Main Menu

અમરેલીમાં સ્‍વાઈન ફલૂથી ર વ્‍યકિતનાં મોત થયાની આશંકા : આરોગ્‍ય વિભાગ કહે છે એવું કશું નથી

ખાનગી હોસ્‍પિટલમાં અંતિમ શ્‍વાસ લીધાની ચર્ચા

અમરેલીમાં સ્‍વાઈન ફલૂથી ર વ્‍યકિતનાં મોત થયાની આશંકા

આરોગ્‍ય વિભાગ કહે છે એવું કશું નથી

અમરેલી, તા. 9

અમરેલીમાં બે દિવસનાં ગાળામાં શંકાસ્‍પદ સ્‍વાઈનફલૂની બિમારીથી બે વ્‍યકિતનાં મોત થતા     ખળભળાટ મચી ગયો છે. જો કે આરોગ્‍ય વિભાગે આ બન્‍ને મોત નકાર્યા હતા.

આ અંગેની વિગતો મુજબ અમરેલીનાં વિસ્‍તારમાં રહેતા બે વ્‍યકિતઓને સ્‍વાઈન ફલૂના લક્ષણો સાથે અમરેલીનીખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ આ બન્‍ને વયસ્‍ક વ્‍યકિતઓનાં સારવાર દરમિયાન સ્‍વાઈનફલૂનો રિપોર્ટ આવે તે પહેલા જ મોત થયા હતા અને આરોગ્‍ય વિભાગની ટીમ ર્ેારા તકેદારીનાં ભાગ રુપે ચેપી રોગ તેમના સગાઓને ન લાગે એ માટે બારોબાર અંતિમ સંસ્‍કારની વિધિ કરવામાં આવી હતી. આ મુદ્યે અમરેલીનાં એપ.ડેમિક ઓફિસર ડો. એ. કે. સિંહનો સંપર્ક સાધતા તેમણે આ વાત નકારી હતી અને સ્‍વાઈનફલૂથીએક અઠવાડિયામાં એક પણ મોત ન થયું હોવાનું જણાવ્‍યું હતું. અત્રે ઉલ્‍લેખનીય છે કે, અમરેલી જિલ્‍લામાં ચાલુ વર્ષે સત્તાવાર રીતે સ્‍વાઈનફલૂનાં 1પ કેસ નોંધાયેલા છે અને અગાઉ બે દર્દીઓનાં મોત થયાં છે.