Main Menu

અમરેલીમાં ‘અમર ડેરી’ દ્વારા શરદોત્‍સવની ભવ્‍ય ઉજવણી

               અમરેલીની અમર ડેરી આયોજીત મીલ્‍ક-ડે, શરદોત્‍સવ એ પારદર્શક વહીવટનુ પ્રતિક અને સ્‍વૈચ્‍છીક યોજાતોમહોત્‍સવ બની ચુકયો છે અને આ પ્રમાણેનુ આયોજન રાજયના અન્‍ય જીલ્‍લાઓના સંઘોએ પણ કરવુ જોઈએ તેવો ઉત્‍સાહપૂર્વકનો આશાવાદ અમરેલી ખાતે ડેરી આયોજીત કાર્યક્રમમા બોલતા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાધાણીએ વ્‍યકત કર્યો હતો. વિશાળ સંખ્‍યામા એકત્રીત થયેલ જિલ્‍લાના ખેડૂતો, પશુપાલકો, શ્રમજીવીઓ અને ખેલૈયાઓથી પ્રભાવીત પ્રદેશ પ્રમુખે જિલ્‍લાની સહકારી ટીમને અભિનંદન પાઠવેલ હતા સાથોસાથ અમરેલી જિલ્‍લામા રાજુલા-જાફરાબાદની રો-રો ફેરીની ટુક સમયમા મળનાર મંજુરીની વાત દોહરાવી આનંદમા ઉમેરો કરેલ હતો. અમર ડેરીના સ્‍થાપક-ગુજકોમાસોલ-જિલ્‍લા બેંકના ચેરમેન દિલીપ સંઘાણીએ ભાવસભર વકતવ્‍યમા જણાવેલ કે, આઝાદી પહેલાની ચળવળમા લોકોની આર્થીક સમસ્‍યા દૂર કરવા સહકારી ક્ષેત્ર અસરકારક પુરવાર થઈ શકે અને તે માટે સ્‍વેતક્રાંતિનુ કદમ ત્રિભોવનભાઈ પટેલે ભભ અમુલભભ નિર્માણથી શરૂ કર્યુ જે સમગ્ર રાજયના ખેડૂતો અને પશુપાલકો માટે રોજગારીનુ સર્જક બન્‍યુ, સંઘાણીએ વિશેષમા જણાવેલ કે, આ ડેરી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના સ્‍વપ્‍નને સાર્થક કરવા તરફ જઈ રહી છે અને તે છે મધ ઉછેર દ્રારા ખેડૂતોની આવકનો સ્‍ત્રોત વધારવાની. આ પ્રોજેકટને પણ વડાપ્રધાને મંજુરીની મહોર સાથે ર0 કરોડ અને  આઈસ્‍ક્રીમ પ્રોજેકટ માટે રૂા. ર0 કરોડ જેવી માતબર રકમની ફાળવણી કરીનેખેતિ-ખેડૂત અને શ્રમીકોને રોજગારીની વધુ તકો પુરી પાડવા પર કામગીરી થઈ રહયાનું જણાવેલ. શરદોત્‍સવમા સામેલ સાંસદ નારણભાઈ કાછડીયાએ પોતાના વકતવ્‍યમા જણાવેલ કે, અમરેલી જિલ્‍લાને મોટામા મોટી કોઈ રોજગારી આપતુ હોય તો તે અમર ડેરી છે અને તેથી આ જીલ્‍લાના ચહેરામા મોટી  ચમક ડેરીને કારણે જોવા મળી રહી છે. કાછડીયા એ જણાવેલ કે, ડેરીના વિકાસમા દિલીપભાઈ સંઘાણી અને પરશોતમભાઈ રૂપાલાનુ માર્ગદર્શન અને અશ્‍વિનભાઈ સાવલીયા, મુકેશભાઈ સંઘાણી સહીતની ટીમનુ કાર્ય પ્રસંશાને પાત્ર છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ પણ અમરેલી જિલ્‍લાના વિકાસ માટે 11 હજાર કરોડની રકમ રેલ્‍વે, નેશનલ હાઈ-વે, પાસપોર્ટ વિગેરે વ્‍યવસ્‍થા માટે ફાળવીને આ જિલ્‍લાના વિકાસમા પ્રાણપુરેલ છે. અમર ડેરીના ચેરમેન અને તાજેતરની તાલુકા પંચાયત ચૂંટણીમા ભારે લોકચુકાદાથી વિજયી નિવડેલા સ્‍પષ્‍ટવકતા અશ્‍વિનભાઈ સાવલીયાએ તળપદી ભાષામા જણાવેલ કે, અમર ડેરીનો પ્રારંભ ર007મા ર6 મંડળીઓ અને પ4ર લીટર દુધથી થયો જે આજે વટવૃક્ષ બનીને પ9ર મંડળીઓ અને ર લાખ લીટર દુધ કલેકશનનુ કામ કરતી અમર ડેરી આશરે રપ હજાર પરિવારને રોજગારી આપી રહી છે. દર 10 દિવસે 8 થી 9 કરોડનુ ચુકવણુ પશુપાલકોને કરવામા આવે છે જે વર્ષાતે ર40 કરોડનુ ચુકવણુ કરે છે.સાવલીયાએ વધુમા જણાવેલ કે, કેન્‍દ્રીય કૃષિ રાજય મંત્રી પરશોતમભાઈ રૂપાલા દ્રારા  ગીરગાયના ઉછેર માટે ગુજરાત રાજયમા પ્રથમ અમરેલીની પસંદગી કરવામા આવી છે જે માટેની વેટરનરી સુવિધા સાથેનો પ્રોજેકટ મંજુર થયેલ છે તેનો બહોળો લાભ ઉઠાવવા હાકલ કરી હતી. રાજય સરકાર દ્વારા પણ પશુપાલકોની આવક વધારવાના પ્રયાસરૂપ ડેરી ફાર્મીગ યોજના જેમા 1ર દુધાળા પશુઓ ખરીદવા, શેડ બનાવવા અને તેની આનુવાંશીક વ્‍યવસ્‍થાઓ માટે સબસીડીબલ પ્રોજેકટ મંજુર કરવામા આવેલ છે તેનો પણ લાભ ઉઠાવવા જણાવેલ. અત્રે એ નોંધનિય છે કે, અમર ડેરી દ્રારા ઉજવાતો મીલ્‍ક-ડે, શરદોત્‍સવની સુવાસ એટલી પ્રસરી છે કે, અમરેલી ઉપરાંત રાજકોટ, ધોરાજી, સુરેન્‍દ્રનગર જીલ્‍લાના ખેલૈયાઓ પણ આ કાર્યક્રમમા સામેલ થવા ઉમટી પડે છે. આ મહોત્‍સવ હવે સ્‍વૈચ્‍છીક બની ગયો છે અને સમગ્ર જિલ્‍લા અને જિલ્‍લા બહારની જનતા પણ આમા સામેલ થઈ રહી હોય સહકારી ક્ષેત્રે નોંધનીય બાબત કહી શકાય.