Main Menu

નર નારાયણ આશ્રમનાં પુજારીની સમાધિ લેવાની ચીમકી

ગામનાં ગૌચરમાં થયેલ દબાણ દુર કરવા માટે તંત્ર કશું કરતું નથી

ન્‍યાય નહી મળતાં નર નારાયણ આશ્રમનાં પુજારીની સમાધિ લેવાની ચીમકી

6 મહિનાથી ગૌચર દબાણ દુર કરવાની માંગ છતાં ગૌ-પ્રેમી કોઈ શાસકો કાર્યવાહી કરતા નથી

દબાણકર્તાને કોંગી આગેવાનોનું સમર્થન હોવાનું જણાવતાં રાજકારણ ગરમાયું

અમરેલી, તા. 1

દેશને આઝાદી અપાવીને આઝાદીનાં લડવૈયાઓએ સેવેલ સપના ચકનાચુર થઈ ગયા છે. દેશનાં આમ નાગરિકને ન્‍યાય આપવામાં શાસકો સદંતર નિષ્‍ફળ સાબિત થઈ રહૃાા છે. ન્‍યાય માટે આમ આદમીને આત્‍મવિલોપન કરવાની ચીમકી આપવી પડે તેવી હાલત જોવા મળી રહી હોય શાસકોને હવે કોઈ શરમ-સંકોચ જોવા મળતો નથી.

દરમિયાનમાં લાઠીનાં ભીંગરાડ ખાતે આવેલ નર નારાયણ આશ્રમનાં પુજારી મનસુખભાઈ રામાવતે કલેકટરને પત્ર પાઠવીને ગૌ-ચર જમીન દબાણ, હુમલો, કોર્ટ કાર્યવાહી અંગે વિસ્‍તૃત વિગતો જણાવીને શનિવારે જીવતા સમાધિ લેવાની ચીમકી આપી છે.

પત્રમાં જણાવેલ છે કે, ભીંગરાડ ગામના સ.નં. 86 પૈ. 1 ઉપરના ગૌચરમાં ગામના ઉદ્યોગપતિ માણેકભાઈ શામજીભાઈ લાઠીયા ઘ્‍વારા દબાણ કરેલ છે. તે બાબતે હું છેલ્‍લા 6 માસથી લેખીત તથા મૌખીકમાં અવાર-નવાર રજુઆત કરેલ પણ મને કોઈપણ પ્રકારનો ન્‍યાય કે મારી અરજી બાબતે કાર્યવાહી કરવામાં નહિઆવતા છેવટે મારે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવી પડેલ. તે પીઆઈએલની સુનાવણી તા. ર6/9/18નાં રોજ થયેલ. તેમાં ગૌચરના દબાણકર્તા માણેકભાઈ શામજીભાઈ લાઠીયા તથા તાલુકા વિકાસ અધિકારીને નોટીસ ઈસ્‍યુ થયેલ. આ બાબતે માણેકભાઈ લાઠીયા પોતાને ત્‍યાં કામે રાખેલ માણસ ઈસુબભાઈ હાજીભાઈને મને મારી નાખવાની તથા મારા આશ્રમમાં ટાોળ સાથે લઈને મોબ લીંચીગ ઉભુ કરીને મને ખતમ કરવા મારા આશ્રમ ઉપર તા. ર9/10/18નાં રોજ સાંજના 6:1પ કલાકે ટોળા સાથે ગેરકાયદેસર મંડળી રચીને મૂર્તિ તોડી ખંડીત કરીને સમાજમાં હિન્‍દુ-મુસ્‍લીમનાં તોફાનો ઉભું થાય તેવું કાવતરૂ કરનાર માણેકભાઈ શામજીભાઈ લાઠીયા કોંગ્રેસના કાર્યકર છે અને ભાજપની સરકાર બદનામ થાય તેવું કાવતરૂ કરીને તોફાન કરાવેલ. તે બાબતે લાઠી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ દાખલ થયેલ. મેં મારા આશ્રમમાં બનાવ બને તે તા. 30/10/18નાં રોજ રાત્રે 1:30 કલાકે આ બનાવને અંજામ આપનાર માણેકભાઈ લાઠીયા ઉપર ધોરણસર ફરિયાદ દાખલ કરવા અરજી આપેલ છે.

વધુમાં જણાવેલ છે કે, મેં અગાઉ તા. 1/10/18ના રોજ મરણોતર સોગંદનામું અરજી સાથે રજુ કરેલ છે. તે અરજી બાબતે પોલીસ તરફથી કોઈ કાર્યવહી કરવામાં નહિ આવતાં આ માણેકભાઈ લાઠીયા પોતાના માણસો તથા મળતીયા ઉભા કરીને ટોળાશાહીનોબનાવ મોબ લીચીંગ જેવી બાબત ઉભી કરી કરાવી કાવતરૂ રચ્‍યું હોવા છતાં હજી સુધી આ માણસ ઉપર એફ.આર.આઈ. દાખલ થયેલ નથી. હું સાધુ હોવા છતાં એવું લાગે છે કે, ઉદ્યોગપતિના ઈસારે પોલીસ કાર્યવાહી કરે છે. જેથી હું તા. 30/10/18થી ઉપવાસ ઉપર ઉતરેલ છું. શુક્રવાર સાંજ સુધીમાં માણેકભાઈ લાઠીયા ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નહિ આવે તો હું શનિવાર તા. 3/11/18નાં રોજ મારા નર નારાયણ આશ્રમમાં જીવતા સમાધી બપોરના 1રઃ4પ કલાકે લઈશ. તેની સઘળી જવાબદારી પોલીસ તંત્રની રહેશે તેમ અંતમાં જણાવેલ છે.