Main Menu

સાવરકુંડલાનાં ખેડૂત સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

અમરેલી જિલ્‍લાને ખેડૂતો, પશુપાલકોનાં હિતમાં તાત્‍કાલિક અછતગ્રસ્‍ત જાહેર કરો

સાવરકુંડલાનાં ખેડૂત સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

સાવરકુંડલા, તા. 31

સાવરકુંડલા ખેડૂત સમાજે આજે મામલતદાર મારફત મુખ્‍યમંત્રીને આવેદનપત્ર પાઠવેલ છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, સૌરાષ્‍ટ્રમાં છેલ્‍લા ત્રણ ચોમાસાથી વરસાદ અનિયમિત અથવા અપુરતો રહૃાાં કરે છે અને સિંચાઈની સગવડોનાં જેટલા પણ દાવા સરકારે કર્યા છે તે તમામ તોકળ સાબિત થયા છે. આજે પ0 ટકાથી વધારે ખેડૂતો વરસાદી ખેતી પર આદર રાખે છે. એવા સમયે અપુરતો વરસાદ, સિંચાઈની સગવડોનાં અભાવે તેમજ નીચા ભાવને કારણે સૌરાષ્‍ટ્રનાં ખેડૂતોને દેવું વઘ્‍યું છે. તેના કારણે ખેડૂતોના આપઘાતનાં બનાવો પણ વઘ્‍યા છે. જે ભૂતકાળમાં બહુજ જુજ હતા જેને લઈને ચાલું વર્ષમાં ખેડૂતોની હાલત બિલકુલ કફોડી હોવાથી તાત્‍કાલિક ધોરણે અમરેલી જિલ્‍લાને અસરગ્રસ્‍ત જાહેર કરવા માટેની માંગણી કરીએ છીએ.

વધુમાં જણાવેલ છે કે, જયારે પાકવીમા બાબતે અમરેલી જીલ્‍લાનાં ર36 ગામડાઓને પાકવીમાથી વંચિત રહૃાા છે તેમને તાત્‍કાલિક ધોરણે પાકવીમો મળે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવે.

ખેડૂતોનીનબળી પરિસ્‍થિતિ, કુદરતી આફતો અને સરકારની ઉપેક્ષાઓને ઘ્‍યાને લઈને જેમ ભારતનાં બીજા રાજયોમાં ખેડૂતોનાં દેવા માફ કરવામાં આવ્‍યા અને તેમને વીજળી મફત કરી આપવામાં આવી છે તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોને પણ મફત વીજળી અને તેમના દેવા માફ કેમ નાં થઈ શકે ?

વધુમાં જણાવેલ છે કે, સાવરકુંડલા તાલુકાની સાથોસાથ અમરેલી જિલ્‍લાને તાત્‍કાલિક ધોરણે અસરગ્રસ્‍ત જાહેર કરવામાં આવે, અમરેલી જિલ્‍લાનાં ર36 ગામડાઓને પાકવીમાથી વંચિત રાખવામાં આવેલ છે તેમને પાકવીમાનું વળતર મળે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવે, સૌરાષ્‍ટ્રમાં સિંચાઈનો અભાવ હોવાથી સૌરાષ્‍ટ્રની જીવાદોરી સમાન જે કલ્‍પસર યોજનાનું કામ ફટાફટ ચાલું કરવામાં આવે, ખેડૂતોના તમામ દેવાઓ માફ કરવામાં આવે.  આમ અમરેલી જિલ્‍લાના ખેડૂતો અને ગામડાઓમાં વસતા તમામ લોકોને મુશ્‍કેલીઓ પડી રહી છે તેમને ઘ્‍યાને લઈને આ અંગેની રાહત આપવા યોગ્‍ય કરવા અંતમાં માંગ કરેલ છે.