Main Menu

ધારીમાં વનવિભાગની કાર્યશૈલી સામે રોષની આંધી

સ્‍થાનિક આગેવાનોએ પ્રધાનમંત્રી અને મુખ્‍યમંત્રીને આવેદનપત્ર પાઠવ્‍યું

ધારીમાં વનવિભાગની કાર્યશૈલી સામે રોષની આંધી

તાલુકા વિકાસ સમિતિનાં નેજા હેઠળ તમામ આગેવાનો પક્ષાપક્ષીથી દુર થઈને એક બન્‍યા

અમરેલી, તા. ર9

ધારી તાલુકા વિકાસ સમિતિએ આજે સ્‍થાનિક અધિકારી મારફત પ્રધાનમંત્રી અને મુખ્‍યમંત્રીને આવેદનપત્ર પાઠવીને વનવિભાગની કાર્યશૈલી સામે નારાજગી વ્‍યકત કરી છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, તાજેતરમાં ધારી તાલુકાનાં શેમરડી ચેકપોસ્‍ટ વિસ્‍તારમાં વન વિસ્‍તારમાં ર7 સિંહો મૃત્‍યુ પામ્‍યા છે. તો આ સિંહોના મૃત્‍યું માટે જવાબદાર વન વિભાગ છે કે કેમ ? તેવા પ્રશ્‍નો આમ પ્રજામાં ચર્ચાય છે. તેમજ આ તાલુકાના પ્રજાજનો સિંહોની વસ્‍તી વચ્‍ચે છેલ્‍લા પ0 વર્ષથી વસવાટ કરતાં હોય, ખુબ જ લાગણી, સહિષ્‍ણુતા ધરાવે છે. તેમજ આ ર7 સિંહોના મૃત્‍યું બાબતે વન વિભાગની નિષ્‍કાળજી છે કે કેમ ?તેની કોઈ તપાસ કરવામાં આવતી નથી. વન વિસ્‍તારમાં સિંહોને રેવન્‍યુ વિસ્‍તારમાં મારણ કરેલ કે મરી ગયેલ પશુઓને વન વિભાગના જ વાહનો દ્વારા ફેરવી વન વિસ્‍તારમાં મારણ કે મૃતપશુઓના મૃતદેહો, સિંહોના ખોરાક માટે નાખવામાં આવે છે. તો શું આ ખોરાકથી સિંહોના મૃત્‍યુ થયેલ છે કે કેમ ? તેની તપાસ ઉચ્‍ચ કક્ષાએથી થયેલ અથવા થયા હોવાની કોઈ જાહેરાત વન વિભાગ કે સરકાર તરફથી કરવામાં આવેલ નથી. તો શું આમ જનતા સિંહોનું જતન કરે છે અને વન વિભાગની સતત નિષ્‍કાળજીના કારણે વારંવાર સિંહોના મૃત્‍યું થાય છે. તો સરકાર તરફથી તમામ સિંહોનાં મૃત્‍યું બાબતે અન્‍ય વિભાગ, સી.આઈ.ડી. કે ઉચ્‍ચ કક્ષાની કમિટિ દ્વારા ઉચ્‍ચ કક્ષાએ તપાસ થાય તેવી આ તાલુકાની સમતિ પ્રજાની લાગણી અને માંગણી રહે છે. આમ, પ્રજાજનોની માલીકીની જમીનો, ખેતરો કે જાહેર રોડ, રસ્‍તા, જાહેર સ્‍થળોએ પસાર થતાં સિંહોના અવર-જવરના સમયે સામાન્‍ય પ્રજાજનો સિંહદર્શન કરતા હોય તો વન વિભાગ દ્વારા દંડ તથા ફરીયાદો કરવામાં આવે છે. તો આટલી મોટી સંખ્‍યામાં સિંહોના મૃત્‍યુ બાદ વન વિભાગ મૌન કેમ સેવી રહયું છે ? શું વન વિભાગની આ મૃત્‍યુ બાબતે કોઈની જવાબદારી જ નથી ?

વધુમાં જણાવેલ છે કે, અંદાજે 40 થી 4પ બિનખેતીની અરજીઓ તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્‍લાવિકાસ અધિકારીની કક્ષાએથી ફકત વન વિભાગના એન.ઓ.સી.નહી મળવાના કારણે છેલ્‍લા ર કે 3 વર્ષથી પડતર રહેવા પામેલ છે. તો સરકાર દ્વારા શા માટે આ અરજીઓ પડતર રાખવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી તે એક મોટો સવાલ આ તાલુકાની પ્રજામાં ઉભો થયેલ છે. શું વન વિભાગ ગુજરાત સરકારના નિયંત્રણ હેઠળ છે કે કે ? તેવા પ્રશ્‍નો પ્રજાના મુખે વારંવાર ચચાય છે. જેના કારણે હાલની સરકારની છબી ખરડાય છે. તો હવે કયારે આ પ્રશ્‍નનું નિરાકરણ થશે ?

વધુમાં જણાવેલ છે કે, (ર) ધારી તાલુકામાં મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ધારી ગામે આંબરડી સફારી પાર્કનું ઉદઘાટન કરી લોકાર્પણ કરવામાં આવ્‍યા બાદ આ સફારી પાર્કમાં આવતાં પ્રવાસીઓ માટે આવશ્‍યક સુવિધાઓ જેવી કે, બેસવા, રહેવા માટેની, ચા-નાસ્‍તાની સુવિધા, છાપા માટે શેડ, નાસ્‍તા માટે કેન્‍ટીન, પીવાના પાણીની સુવિદ્યા, શૌચાલય જેવી સામાન્‍ય સુવિદ્યાઓ પણ ઉપલબ્‍ધ નથી. વન વિભાગ પાસે હાલ આંબરડી સફારી પાર્ક માટે ફાળવેલ ગ્રાન્‍ટ પૈકી હજુ પણ 60 થી 70 લાખ જેટલી રકમ બચત હોવાનું જાણવા મળેલ છે. તો શા માટે વન વિભાગ સુવિદ્યા ઉપલબ્‍ધ કરી શકતું નથી ? તે પ્રશ્‍ન આ તાલુકાની પ્રજામાં વારંવાર ચર્ચાય છે અને પ્રજામાં એવી છાપ ઉભી થયેલ છે કે, શું વન વિભાગ આ પ્રોજેકટવિકસાવવાના બદલે બંધ કરવાના પ્રયાસમાં લાગી ગયેલ છે કેમ ? તેની તપાસ થવી જરૂરી લાગી રહી છે.

વધુમાં જણાવેલ છે કે, આંબરડી સફારી પાર્કનું લોકેશન કુદરતી સૌદર્ય તેમજ હાઈટ ઉપર બનાવવામાં આવેલ હોય, શા માટે આ સફારી પાર્કમાં સિંહ દર્શન ઉપરાંત અન્‍ય સુવિદ્યાઓ જેવી કે, ગાર્ડન, વન્‍ય પ્રાણીઓને સંગ્રહાલય બનાવવાનું વન વિભાગને વિચાર આવતો નથી. આંબરડી સફારી પાર્કની નજીક ખોડીયાર ડેમ, માતાજીનું મંદિર આવેલ હોવા છતાં વન વિભાગની નિષ્‍કાળજી અને નકારાત્‍મક કામગીરીના કારણે આંબરડી સફારી પાર્કનું સરકાર દ્વારા જતન કરવામાં નહી આવે તો નજીકના ભવિષ્‍યમાં જ આ પ્રોજેકટનું બાળમરણ થઈ જશે તેવી ધારી તાલુકાના પ્રજાજનોમાં ભય ઉભો થયો છે.

વધુમાં ધારી તાલુકામાં આવેલ બિન અધિકૃત (લાયસન્‍સ વગરના તમામ આહારગૃહો, હોટલ, રેસ્‍ટોરન્‍ટ બંધ કરવા માટેની મીટીંગ યોજી મામલતદાર દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવે છે. જેમાં ધારી ગામની રેસ્‍ટોરન્‍ટ, આહારગૃહો, ગેસ્‍ટ હાઉસનો સમાવેશ કરવામાં આવેલ છે. તો શું વન વિભાગ એમ માને છે કે, ર8 સિંહોના મૃત્‍યું ધારી શહેરની આહારગૃહો, હોટલ, રેસ્‍ટોરન્‍ટ, ગેસટ હાઉસના કારણે મરણ પામેલ છે ? વન વિભાગ દ્વારા સર્વે કરાયેલ હોટલ, આહારગૃહ, રેસ્‍ટોરન્‍ટો વીસ-વીસ વર્ષથી ચાલુ છે. જયારેઈકો સેન્‍સીટીવ ઝોનનો જન્‍મ થયો ન હતો.

વધુમાં જણાવેલ છે કે, (4/4) સરકાર દ્વારા ધારી તાલુકાની ભૌગોલીક પરિસ્‍થિતિ મુજબ આવેલ પ્રવાસન સ્‍થળો, ખોડીયર ડેમ મંદિર, દાનબાપુની જગ્‍યા, હિંગળાજ માતા મંદિર તેમજ નજીકના પ્રવાસન      સ્‍થળો, સોમનાથ, સતાધાર, પરબધામ, તુલસીશ્‍યામ, દિવ વિ.પ્રવાસન સ્‍થળોની મઘ્‍યમાં ધારી હોય, પ્રવાસન માટે ધારી શહેર અને તાલુકો હોય સરકાર દ્વારા આ પ્રવાસનને પ્રોત્‍સાહન માટે સર્વે કરવામાં આવેલ તેમજ ટુરીઝમ અંતર્ગત ખોડીયાર ડેમ સાઈટને ડેવલપ કરવા બોટીંગ, ટુરીઝમ, હોટલ, ગાર્ડન, રેસ્‍ટોરન્‍ટ વિગેરે સુવિધાઓ માટે ગ્રાન્‍ટ ફાળવણીનું પણ આયોજન કરવામાં આવેલ પરંતુ વન વિભાગની નિતીના કારણે આ તાલુકાને પ્રવાસન માટે કોઈ ગ્રાન્‍ટ ફાળવણી આજદિન સુધી થયેલ નથી. તો ધારી તાલુકાને ટુરીઝમ ઝોન તરીકે પસંદ કરી ખાસ કિસ્‍સામાં પ્રવાસન સંલગ્ન સુવિધા માટે ઝડપી મંજુરીઓ અને માર્ગદર્શન મળે તેવી આ તાલુકાની પ્રજાજનોની લાગણી છે. તો સરકાર કક્ષાએથી થયેલ સર્વે મુજબ ખોડીયાર ડેમ સાઈટને વહેલી તકે વિકસાવવા પ્રજાજનોની માંગણી પહોંચાડીએ છીએ.