Main Menu

લીલીયા બૃહદગીરની વયોવૃદ્ધ ગણાતી રાજમાતા સિંહણને ઈજાગ્રસ્‍ત હાલતમાં વડાળ એનીમલ કેર સેન્‍ટરમાં ખસેડાઈ

પાછલા આઠ-આઠ દિવસથી રાજમાતા સિંહણ કણસતી હતી

લીલીયા, તા. 11

લીલીયા બૃહદગીરની શાન ગણાતી વયોવૃઘ્‍ધ રાજમાતા સિંહણને પાછલા આઠેક દિવસથી પાછળ થાપાના ભાગે મોટુ ઘારૂ પડી ગયેલ જેની અસહૃા પીડાનાં કારણે રાજમાતા સિંહણ કણસતી હોવાનું સ્‍થાનિક લોકોને નજરે પડેલ. તેમ છતાં વનતંત્રનાં જવાબદાર અધિકારીઓની નજરે આ બાબત ચડી ન હતી. તેથી સ્‍થાનિક પર્યાવરણ પ્રેમીએ સ્‍પે. ટાસ્‍ક ફોર્સનાં અંશુમાન શર્માને ઈજાગ્રસ્‍ત રાજમાતા સિંહણે સારવાર આપવા રજૂઆત કરવામાં આવતા વનતંત્ર દોડી આવ્‍યું હતું. ગત રાત્રીનાં ક્રાંકચ નજીક ગાગડીયો નદીનાં કાઠે રાજમાતા સિંહણનું લોકેશન થતા મોટી રાત્રીનાં સમયે રેસ્‍કયુ કરી સ્‍થળ પર સારવાર આપી વધુ સારવાર માટે વડાળ એનીમલ કેર સેન્‍ટરમાં લઈ જવામાં આવી હતી. આ તકે પાંચ માસપહેલા રાજમાતા સિંહણે સિંહબાળને જન્‍મ આપ્‍યો હતો તેને વડાળ એનીમલ કેર સેન્‍ટરમાં સાથે મોકલવામાં આવ્‍યું કે કેમ ?તેવો સ્‍થાનિક પર્યાવરણ પ્રેમીઓ પ્રશ્‍ન વન વિભાગ સામે ઉઠવા પામ્‍યો છે. આ સમગ્ર ઘટના અંગે એ.સી.એફ. ગોજીયાનો સંપર્ક સાધતા તે અજાણ હોવાનું જણાવ્‍યું હતું.