Main Menu

સાવરકુંડલાનાં કોંગી આગેવાન માલાણીને યાર્ડની ચૂંટણીમાં સાવરકુંડલા અને લાઠીનાં કોંગી ધારાસભ્‍યોએ કર્યા પરેશાન

પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે કોંગી નેતા કરશે પ્રતિક ધરણા

સાવરકુંડલાનાં કોંગી આગેવાન માલાણીને યાર્ડની ચૂંટણીમાં સાવરકુંડલા અને લાઠીનાં કોંગી ધારાસભ્‍યોએ કર્યા પરેશાન

ભાજપનાં ઉમેદવારને વિજેતા બનાવવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ

અમરેલી, તા.

સાવરકુંડલા પંથકમાં શકિતશાળી કોંગી આગેવાન દિપક માલાણીએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને વેદનાપત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, હુંસાવરકુંડલા તાલુકા અને અમરેલી જિલ્‍લાનો અદનો સક્રિય કોંગ્રેસ કાર્યકર છું. કોંગ્રેસ પક્ષમાંથી જ રાજકીય કારકિર્દી શરૂ કરી આજ સુધી પક્ષમાં નિષ્ઠાથી રહી સખત મહેનત કરી છે. 199પથી પક્ષ સતત ર0 વર્ષથી વધારે સમય વિરોધ પક્ષમાં હોવાથી મારી રાજકીય કારકિર્દીના યુવાનીના વર્ષો (198પથી) પણ કોંગ્રેસમાં રહી અર્પણ કરી ઘણી જવાબદારીઓ નિભાવેલ છે. જેમ કે, પ્રમુખ સાવરકુંડલા તાલુકા યુવક કોંગ્રેસ તરીકેની જવાબદારી, મહામંત્રી સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ તરીકેની જવાબદારી, પ્રમુખ સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ તરીકેની જવાબદારી.

આમ, મે પક્ષમાં મારી જવાબદારીઓ શ્રેષ્ઠ રીતે બજાવવાની અને શ્રેષ્ઠ કોંગ્રેસમેન બની રહેવા માટે પ્રમાણિક પ્રયાસો અને મહેનત કરેલ છે. મેં કોંગ્રેસ માટે કેટલું પ્રદાન કર્યું. કેટલી લાયકાત છે અને કેટલો હું મારી જાતને કોંગ્રેસી કહેવા માટે યોગ્‍ય છું તેનું મૂલ્‍યાંકન અને જજમેન્‍ટ આપ સૌ ઉપર છે.

જયારથી ગુજરાતમાં પક્ષ વિરોધ પક્ષ તરીકે રહયો છે એ તમામ વર્ષો મેં વિરોધપક્ષના કાર્યકર તરીકે આ વિસ્‍તારમાં સતત અને સક્રિય કામ કર્યું છે.જેનાથી આપ સૌ પ્રદેશના અને જિલ્‍લાના આગેવાનો માહિતગાર છો જ. મારા માટે તેનાથી વધારે ગૌરવ અને સંતોષ એ વાતનો છે કે હું જીવનશૈલીથીકોંગ્રેસમેન રહયો છું. જેમ કે સાદાઈ, સતત મહેનત, નિર્વ્‍યસની, ફુલટાઈમ કાર્યકર, મળેલ સંસ્‍થાકીય જવાબદારી કે હોદામાં નૈતિકતા અને પ્રમાણિક જાળવી છે અને કોંગ્રેસ પક્ષને ન સાજે તેવું કોઈપણ કૃત્‍ય કે વ્‍યવહાર કે કલંક મારા તરફથી કરેલ નથી. કોઈ આંગળી ચીંધી શકે તેવું બત્રીસ વર્ષની કેરીયરમાં કર્યું નથી. રાજયમાં જયારથી ભાજપનું શાસન આવ્‍યું છે ત્‍યારથી આજ સુધી સાવરકુંડલામાં ફુલટાઈમ આપીને આમ જનતા, કાર્યકરો અને પક્ષ માટે આવેલી દરેક ઓફરો ઠુકરાવી છે. ગ્રામ, તાલુકા, જિલ્‍લા પંચાયતો અને સહકારીની તમામ સ્‍થાનિક સંસ્‍થાની ચૂંટણીઓમાં મેં પેનલો બનાવીને ભાજપ સામે હંમેશા લડત આપેલ છે. મને ગૌરવ અને સંતોષ એ છે કે આટલા વર્ષો દરમિયાન સરકાર ન હોવા છતાં એ.પી.એમ.સી., જિલ્‍લા સહકારી બેન્‍ક, તાલુકા સંઘ, ખેતી બેન્‍ક જેવી તાલુકાની સંસ્‍થાઓ પર કોંગ્રેસનો કબજો રાખી શકયો છું એટલું જ નહીં આ સંસ્‍થાઓમાંથી કોઈ વ્‍યકિતગત લાભ લીધેલ નથી પણ પક્ષ અને કાર્યકરો માટે ઉપયોગી થાય તેવું       કરેલ છે.

આ સંજોગો અને સ્‍થિતિ હોવા છતાં સાવરકુંડલા યાર્ડની ગયા મહિને યોજાયેલી ચૂંટણીમાં સાવરકુંડલાના ધારાસભ્‍ય દુધાત અને ધારાસભ્‍ય લાઠી વિગેરે જિલ્‍લા કોંગ્રેસના જવાબદારોએ આ યાર્ડમાં મારા સ્‍થાને ભાજપનાપૂર્વ ધારાસભ્‍ય (ત્રણ ટર્મ) કાળુભાઈ વિરાણીને લાવવા માટે તન-મન-ધનથી કામ કરેલ. એક કોંગ્રેસને વરેલા મારા જેવા કાર્યકરને એ.પી.એમ.સી.ની ચૂંટણીમાં મદદ કરવાને બદલે મને દૂર કરીને એ.પી.એમ.સી. ભાજપને હવાલે કરવા સેટીંગ અને મહેનત કરેલ તેનાથી હું પહેલી વખત હૃદયથી ભાંગી પડયો છું અને અમરેલી જિલ્‍લામાં પાર્ટીમાં મહેનત, લાયકાત જેવી મેરીટ બાબતે કોઈ રક્ષણ નથી તેવું અનુભવી રહયો છું. એટલે આપ સૌની સાથે રાજયના મારા જેવા અન્‍ય કોંગ્રેસમેનોનું ઘ્‍યાન દોરાય તે માટે હું તા.3/11ના રોજ સવારે 11 થી ર કલાક દરમિયાન રાજીવગાંધી ભવન, પ્રદેશ કોંગ્રેસ સમિતિ સમક્ષ ધરણા કરવાનું નકકી કરેલ છે. તેની પાછળનો મારો કોઈ હેતુ રાજકીય બ્‍લેકમેઈલીંગ કે સ્‍ટંટ નથી મારે કોઈની વિરૂઘ્‍ધ ફરિયાદ કે રજૂઆત નથી કે આ માઘ્‍યમથી મારે કોઈના વિરૂઘ્‍ધ શિસ્‍ત ભંગ કે કોઈ પ્રકારની માંગણી માટે આ કાર્યક્રમ નથી જેની નોંધ લેશો. મારા આ કાર્યક્રમનો હેતુ માત્ર અમરેલી જિલ્‍લામાં કેવું ચાલે છે મેરીટને સ્‍થાને મની, પાર્ટીને બદલે પરિવાર, નિષ્ઠાને બદલે નાતના પેરામીટરથી બધુ ચાલે છે. જેમાં કોંગ્રેસ કલ્‍ચરથી કામ કરતા જીવન જીવતા માણસો માટે કેટલું દુષ્‍કર્ષ છે તેના તરફ પણ આપ સૌનું ઘ્‍યાન જાય તે માટે છે. આ કાર્યક્રમનું યોગ્‍ય અર્થઘટન કરવાઅંતમાં જણાવેલ છે.