Main Menu

જિલ્‍લા પંચાયતમાં ભાજપ સદસ્‍યાનાં સસ્‍પેન્‍શનને લઈને ડખ્‍ખો

3 વર્ષમાં પહેલી વખત સામાન્‍ય સભામાં ઉગ્ર વાતાવરણ ઉભું થયું

જિલ્‍લા પંચાયતમાં ભાજપ સદસ્‍યાનાં સસ્‍પેન્‍શનને લઈને ડખ્‍ખો

જિલ્‍લા પંચાયતમાં કોંગ્રેસની સ્‍પષ્‍ટ બહુમતી હોવા છતાં પણ ભારે હોબાળો ઉભો થયો

જિલ્‍લા પંચાયતનાં કોંગી શાસન સામે કોંગી સદસ્‍યો આગામી દિવસોમાં બઘડાટી બોલાવે તેવા એંધાણ

અમરેલી, તા.

અમરેલી જિલ્‍લા પંચાયતની આજે મળેલ સામાન્‍ય સભામાં ભાજપી સદસ્‍યા રેખાબેન મકવાણાનાં સસ્‍પેન્‍શનને લઈને ભારે હંગામો મચી ગયો હતો. તો બાંધકામ સમિતિનાં ર સદસ્‍યાઓની ગેરકાયદેસર નિમણુંક થઈ હોવાનો આક્ષેપ સત્તાધારી પક્ષનાં કોંગી સદસ્‍યા રમીલાબેન માલાણીએ કરતાં સન્‍નાટો છવાઈ ગયો હતો.

જિલ્‍લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષની ઐતિહાસિક બહુમતી છે. કુલ 34 સદસ્‍યોમાંથી કોંગ્રેસનાં ર9 સદસ્‍યો છે જેમાં કોંગ્રેસનાં 3થી 4 સદસ્‍યો વિવિધ કારણોસર ભાજપનાં સદસ્‍યો સાથે મળી જતાં 3 વર્ષમાં પહેલી વખત સામાન્‍ય સભા તોફાની બની હતી.

જો કે હાલ તો મામલો સંકેલાઈ ગયો છે પરંતુ આગામી દિવસોમાં નારાજ કોંગી સદસ્‍યો જ કોંગીશાસનમાં જે કાંઈ ગેરરીતિ થઈ છે તેનો પર્દાફાશ કરવા તૈયારી કરી રહૃાાનું જાણવા મળેલ છે. અને જિલ્‍લા પંચાયતમાં જો કોઈ ભ્રષ્‍ટાચાર થયો હશે અને તેનો પર્દાફાશ થશે તો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મુશ્‍કેલીનો સામનો કરવો પડે તો નવાઈ પામવા જેવું નહીં રહે.