Main Menu

જિલ્‍લા કોંગ્રેસનો કકળાટ પ્રદેશ કાર્યાલય સુધી પહોંચ્‍યો

સાવરકુંડલા તાલુકા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ દીપક માલાણીએ કર્યો હલ્‍લાબોલ

જિલ્‍લા કોંગ્રેસનો કકળાટ પ્રદેશ કાર્યાલય સુધી પહોંચ્‍યો

સાવરકુંડલા માર્કેટયાર્ડની ચૂંટણીમાં કોંગી ધારાસભ્‍યએ ભાજપનાં પૂર્વ ધારાસભ્‍યને સમર્થન કર્યાનો આક્ષેપ

પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે નારાજ કોંગીજનોએ પ્રતિક ધરણા કરતાં રાજકીય હંગામો

અમરેલી, તા. 3

સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસને મજબુત કરવાની જવાબદારી રાહુલા ગાંધીએ જેને સોંપી છે તેવા વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં વતનસમા અમરેલી જિલ્‍લામાં જ કોંગ્રેસપક્ષની હાલત અતિ નાજુક બની રહી છે અને આજે નારાજ કોંગીજનોએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે પ્રતિક ધરણા કરીને વિપક્ષી નેતા તેમજ સાવરકુંડલાનાં ધારાસભ્‍ય સામે નારાજગી વ્‍યકત કરતાં રાજકીય ગરમાવો ઉભો થયો છે.

વિગત એવા પ્રકારની છે કે, સાવરકુંડલા તાલુકાનાં પૂર્વ કોંગી પ્રમુખ દીપક માલાણીએ તાજેતરમાં સાવરકુંડલા માર્કેટયાર્ડમાં 14 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા અને સામે ભાજપનાં પૂર્વ ધારાસભ્‍ય        કાળુભાઈ વીરાણીનાં ઉમેદવારો હતા.

જે ચૂંટણીમાં સાવરકુંડલાનાં કોંગી ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે કોંગી આગેવાન દીપક માલાણીને મદદ કરવાને બદલે ભાજપનાં પૂર્વ ધારાસભ્‍યનાં ઉમેદવારોને વિજેતા બનાવવાનો નિષ્‍ફળ પ્રયાસ કર્યોહતો અને કોંગી ધારાસભ્‍યને વિપક્ષી નેતા પરેશ ધાનાણીનું સમર્થન હોવાનો ચોંકાવનારો આક્ષેપ દીપક માલાણીએ કર્યો છે.

તેઓએ જણાવ્‍યું હતું કે, અમરેલી જિલ્‍લા કોંગ્રેસમાં પરિવાર વાદ શરૂ થયો હોવાથી પ્રદેશ કોંગી આગેવાનોનું ઘ્‍યાન દોરવા માટે તેઓ પ્રદેશ કોંગી કાર્યાલય સામે પ્રતિક ધરણા કર્યા હતા અને પ્રદેશ પ્રમુખને આવેદનપત્ર પાઠવવા માટે તેઓ કાર્યલયમાં અંદર જતાં તેઓને અટકાવવામાં આવ્‍યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

દીપક માલાણી સાથે અનેક કોંગીજનોએ પણ પ્રતિક ધરણા કરીને કોંગી ધારાસભ્‍યની કાર્યશૈલી સામે નારાજગી વ્‍યકત કરી હતી અને આગામી દિવસોમાં નવી દિલ્‍હી ખાતે પણ પ્રતિક ધરણા કરીને અમરેલી જિલ્‍લામાં ચાલતી કોંગ્રેસની જુથબંધીનો પર્દાફાશ કરવાની તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.

અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, સાવરકુંડલાનાં કોંગી ધારાસભ્‍ય પ્રતાપ દુધાત 10 મહિનામાં જ મતદારોથી વિમુખ થઈ ગયા છે. તેઓ ખેડૂતો, ગરીબો, બેરોજગાર યુવાનો, નાના-મોટા વેપારીઓનાં હિતમાં હજુ સુધી કોઈ નકકર કામગીરી કરી શકયા નથી. સમગ્ર પંથકનાં વિકાસકાર્યો આગળ વધતા ન હોય મતદારોમાં છેતરપીંડી થઈ રહૃાાંની લાગણી ઉભી થઈ રહી હોય. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સાવરકુંડલા વિસ્‍તારમાં મોટું નુકશાન થવાની પણશકયતાઓ જોવા મળી રહી છે.