Main Menu

આલેલે : વીજપડીમાં ગામજનોએ સ્‍થાનિક ધારાસભ્‍યનું રોષભેર સ્‍વાગત કર્યુ

લોકસભાની ચૂંટણીને લઈને મુલાકાત કરી હોવાનો આક્ષેપ

આલેલે : વીજપડીમાં ગામજનોએ સ્‍થાનિક ધારાસભ્‍યનું રોષભેર સ્‍વાગત કર્યુ

સ્‍થાનિક ગામ પંચાયતની કામગીરી સામે પણ નારાજગી ઉભી થઈ

વીજપડી, તા. ર9

સાવરકુંડલા તાલુકાનાં વીજપડી ગામે ધારાસભ્‍યનાં સન્‍માન સમારંભમાં વીજપડીનાં નાગરીકોએ પંચાયત તેમજ ધારાસભ્‍ય ઉપર પોતાનો રોષ વ્‍યકત કર્યો કે લોકસભાની ચૂંટણી નજીક આવતા ધારાસભ્‍યએ આટલા સમયે દર્શન દિધા છે.

અને બીજુ કે અઢી વર્ષથી પંચાયતની બોડી આવ્‍યા પછી પણ પાણી, ગટર તેમજ બીજા અનેક પ્રકારનાં પ્રશ્‍નોમાં દિન પ્રતિદિન વધારો થાય છે. લોકોએ ધારાસભ્‍યને રજૂઆત કરેલ કે આ પંચાયતનાં   અઢી વર્ષનાં કોઈ વિકાસ ગામનો થયો નથી આજે ગટર અને પાણીનાં પ્રશ્‍નો ખૂબ મોટું સંકટ ઉભુ કરે તેવા છે. અને મેઈન બજાર અને બસ સ્‍ટેન્‍ડ ઉપર ગંદકીએ માજા મુકી છે. બસ સ્‍ટેન્‍ડમાં મુતરડી જાણે દારૂની કોથળી ભરવાનો ડબ્‍બો હોય તેવીછે. લોકોમાં તેવો પણ ગણગણાટ છે કે, પંચાયતમાં ચુંટાયેલા સતાધારી સિવાયનાં બીજા પોતાની મનમાની કરે છે. પંચાયત સિવાયનાં બીજા પોતાના અંગત વાંધા નાખીને ગામનાં વિકાસમાં રોડા નાખે છે. તો આવા અનેક પ્રકારનો રોષ વ્‍યકત કરીને ધારાસભ્‍યનું સન્‍માન કરેલ.