફરીથી ભાજપનો ભગવો લહેરાયો છે. આ ચુંટણી જંગ વચ્‍ચે કોંગ્રેસે ગામડે ગામડે ખેડુતોમાં કાવાદાવા કરી વૈમનસ્‍ય ફેલાવવાનો હીન પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ બગસરા, કુંકાવાવ, વડીયા તાલુકાના ખેડુતોએ ફરી એકવાર ભાજપની વિકાસની રાજનીતીમાં વિશ્‍વાસ મુકી કોંગ્રેસની વિનાસની રાજનીતીને જાકારો આપ્‍યો છે. ત્‍યારે છેલ્‍લા કેટલાય દિવસથી અડીંગો જમાવી બેઠેલા વિપક્ષનેતા પરેશ ધાનાણી સહિતનાં કોંગ્રેસી આગેવાનોને ખેડુતોએ અને વેપારીઓએ તેમને તેમનો રસ્‍તો બતાડી દીધો છે. તે સાથે જ ભાજપ તરફી આ ચુંટણી પરીણામોથી કોંગ્રેસી આગેવાનોની ખોટી પ્રતિષ્ઠા ધુળધાણી થઈ ગઈ છે. ગામડે ગામડે કોમ-કોમ વચ્‍ચે જ્ઞાતી-જાતીના વેરઝેર ફેલાવી રાજકારણ કરતી કોંગ્રેસને આ ચુંટણી પરીણામોએ સાબીત કરી આપ્‍યુ છે કે, હજુ પણ આ જિલ્‍લાનો ખેડુત સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જ છે. સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે કામ કરતી ભારતીય જનતા પાર્ટીના હૈયે સર્વે સમાજનું સુખ સમાયેલુ છે.
બગસરા માર્કેટીંગ યાર્ડની આ પ્રતિષ્ઠાભરી જંગમાં જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, રાષ્‍ટ્રીય સહકારી જગતનાં આગેવાન અને જિલ્‍લા ભાજપના મોભી દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ ધારાસભ્‍ય અને મંત્રી બાવકુભાઈ ઉંઘાડ, લોકસભા સીટનાં ઈન્‍ચાર્જ અને પૂર્વ ધારાસભ્‍ય વ મંત્રી વી.વી. વઘાસીયા, પૂર્વ જિલ્‍લા ભાજપના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્‍ય બાલુભાઈ તંતી, અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, બગસરા માર્કેટીંગ યાર્ડનાં પૂર્વ ચેરમેન કાંતીભાઈ સતાસીયા સહિતના જિલ્‍લાનાં મુખ્‍ય આગેવાનોએ માર્કેટીંગ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાય તે માટે ગામડે ગામડે મંડળીઓનાં પ્રમુખ અને ડીરેકટરો તેમજ તાલુકા કક્ષાના મુખ્‍યઆગેવાનો સાથે બેઠક-મીટીંગો કરી જરૂરી આયોજન કરી જીત નિશ્ચિત થાય તે માટે કમર કસી હતી. મુખ્‍ય આગેવાનો સાથે બગસરા તાલુકા ભાજપના પ્રમુખ ધીરૂભાઈ માયાણી, બગસરા શહેર ભાજપના પ્રમુખ એ.વી. રીબડીયા, મહામંત્રી મુકેશભાઈ ગોંડલીયા, જિલ્‍લા ભાજપના મંત્રી રાજુભાઈ ગીડા, ધીરૂભાઈ કોટડીયા, બાબુભાઈ વઘાસીયા, મનોજભાઈ મહિડા, જિલ્‍લા કીસાન મોરચાના મંત્રી રમેશભાઈસતાસીયા, તાલુકા ભાજપ મહામંત્રી વિપુલભાઈ કયાડા, પ્રવિણભાઈ રફાળીયા, જિલ્‍લા યુવા મોરચાના મંત્રી દિનેશભાઈ વસાણી, તાલુકા ભાજપનાં આગેવાન પ્રવિણભાઈ કારેતા, કીરીટભાઈ દેવમુરારી, ધીરૂભાઈ દેવમુરારી, ઘનશ્‍યામભાઈ સાદરાણી, નિલેશભાઈ સાંગાણી, મોટી કુંકાવાવના સરપંચ સુભાષભાઈ ભગત, વડીયાનાં પૂર્વ સરપંચ વિપુલભાઈ રાંક, બાબરા તાલુકા ભાજપના આગેવાન બીપીનભાઈ રાદડીયા, અલ્‍તાફભાઈ નથવાણી, મહેશભાઈ ભાયાણી, બહાદુરભાઈ બકોતરા, નિર્મળભાઈ ચાવડા, લાઠી એપી.એમ.સી.ના ચેરમેન રાજુભાઈ ભુતૈયા, બાબરા એપીએમસીના ચેરમેન જીવાજીભાઈ રાઠોડ સહિતનાં આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.
ભાજપ પ્રેરીત ખેડુત વિભાગની પેનલમાં 1રમાંથી 11 સીટ ભાજપે જીતી હતી. જેમાં કાંતીભાઈ સતાસીયા, બાવાભાઈ મોવલીયા, ગોરધનભાઈ કાનાણી, વલ્‍લભભાઈ ગોધાણી, પરશોતમભાઈ કુનડીયા, દેવરાજભાઈ રાંક અનેબાબુભાઈ સખવાળાનો જવલંત વિજય થયો હતો. તેજ રીતે વેપારી વિભાગની પેનલની ચારે ચારે સીટ ભાજપે જીતી હતી. જેમાં વિકાસભાઈ મોદી, જયંતિભાઈ ખાંદલ, સંજયભાઈ રફાળીયા, હાર્દીકભાઈ માધાણીનો જવલંત વિજય થયો હતો. બગસરા માર્કેટીંગ યાર્ડનાં આ ભવ્‍ય વિજયથી વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને તેની મંડળીઓનો ફુગ્‍ગો ફુટી ગયો છે.(Next News) »