Main Menu

મગફળીની ‘‘ઓનલાઈન ખરીદીમાં” ગોકળગાયની ગતિ

સાવરકુંડલા એપીએમસીમાં રાતના 3 વાગ્‍યાથી મગફળીનું રજીસ્‍ટ્રેશન કરાવવા માટે ખેડૂતો ઉભા રહૃાા

મગફળીની ‘‘ઓનલાઈન ખરીદીમાં” ગોકળગાયની ગતિ

સર્વર ધીમું ચાલતું હોવાથી મોડી રાત્રીએ ખેડૂતોએ હોબાળો મચાવતાં અધિકારી દોડી ગયા

જગતાત ગણાતાં ખેડૂતોને વાવણી, લરણી બાદ ખેતપેદાશનાં વેચાણમાં પણ મુશ્‍કેલી

અમરેલી, તા. ર

સરકાર ઘ્‍વારા ખેડૂતોની ટેકાના ભાવની મગફળી ખરીદવાની ઓનલાઈન પ્રક્રિયા કાલથી આરંભ થઈ છે. પણ ઓનલાઈન સર્વર સાવ મંદ ગતિએ ચાલતું હોવાથી ખેડૂતોએ રાતના 3 વાગ્‍યાથી લાઈનો એપીએમસીમાં લગાવી છે. સાવરકુંડલા એપીએમસીમાં રાતના 3 વાગ્‍યાથી મગફળીનું રજીસ્‍ટ્રેશન કરાવવા માટે ખેડૂતો ઉભા રહૃાા છે. 300 આસપાસના ખેડૂતો દિવાળી હોવાથી ટેકાના ભાવની મગફળીનું રજીસ્‍ટ્રેશન કરાવવા અધીરા બન્‍યા છે. 3 વાગ્‍યાથી ખેડૂતો રજીસ્‍ટ્રેશન માટે ટળવળી રહૃાા છે પણ સર્વર સાવ ધીમું ચાલુતં હોવાથી ખેડૂતોને રજીસ્‍ટ્રેશન થતું ન હોવાની ફરિયાદો ઉઠાવી રહૃાા છે. ઓનલાઈન પ્રક્રિયાના પ્રથમ દિવસે ફકત 8ર ખેડૂતોની ઓનલાઈન એન્‍ટ્રી થઈ હોવાથી રાતથી ખેડૂતોએ રજીસ્‍ટ્રેશન માટે લાઈનો લગાવી છે. ખેડૂતોની ટોકન આપવાની માંગ ઉભી થઈ છે. ખેડૂતોએ રાતના લાઈનો લગાવી છે પણ સર્વર જ ચાલતું ન હોવાથી ખેડૂતોને પરેશાની ભોગવવી પડી રહી છે. રાતના           કંટાળેલા ખેડૂતોએહોબાળો કરતા પ્રાંત કલેકટર એપીએમસીએ પહોંચીને ખેડૂતોને સમજાવટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ઘ્‍વારા ખેડૂતોને લાઈનોમાં રાખવાની તજવીજ હાથ ધરાઈ છે પણ ખેડૂતોમાં હજુ રોષ ભભુકી રહૃાો છે.