Main Menu

સાવરકુંડલા પંથકમાં કોંગ્રેસપક્ષને વધુ એક લપડાક

અતિ મહત્‍વની પાલિકામાં શાસન ગુમાવ્‍યા બાદ

સાવરકુંડલા પંથકમાં કોંગ્રેસપક્ષને વધુ એક લપડાક

લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને આ વિસ્‍તારમાંથી જબ્‍બરૂ નુકશાન થવાનું લગભગ નકકી

અમરેલી, તા. 9

સાવરકુંડલા પંથકમાં છેલ્‍લા 6 મહિનાથી કોંગ્રેસપક્ષની હાલત દિનપ્રતિદિન કફોડી બની રહી છે. અગાઉ અતિ મહત્‍વની પાલિકામાં શાસન ગુમાવ્‍યા બાદ કોંગ્રેસ પક્ષની મીઠ્ઠી નજર તળેમાર્કેટયાર્ડની ચૂંટણી લડેલ તમામ ઉમેદવારોનો ઘોર પરાજય થયો અને આજે તાલુકા પંચાયતની ઘાંણલા બેઠક પર કોંગી ઉમેદવારનો પરાજય થયો છે.

સાવરકુંડલા પંથકમાં કોંગ્રેસની હાલત કથળી રહી છે તેની પાછળ સ્‍થાનિક કોંગી ધારાસભ્‍યની અણઆવડત, ઘમંડ અને જનતા જનાર્દન સાથે વિશ્‍વાસઘાત કરતી કાર્યશૈલી જવાબદાર હોવાનું સૌ કોઈ માની રહૃાું છે.

સાવરકુંડલા પંથકમાં ઘણા વર્ષો બાદ કોંગ્રેસની હાલત પાટીદારોનાં કારણે સુધરી રહી હતી અને છતાં પણ સ્‍થાનિક ધારાસભ્‍યને અભિમાન આવ્‍યું કે તેઓનાં કારણે વિધાનસભામાં સફળતા મળી છે. પરંતુ એવું કશું જ નથી.

કોંગ્રેસપક્ષનાં અતિ મહત્‍વનાં આગેવાન દીપક માલાણીએ કોંગ્રેસથી કિનારો કરી લીધા બાદ પક્ષની હાલત હાલ અતિ નાજુક તબકકામાં પહોંચી ગઈ છે. વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં ગઢ સમા સાવરકુંડલા પંથકમાં આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 1પથી ર0 હજાર મતનું નુકશાન થવાની શકયતાઓ નિષ્‍પક્ષ રાજકીય નિરીક્ષકો નિહાળી રહૃાા છે. અને જો એ સત્‍ય સાબિત થશે તો સ્‍થાનિક ધારાસભ્‍યની સાથો સાથ વિપક્ષી નેતાનું રાજકીય ભાવિ પણ ધુંધળુ બની જશે તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી.(Next News) »