Main Menu

પૂજય મોરારીબાપુએ તેમના શિક્ષકને વ્‍યાસપીઠ પાસે બોલાવી આશીર્વાદ લીધા

ધારી, તા. 3

તલગાજરડા મુકામે ચાલી રહેલી ત્રિભુવન માનસ કથાનાં સાતમા દિવસે બાપુએ શિક્ષણને પણ ત્રિભુવન યજ્ઞ ગણી બધાને આ યજ્ઞમાં જોડાવા હાકલ કરી સાક્ષરતાનો ઉમદા સંદેશ પાઠવ્‍યો હતો. તેમજ પૂજય મોરારીબાપુ જેમની પાસે ભણ્‍યા હતાં તે ગુરુજીને વ્‍યાસપીઠ પર બોલાવી પૂજય બાપુએ એક શિક્ષકનું નહીં પણ શિક્ષણ જગતનું સન્‍માન કર્યુ હતું. મારી દ્રષ્‍ટિએ આ ઉત્તમ પ્રેરણાદાયી પ્રસંગની ત્રિભુવનની વ્‍યાખ્‍યા કરૂ તો વાલી, વિદ્યાર્થી અને શિક્ષકનો ત્રિભુવન ત્રિવેણી સંગમ એક મેકમાં નેક રહે. બીજો અર્થ વાલી, શિક્ષક અને સરકાર વિદ્યાર્થીને જ ત્રિભુવન મંદિરનાં ભગવાન સમજે, ત્રીજો અર્થ ત્રણ ભુવનમાંથી જે ભુવનમાં ભણવું હોય તેમાં ભણવા દો. સાયન્‍સ,કોમર્સ, અને આર્ટસ ગમે તે ભણે પણ ભણ્‍યા પછી સત્‍ય, પ્રેમ, કરુણાને ભૂલતા નહીં, ચોથો અર્થ ત્રિભુવન વિદ્યા એટલે ભણ્‍યા પછી ત્રિભુવન એટલે કે કુટુંબ, પરિવાર ને દેશની સેવામાં રત રહેજો, પાંચમો અર્થ એટલે પંચ કહે તું ભણ્‍યો પણ ગણ્‍યો નહીં તે સૂત્ર આપણાંમાં ન આવે.