Main Menu

ગુજરાતમાં દુષ્‍કાળ, નિષ્‍ફળ પાક, ખેડૂતોની આત્‍મહત્‍યાનો ઉકેલ શોધો

આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદની માંગ : કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું

અમરેલી, તા. ર9

દેશભરમાં અને ગુજરાતમાં ખેડૂતોને યોગ્‍ય ભાવ નહી મળવાનાં કારણે ખેડૂત દેવાદાર થઈ ગયા છે. મોંઘા ખાતર, બિયારણ, જંતુનાશક દવા અને મજુરીને કારણે ખેડૂતોનું ખર્ચ વધી ગયુ છે. આ વર્ષે દુષ્‍કાળનાં કારણે પાક નિષ્‍ફળ ગયો છે. પરંતુ ખર્ચ તો થઈ ગયો છે. થોડા દિવસ પહેલા લાલપુર તાલુકાનાં વાવડી ગામનાં રાણાભાઈ ગગીયા નામનાં 4ર વર્ષનાં યુવાને આત્‍મહત્‍યા કરી તેમજ અમરેલી તાલુકાનાં ચાંદગઢ ગામનાં ભરતભાઈ ખુમાણ નામના ખેડૂતે પાક નિષ્‍ફળ જવાના કારણે આત્‍મહત્‍યા કરી તેમજ ચલાલા તાલુકાનાં ધારગણી ગામનાં ગભરૂભાઈ નામનાં ખેડૂતે આત્‍મહત્‍યા કરી તો આંતરરાષ્‍ટ્રિય હિન્‍દુ પરિષદ ડો. પ્રવિણભાઈ તોગડીયાની માર્ગદર્શન તળે આંતરરાષ્‍ટ્રિય હિન્‍દુ પરિષદ ખેડૂતો માટે કાર્યરત છે.

તો રાષ્‍ટ્રિય કિસાન પરિષદ માંગણી છે કે, દુષ્‍કાળગ્રસ્‍ત પરિસ્‍થિતિના કારણે જીવ આપી દીધેલ ખેડુતનાં પરિવારોને અગિયાર લાખ રૂયિયાનું વળતર આપે તેવી રાષ્‍ટ્રીય કિસાન પરિષદની માંગણી છે.

વધુંમાં જણાવેલ છે કે (1) ગુજરાત રાજયને અછતગ્રસ્‍ત જાહેર કરો (ર) 60 વર્ષની ઉપરના ખેડૂતને પેન્‍શન આપ.(3) સી-ર, પ્રમાણે ખેડૂતોને ઉપરનાં ભાવ આપો (4) રોજ અને ભૂંડથી ખેડૂતોનાં પાકને રક્ષણ આપો. (પ) ખેડૂતોને માત્ર દિવસનીપૂર્ણ વીજળી આપો. (6) ખેડૂતોનો માલ ગ્રામપંચાયતના તલાટી અને સરપંચ ર્ેારા ખરીદ કરે તેવી વ્‍યવસ્‍થા ઉભી કરે.

આ માંગણીઓ વહેલી તકે સ્‍વીકારીને ખેડૂતો યોગ્‍યન્‍યાય આપો નહીતર ખેડૂતોનો સામનો કરવા તૈયાર રહો.