Main Menu

અમરેલી જિલ્‍લામાં ખેડૂતોનાં હિતમાં ભાવાંતર યોજના શરૂ કરો

ખેડૂત સમાજનાં પ્રમુખ ભરતસિંહ અને નરેશ વીરાણીની માંગ

અમરેલી જિલ્‍લામાં ખેડૂતોનાં હિતમાં ભાવાંતર યોજના શરૂ કરો

ખેડૂતોનાં હિતમાં સરકાર કામગીરી નહી કરે તો ખેડૂત આંદોલન કરવાની ચીમકી આપી

અમરેલી, તા. 3

ખેડૂતોની ખેત ઉત્‍પાદન ચીજના ટેકાના ભાવ કેન્‍દ્ર અને રાજય સરકારે જાહેર કર્યા તે બંધ કરાવો અને ખેત ઉત્‍પાદન ચીજને યુઘ્‍ધનાં ધોરણે દિવસે પાંચમા ભાવાંતર યોજનામાં સમાવીને લાગું કરાવો તેમાં વિલંબ કરવામાં આવશે તો ભાવનગર અને અમરેલી જિલ્‍લા ખેડૂત સમાજ બન્‍ને જિલ્‍લાનાં ખેડૂતોને સાથે રાખીને પુરા જોમ સાથે આંદોલન કરશે.હાલ જે ભાવાંતર યોજનાની ખેડૂતો માંગણી કરી રહૃાા છે તે ખૂબ જ વ્‍યાજબી છે અને સરકાર તથા તંત્ર માટે કોઈપણ જાતની ઝંઝટ કે અડચણ વગરની છે. ખેડૂતોને ટેકાના ભાવ આપવામાં દાખલા તરીકે એક મણ શીંગને એક હજાર રૂપિયામાં ખરીદી કરવી પડે છે તેની પાછળ સરકારને ઓછામાં ઓછો એક મણે બારદાન, તોળાઈ, ભરાઈ, ટ્રાન્‍સપોર્ટ ભાડુ, ગોડાઉન ભાડુ, જાળવણી ખર્ચ, અધિકારીનો ખર્ચ, કમીશન વિગેરે પાછળ આશરે પ71 થી પ89 સુધીનો સરકારને ખર્ચ કરવો પડે છે. અને તે શીંગમાં પાછળથી મોટા પાયે ભ્રષ્‍ટાચાર થાય છે અને અંતે તે શીંગ 700થી 7પ0માં ધાક ધમકી અને દબાવીને મોટા મીલરોને અને વેપારીને શીંગ ખરીદી કરવાનાં દબાણ કરાય છે તે સરકાર સારી જાણે છે. છતાં પણ કૃષિમંત્રી ટેકાનાં ભાવનું મધમીઠુ રટણ શા માટે કરે છે તેની ગુજરાતના ખેડૂતોને ખબર પડી ગઈ છે. કારણ કે ભાવાંતર યોજના લાગુ થાય તે ખેત ઉત્‍પાદન ચીજમાં નાણાનો ભ્રષ્‍ટાચાર બીલકુલ બંધ થઈ જાય તેમ છે. તેથી આ ભ્રષ્‍ટાચારી સરકાર અને તંત્ર પવિત્ર ગણાતી ભાવાંતર યોજનાથી દુર ભાગવાના સરકાર કપટી પેતરા રચે છે. કારણ કે ખેડૂતોને ટેકાના ભાવથી ઓછા ભાવ મળે તેટલા જ પૈસા સરકારને ખેડૂતોને આપવાના થાય છે. તેથી સરકારને કરોડો અબજો રૂપિયાનો ફાયદો થવાનો છે છતાં પણ સરકારભાવાંતર યોજના શા માટે અમલમાં નથી લાવતી તે જ ઘણું જાણવા જેવી બાબત છે.

વિશેષમાં ભાવાંતર યોજનાથી સરકાર, સરકારી તંત્ર લેભાગુ વહેપારીઓ અને લૂંટબાજ દલાલો તથા સરકારને ખોળે બેઠેલી કંપનીઓને સીધી રીતેથી સૌ ઉંદર મારીને મીનીબાઈ ચોખ્‍ખા થઈને પાટે બેઠા તેવું જાહેરમાં સરકારને કહેવું પડે તેમ છે. તેથી જ સરકાર ભાવાંતર યોજનાથી ભયભીત છે. માટે યુઘ્‍ધના ધોરણે ભાવાંતર યોજના જાહેર કરો તેમાં વિલંબ કરવામાં આવશે તો ભાવનગર અને અમરેલી જિલ્‍લા ખેડૂત સમાજ દિવાળી પછી બન્‍ને જિલ્‍લાનાં તાલુકે તાલુકે ખેડૂત સભાઓ કરીને જાગૃત્તિ લાવશે અને સરકાર હચમચી જાય તેવા પ્રોગ્રામો આપશે. અને જરૂર પડયે ગુજરાત ખેડૂત સમાજને બોલાવીને ખેડૂતોના અવાજને નગારે ઘા કરીને બુલંદ કરાશે અને સૌરાષ્‍ટ્રની તમામ દુધ ડેરીઓ તથા તમામ માર્કેટીંગ યાર્ડો ભાવાંતર યોજના અમલમાં ન આવે ત્‍યાં સુધી સદંતર બંધ કરાવશું. તેમજ બન્‍ને જિલ્‍લાનાં ખેડૂતો આ વર્ષે હાલમાં ભયંકર યાતના વેઠી રહૃાા છે. તેથી બન્‍ને જિલ્‍લાને દુષ્‍કાળ ગ્રસ્‍ત જાહેર કરો. ખેડૂતોના તમામ લેણા માફ કરો, ખેડૂતોનો પાકવીમો ખેડૂતોના ધિરાણ ઉપર આપવાની પ્રથા બંધ કરાવો અને પાકમાં ગયેલી નુકશાની પ્રમાણે વીમો આપો. આ વર્ષે સમગ્ર સૌરાષ્‍ટ્રમાં વરસાદ આધારીતખેડૂતોનો તમામ પાક નિષ્‍ફળ ગયેલ છે છતાં પણ વીમા કંપનીને છાવરવા સરકાર અને તંત્રએ ખેડૂતોએ સિંચાઈથી પકવેલા પાકનું ક્રોપ કટીંગ કરાવ્‍યું છે. તેથી જ ગુજરાતભરના ખેડૂતો કૃષિ ખાતાને તથા ભારતીય કિસાન સંઘને વીમા કંપની સાથે નાણાના સુવાળા સંબંધો છે તેવી જાહેરમાં ચર્ચાઓ કરી રહૃાો છે. વર્ષોથી સૌરાષ્‍ટ્રના એકપણ જીલ્‍લા કલેકટરે કે મામલતદાર પોતાની ફરજમાં આવતા મેન્‍યુલ પ્રમાણે વરસાદના આંકડા અને અનાવારીની કામગીરી બિલકુલ કરેલ નથી. તેથી જ ખેડૂતો પાયમાલ થઈ રહૃાા છે તેની તપાસ કરાવીને સજા કરાવો તેમજ ખેતીવાડીના વીજ બીલ સદંતર માફ કરો, મીટર પ્રથા રદ કરીને જુના ઉધડા બીલ છે તે નિયમ લાગુ કરાવો. જંગલી પ્રાણી રોજ, ભૂંડ, સિંહ ,દીપડા, રાનીપશુ, રખડતા ઢોર વિગેરેનાં ત્રાસમાંથી ખેડૂતોને મુકત કરવો. જંગલખાતાની જંગલી ત્રાસ આપવાની રીતથી ખેડૂતો, પશુપાલકો ભયભીત છે તે સદંતર બંધ કરાવો. જંગલખાતાને બન્‍ને જીલ્‍લાની એકપણ ઈંચ જમીન અભ્‍યારણ, ટુરીઝમ, ઈકો સેન્‍સેટીવ ઝોન, પર્યટક વિગેરે માટે જમીન આપવી નહી. તેમ છતાંય આપવામાં આવશે તો ખેડૂત સમાજ ઉગ્ર આંદોલન કરશે તેની તમામ જવાબદારી સરકાર તથા જંગલખાતાની રહેશે. ખેત ઉપયોગ તથા સિંચાઈ ઉપયોગી તમામ ચીજમાં ખેડૂતોને 90% સબસીડી કોઈપણ જાતની ઝંઝટવગર પ્રથમથી જ આપો. 196પમાં ખેડૂત ચાર મણ કપાસ અને 8 મણ અનાજ વેચતો તેના પૈસાથી એક તોલુ સોનુ ખરીદી શકાતુ તે પ્રમાણેના કપાસ અને અનાજના ભાવ હાલમાં કરી આપો એટલે બેજ વર્ષમાં દેશ આખામાં ખુશાલી અને વિકાસનું પરિવર્તન આવી જશે તે નકકી છે.

ગુજરાત અને દેશભરનાં ખેડૂતો પાયમાલ થઈને આપઘાત કરી રહૃાા છે. તે ભયંકર અન્‍યાય સામે સુપ્રીમ કોર્ટમાં કિસાન ક્રાંતિ અધિકાર મંચના આગેવાન ભરતસિંહ ઝાલાએ ખેડૂતલક્ષી પોલીસી બનાવવા પીટીશન કરેલ છે. તે બાબતે યુઘ્‍ધના ધોરણે ખેડૂતલક્ષી નીતિ બનાવવા કોર્ટે સરકારને આદેશ કરેલ છે તેનો આજ દિન સુધી સરકારે અમલ કરેલ નથી. સ્‍વામીનાથન કમીશનની સરકારે અમલવારી કરેલ નથી તેથી હાલમાં યુઘ્‍ધાના ધોરણે નાના-મોટા તમામ ખેડૂતોને એક વીઘે 1પ હજાર રૂપિયા આપે તો જ ખેડૂત પોતાના પરિવારનો આ વર્ષે જીવન નિર્વાહ કરી શકે તેમ છે નહી તો ખેતી ભાંગી જશે. ખેડૂતોને આપઘાત કરવા પડશે અને દેશમાં હાહાકાર મચી જશે. માટે આવી વિકટ પરિસ્‍થિતિ ઉભી થતાં પહેલા ઉપરોકત બાબતનો સરકાર યુઘ્‍ધનાં ધોરણે નિર્ણય કરે તેમાં વિલંબ કરવામાં આવશે તો આંદોલનો ફાટી નીકળશે તેવા સંકેતો જણાઈ રહૃાા છે. તેમ ભાવનગર જીલ્‍લાનાં ખેડૂત સમાજના પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભા (તરેડી) તથા અમરેલીનાપ્રમુખ નરેશભાઈ વિરાણી વિગેરે આગેવાનોએ મુખ્‍યમંત્રીને પાઠવેલ આવેદનપત્રમાં માંગ કરી છે.