Main Menu

આનંદો : અમરેલીમાં પાસપોર્ટ સેવા કેન્‍દ્રનો પ્રારંભ : સરકારની અનમોલ ભેટ

એનડીએ સરકારની અમરેલી જિલ્‍લાની જનતાને અનમોલ ભેટ

આનંદો : અમરેલીમાં પાસપોર્ટ સેવા કેન્‍દ્રનો પ્રારંભ

એક સમયે પાસપોર્ટ મેળવવા અનેક પ્રકારની મુશ્‍કેલીઓ થતી હતી તે હવે દુર થઈ જશે

કેન્‍દ્રીયમંત્રી રૂપાલા, સાંસદ કાછડીયા અને પોસ્‍ટ વિભાગનાં અધિકારીઓ ઉપસ્‍થિત રહૃાા

અમરેલી, તા. ર7

કેન્‍દ્રીય કૃષિ, કૃષિ કલ્‍યાકણ અને પંચાયત રાજયમંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ અમરેલી પોસ્‍ટ ઓફિસ ખાતે પાસપોર્ટ સેવા કેન્‍દ્રનો પ્રારંભ કરાવ્‍યો હતો.

દીપપ્રાગટય કરી કેન્‍દ્રીય રાજયમંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્‍યું કે, પાસપોર્ટ એ રાષ્ટ્રીય દસ્‍તાવેજ છે. પાસપોર્ટ પ્રક્રિયા સરળ કરવા બદલ તેમણે ભારત સરકાર અને વિદેશ મંત્રાલયનો આભાર વ્‍યકત કર્યો હતો. પાસપોર્ટ માટેનું મહત્‍વ જણાવી તેમણે ઉમેર્યુ કે, લોકહિતને પ્રાથમિકતા આપતી પ્રજાભિમુખ કેન્‍દ્ર સરકારે સુવિધાલક્ષી કાર્યો કરી તે સુવિધાને ઘરઆંગણે પહોંચાડવાનું કાર્ય કર્યુ છે.

અમરેલી જિલ્‍લામાંથી વિદેશ જતા અને વસતા લોકો માટે પાસપોર્ટ સેવા કેન્‍દ્રની જરૂરિયાત વિશે પણ જણાવ્‍યું હતુ. તેમણે પોસ્‍ટ ઓફિસ સાથેના સંસ્‍મરણો તાજા કર્યાહતા. આયુષમાન ભારત અને ગેસ કનેકશન સહિતની યોજનાઓ વિશે માહિતી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

તેમણે તેમના પ્રવચનમાં શ્રી શ્‍યામજી કૃષ્‍ણ વર્મા, મહાત્‍માા ગાંધી, ડો. આંબેડકર, ડો. કલામ સહિતના વિભૂતિઓના સ્‍મારકો વિશે જણાવીને સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી તથા એકતા યાત્રા વિશે જણાવ્‍યું હતુ.

સાસંદ નારણભાઇ કાછડીયાએ કહ્યું કે, કેન્‍દ્ર સરકાર દ્વારા પાસપોર્ટ માટેના નિયમો-પ્રક્રિયામાં સરળીકરણ કરવામાં આવ્‍યું છે. સરળ, પારદર્શી તથા ઝડપી પ્રક્રિયા થતાં લોકોને પાસપોર્ટ કઢાવવા માટે પડતી મુશ્‍કેલીઓનું નિવારણ થયું છે.

અમરેલીમાં પાસપોર્ટ સેવા કેન્‍દ્ર શરૂ થતાં પાસપોર્ટ મેળવવા માટેની અરજી કરનારને દૂર-દુર જવાની આવશ્‍યકતા રહેશે નહિ અને નાગરિકોના સમય, શકિત અને નાણાની બચત થશે. અમરેલીમાં શરૂ થયેલ પાસપોર્ટ સેવા ઉપરાંતના વિવિધ વિકાસ કાર્યો અને સેવાઓ વિશે પણ સાસંદ કાછડીયાએ જણાવ્‍યું હતુ.

પ્રાદેશિક પાસપોર્ટ સેવાના વડા નિલમ રાણીએ સ્‍વાગત પ્રવચન કરતા કહ્યું કે, પાસપોર્ટ એ એવો દસ્‍તાવેજ છે જે વિદેશ યાત્રા માટે આવશ્‍યક છે. સદીઓથી ગુજરાતમાંથી વિદેશમાં આવાગમન થતું રહે છે અને પ્રવર્તમાન સમયે અભ્‍યાસ, હરવા-ફરવા તેમજ મેડિકલ સુવિધાઓ સહિતના કારણોસર વિદેશમાં જવા લોકોને પાસપોર્ટની આવશ્‍યકતા રહેછે.

તેમણે વધુમાં કહ્યું કે, કેન્‍દ્ર સરકારે પાસપોર્ટ માટેના નિયમોમાં સરળતા ઉભી કરી છે. પાસપોર્ટ કામગીરી પારદર્શી અને ઝડપી બનતા જનસમુદાયને ઘણો ફાયદો થયો છે. પાસપોર્ટ સેવાના નવા 1ર કેન્‍દ્રો  શરૂ થતાં અંદાજે હજારથી વધુ અરજીઓ સ્‍વીકારવામાં આવી છે. તેમણે પાસપોર્ટ માટેની ઓનલાઇન પ્રક્રિયા અને તે માટે પોસ્‍ટ  દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે પણ જણાવ્‍યું હતુ.

આભારવિધી પાસપોર્ટ સેવા નાયબ નિયામક સૌમ્‍યા યાદવે કરી હતી.

કાર્યક્રમમાં કલેકટર આયુષ ઓક, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા, પૂર્વ જિલ્‍લા ભાજપ પ્રમુખ ડો. કાનાબાર, અમર ડેરી ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, મદદનીશ ખેતી નિયામક નારોલા, અગ્રણી સર્વ કૌશિકભાઇ વેકરીયા, મનુભાઇ આદ્રોજા, રામભાઇ સાનેપરા, મંજુલાબેન જોષી, રિતેષ સોની, જીતુભાઇ ડેર, જયંતિભાઇ પાનસુરિયા, રેખાબેન માવદીયા, બાવાભાઇ મોવલીયા, શરદભાઇ લાખાણી, વસંતભાઇ મોવલીયા, દિનેશભાઇ પોપટ, પ્રેમજીભાઇ માધડ, પોસ્‍ટ ઓફિસના સર્વ ચુડાસમા, ગુપ્‍તા, માંગરોળીયા, આસિફ તેલી, કિશોરભાઇ ભટ્ટ, વાછાણી, બકરાણીયા, ટપાલ, મહેસુલ, પોલીસ અને સંબંધિત તમામ કચેરીઓના અધિકારી-કર્મચારીઓ તેમજ અમરેલી શહેરના નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા.