Main Menu

અમરેલી ટેક્ષ બાર એસોસીએશન ર્ેારા જી.એસ.ટી.ની સમસ્‍યા અંગે રજૂઆત : આવેદનત્ર પાઠવવામાં આવ્‍યું

જી.એસ.ટી.ની આંટીઘૂંટીથી વેપારીઓ પરેશાન

અમરેલી ટેક્ષ બાર એસોસીએશન ર્ેારા જી.એસ.ટી.ની સમસ્‍યા અંગે રજૂઆત

કલેકટરને આવેદનત્ર પાઠવવામાં આવ્‍યું

અમરેલી, તા. ર

અમરેલી ટેક્ષ બાર એસોસીએશન ર્ેારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, જીએસટી નેટવર્ક પર એક સાથે અંદાજે લાખોની સંખ્‍યામાં રિટર્ન ફાઈલ થઈ શકે છે અને દેશમાં જીએસટી નો.ધરાવતા વેપારીની સંખ્‍યા 1.14 કરોડ છે એટલે કે સર્વરને અપગ્રેડ કરવું પડે તેની કેપેસિટી વધારવી જોઈએ. જેથી વેપારીઓ સરળતાથીપોતાના કાર્યો કરી શકે અને લેટ ફી માંથી બચી શકે.

અનેકોનેક કિસ્‍સાઓ એવા છે જેમાં વેપારીઓએ અનેક વખત – દિવસો દિવસ પ્રયત્‍ન કર્યા પછી પણ જીએસટી કંપલાયન્‍સ કરી શકયા નથી અને જેથી તેઓને ઓછા ઘણા અંશે નાણાકીય નુકશાન થયેલ છે. આવું થવું કુદરતી ન્‍યાયનાં સિઘ્‍ધાંતની વિરુઘ્‍ધ છે અને જેથી વેપારીઓનાં લોગ-ઈન માં એક એકટીવીટી રિપોર્ટ જનરેટ થાય અને જેના આધારે વેપારીઓએ કરેલ પ્રયત્‍નોની નોંધ સિસ્‍ટમજ કરે તેવી વ્‍યવસ્‍થા ઉભી કરવા માટે માંગણી છે આવું થશે તો અનેક કિસ્‍સાઓમાં વેપારીઓને લેટ – ફી માંથી મુકિત મળશે અને જીએસટી સિસ્‍ટમની નબળાઈઓ પણ પ્રજા સામે દસ્‍તાવેજી પુરાવા સાથે રજુ કરી શકાય.

રિફંડની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે અનેક કિસ્‍સાઓમાં વેપારીઓને રિફંડ 90 દિવસે પણ મળતું નથી આવા સંજોગોમાં સિંગલ વિન્‍ડો રિફં કલીરન્‍સ સિસ્‍ટમ ડેવલપ કરવા માટે અને રીફંડની અરજીનો નિકાલ માત્ર ર0 દિવસમાં કરવાની માંગણી થયેલ છે.

આજે જીએસટી નેટવર્ક સામે કોઈ તકલીફ હોય તો વેપારીઓ કે કર-વ્‍યવસાયીઓ જીએસટી હેલ્‍પ સેન્‍ટરમાં ફોન કરી કરી થાકી જાય છે.અત્‍યારના હેલ્‍પ લાઈન પરથી કોઈ હેલ્‍પ મળતી જ નથી અને હાસ્‍યાસ્‍પદ જવાબ મળે છે. અનેક કિસ્‍સામાં અમદાવાદ-દિલ્‍હી સુધી વેપારીઓએ ધક્કાખાવા પડેલ છે. તેના પણ દાખલા છે. આવા સંજોગોમાં દરેક તાલુકા કક્ષાએ જીએસટી નેટવર્કના અધિકારીઓની નિમણુંકની તથા પ્રાદેશિક ભાષામાં હેલ્‍પ લાઈન સેન્‍ટરો હોવા જોઈએ તેવી માંગણી કરેલ છે.

દરેક રિટર્ન સિંગલ કલીક થી ભરાવા જોઈએ જે વેટ કાયદામાં જોગવાઈ હતી તેવી જોગવાઈ હોવી જોઈએ. કોઈ પણ વેપારી એક મહિના માટેના જીએસટી કાયદા હેઠળની દરેક જવાબદારી અને દરેક પત્રકો એક -કિલક કરીને ભરી શકે અને બાકીનો સમય પોતાના ધંધા -રોજગારમાં વિતાવી સરકારન આવક તથા દેશનાં અર્થતંત્રને આગળ વધારવામાં વાપરી શકે.

ટેકસ અને રિટર્ન ભરવા વચ્‍ચે ઓછામાં ઓછો 10 દિવસનો સમય ગાળો હોવો જોઈએ. કારણ કે ઘણી વખત ચલણ ભરાયા બાદ કેશ લેજરમાં નથી દેખાતા અને ત્‍યાં સુધી વેપારી રિટર્ન નથી ભરી શકતા.

આરસીએમ બાબતે          સરળીકરણ હોવું જોઈએ અને આરસીએમ લાગુ પાડવા માટે ડિજિટલ અને બેકિંગ સિસ્‍ટમ હેઠળ થયેલ વ્‍યવહારોને મુકત કરવા જોઈએ.

તમે રિટર્ન રીવાઈઝ થઈ શકવા જોઈએ વેપારીને તેની ભૂલ સુધારવાનો મોકો મળવો જોઈએ.

જીએસટી હેઠળ રાહતો અનેક વખત મોડી આપવામાં આવે છે, નાના વેપારીઓ કે જેઓ કંપોજિશન વેરો ભરે છે તેઓનાં પત્રક ભરવાના છેલ્‍લા દિવસનાં આગલા દિવસે સતત બે વખત કેવી રીતે પત્રક ભરવા તે બાબતે ખુલાસો કરવામાં આવેલ છે. તેવી જ રીતે અનેક વખત કોઈ પત્રકોની સમયમર્યાદા પૂર્ણ થયા પછી તેની મુદત વધારવામાં આવે છે. આ રાહત શા માટે આટલી મોડી આપવામાં આવે છે ? આવી પ્રેકટીશ બંધ થાય તેવી માંગણી કરવામાં આવેલ છે.

કોઈ ત્રાહિત અને બિનસરકારી વ્‍યકિતઓનો સમૂહ જીએસટીની સિસ્‍ટમ અને તેની પર થતી કોઈ પ્રક્રિયા બાબતે પ્રમાણપત્ર ન આપે ત્‍યાં સુધી તે પ્રક્રીયા પર કોઈ પેનલ્‍ટી કે લેટ ફી લેવાવી ન જોઈએ.

પોર્ટલની ખામીનેકારણે છેલ્‍લા દિવસે રિટર્ન ના ભરી શકનાર વેપારીને પેનલ્‍ટીમાંથી મુકિત મેળવી જોઈએ.

જીએસટીઆર9 કે જે વાર્ષિક પત્રક છે જે નાણાકીય વર્ષ બાદ 9 મહિનાની અંદર ભરવાનું હોય છે અને આજ દિવસ સુધી તેની યુટીલીટી સરકાર ર્ેારા નથી મુકવામાં આવી. આવા સંજોગોમાં સમયસર કંપાયાન્‍સ શકી જ નથી અને તેથી સરકાર પહેલા વાર્ષિક પત્રકની યુટીલીટી સિસ્‍ટમ પર ઉપલબ્‍ધ કરે અને વાર્ષિકપત્રક ભરવામાટે 9 મહિનાનો સમય આપે તેવી માંગણી કરેલ છે. આ તારીખ 31/07/ર019 કરતાં વહેલી હોવી જોઈએ નહીં. આ સિવાય પણ પત્રકને કાયદા-પ્રણાલી અને સુસંગત બનાવવા તથા વ્‍યવહારુ બનાવવા માટે અનેક સૂચનો કરેલ છે.

આ દરેક સૂચનો જીએસટી સિસ્‍ટમ તથા પ્રણાલીનાં છે અને તેને આખા ભારતમાં નેશનલ એકશન કમિટી ઓફ જીએસટી પ્રોફેશનલ્‍સ ર્ેારા ઉપાડવામાં આવેલ છે. નેશનલ એકશન કમિટી ઓફ જીએસટી પ્રોફેશનલ્‍સનાં દરેક રાજયમાં અને કેન્‍દ્ર શાષિત પ્રદેશમાં કો ઓર્ડિનેટર છે અને તેની વધુ એક માંગણી દરેક કર વ્‍યવસાયિકોને જીએસટી કાયદા હેઠળ સમાન ન્‍યાય મળે તે માટેની પણ છે. જીએસટીનાં અમલીકરણમાં મહત્‍વનો ફાળો ભજવનાર જીએસટી પ્રોફેશનલ્‍સ ર્ેારા વેપારીઓનાં ફાયદા માટે કરાયેલ માંગણીઓને ભવિષ્‍યમાં અનેક નેતા- રાજનેતાઓ, વેપારી મંડળો તથા ચેમ્‍બરો અને સાંસદોવચ્‍ચે લઈ જવાના છે તેમ અંતમાં જણાવેલ છે.« (Previous News)