Main Menu

સુરતની પવિત્ર ભૂમિ પર ર મહાન સંતોનું મિલન  

બાબરા શ્રી તાપડીયા આશ્રમના મહંત શ્રી ઘનશ્‍યામદાસ મહારાજશ્રી સુરત તેમના સેવકને ત્‍યાં કાર્યક્રમ અંતર્ગત પધાર્યા હતા. ત્‍યારે મહંતશ્રી ઘનશ્‍યામદાસજી મહારાજશ્રીએ સુરતના પ્રખ્‍યાત સ્‍વામીનારાયણ મંદિર રૂસ્‍તમ બાગ ખાતે પધાર્યા હતા. જયાં સ્‍વામીનારાયણ મંદિર નવનિર્માણ થઈ રહયું હોય અને આગામી ઓકટોબરમાં પ્રતિષ્ઠા મહોત્‍સવ હોય તેને લઈ પૂજય ઘનશ્‍યામદાસજી મહારાજે રૂસ્‍તમ બાગથી સ્‍વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. ત્‍યારે રૂસ્‍તમ બાગ સ્‍વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. અને એક મહાન કથાકાર સંતશ્રી સ્‍વામીએ બાપુને આવકારી શાલ ઓઢાડી સ્‍વાગત કર્યું હતું. અને નવનિર્માણ થઈ રહેલ મંદિરની રૂપરેખા આપી હતી. અત્રે ઉલ્‍લેખનીય છે કે બાબરાથી તાપડીયા આશ્રમના મહંતશ્રી ઘનશ્‍યામદાસજી મહારાજ એક મહાન તપસ્‍વી સંત છે. જયારે સુરત રૂસ્‍તમ બાગના શ્રી સ્‍વામીનારાયણ મંદિરના સંતશ્રી સ્‍વામી એક મહાન કથાકાર અને સમાજ સુધારક છે. અત્રેઉલ્‍લેખનીય છે કે સંતશ્રી સ્‍વામીના શ્રીમુખે કથા સાંભળવી એ પણ એક જીવનના સૌભાગ્‍યની વાત છે. આ બન્‍ને મહાપુરૂષનું મિલન એક અલગ જ નજારો જોવા મળ્‍યો હતો.(Next News) »