Main Menu

સાવરકુંડલાનાં ધારાસભ્‍યની કાર્યશૈલીથી મતદારોમાં રોષ : કમલેશ કાનાણી

હાઈ-ફાઈ લાઈફ સ્‍ટાઈલ અને જનતાલક્ષી કાર્યોમાં નિષ્‍ફળ રહેલ

સાવરકુંડલાનાં ધારાસભ્‍યની કાર્યશૈલીથી મતદારોમાં રોષ : કમલેશ કાનાણી

તાલુકા પંચાયતની આયોજનની ગ્રાન્‍ટ પણ અટકાવીને વિકાસ રૂંધવાનો કર્યો પ્રયાસ

ભાજપનાં મહામંત્રી કમલેશ કાનાણીએ ધારાસભ્‍ય દુધાતને ફરી ચૂંટણી લડીને વિજેતા થવા હાંકલ કરી

અમરેલી, તા. 1

ગત ર017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાત પ્રચારમાં મોટીમોટી ગુલબાંગો ફેકીને ખેડુતોને ભરમાવીને અને અનામત આંદોલનનાં સહારાથી ચૂંટાયા તો ખરા પણ ચૂંટણીમાં આપેલા વાયદા આજે 10 મહિના થવા છતાં પુરા કરેલ નથી. પ્રચાર દરમ્‍યાન ગામડે ગામડે ખેડૂતોને ભોળવી મત માંગનાર પ્રતાપ દુધાત આજે મતદારોને જોવા પણ મળતા નથી. સુરત, મુંબઈ, વિદેશોમાં સહેલગાહે ફરનાર ધારાસભ્‍યનાં ફોટા તેમજ વિડીયો, હોડીંગ્‍સ મતદારોને જોવા મળે છે.

ચૂંટણી પ્રચારમાં ગામડે ગામડે કમલેશ કાનાણી મતદારોને કહેતા હતા કે આ ભાઈ સુરત રહે છે ચૂંટણી પછી દેખાશે નહી, ખોટા વચનો, ગામડાની પ્રજાને ભોળવી મત લઈ જશે વગેરે. આજે મતદારો તે શબ્‍દોને યાદ કરી પછતાય છે. ત્‍યારે ધારાસભ્‍ય ન હોવા છતાં આજે અમારી કાર્યાલય શરૂ છે. અમે તથા તમામ ભાજપનાં કાર્યકરો લોકોની વચ્‍ચે જ છીએ. ગામ, ગરીબ, કિસાનની ચિંતા કરીને તેમનાં પ્રશ્‍નો ઉકેલવાનો ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા કાર્યરત છે. જે આજે મતદારો તેના મુખેથી બોલે છે.

પ્રતાપ દુધાત ધારાસભ્‍ય બન્‍યા બાદ પોતાનાં વિધાનસભા વિસ્‍તારમાં દેખાવાનું તો ઠીક પણ પૂર્વ મંત્રી વી.વી. વઘાસીયા તથા સાસંદનાં પ્રયત્‍નોથી મંજુર થયેલા રોડ, રસ્‍તા તથા અન્‍ય વિકાસનાં કામોનાં પોતાના નામે ખપાવી અધિકારી, કોન્‍ટ્રાકટરોને દબાવી પોતે ખાતમુર્હુત અને લોકાર્પણ કરેછે. 10 મહિનાનાં સમયકાળ દરમ્‍યાન પોતાના વિસ્‍તારમાં એક પણ રસ્‍તાનો જોબ નંબર લાવેલ નથી તેમજ ઉડીને આંખે વળગે તેવું એક પણ કામ કરેલ નથી. મોટી મોટી ગુલબાંગો ફેકવા સિવાય કંઈ નથી કર્યુ તેમ કમલેશ કાનાણીએ જણાવેલ છે.

એતો ઠીક પણ રાજય સરકાર તરફથી શહેર તથા વિકાસનાં કામોમાં રૂકાવટ કરીને ગામડાનો વિકાસ અટકાવવાના પ્રયત્‍નો ધારાસભ્‍ય ઘ્‍વારા કરવામાં આવી રહયા છે. સાવરકુંડલા તાલુકા પંચાયત આયોજનની ગ્રાન્‍ટ પ્રતાપ દુધાત ઘ્‍વારા લેખીતમાં વિરોધી કરીને ગ્રાન્‍ટ અટકાવેલ છે અને ગામડાનાં વિકાસને રુંધવાનો પ્રયત્‍ન કરેલ છે. જે સરપંચ તેમજ ગામડાનાં નાગરીકો સારી રીતે જાણે છે તેમ કમલેશ કાનાણીએ જણાવેલ છે.

અંતમાં કમલેશ કાનાણીએ પ્રતાપ દુધાતને ચેલેન્‍જ કરી છે કે, ફરી વખત ધારાસભાની ચૂંટણી લડી બતાવે. 1પ હજાર મતથી પરાજય નિશ્ચિત છે. કા.કે. તે આ ધારાસભ્‍યને મતદારો ઓળખી ગઈ છે. હવે છેતરાવાની નથી ગત ચૂંટણીમાં મોટી મોટી ગુલબાંગો ફેકનારને પ્રજા જાકારો આપશે તે નિશ્ચિત છે તેમ કમલેશ કાનાણીએ જણાવેલ છે.(Next News) »