Main Menu

રાજુલાનાં રાજપરડા ગામે સામસામે જીવલેણ હુમલા કરવા સબબ નોંધાઈ ફરિયાદ

અમરેલી, તા. 9

રાજુલા તાલુકાનાં રાજપરડા ગામે રહેતાં અને મજુરી કામ કરતાં ધીરૂભાઈ જાદવભાઈ મુંજપરા નામનાં 30 વર્ષિય યુવકનાં સુરત ખાતે રહેતા ભાઈ રાજુભાઈ હીરા ઘસવાનું કામ કરતાં હોય, જેમણે રાજપરડા ગામે રહેતાં જયેશભાઈ રૂખડભાઈનાં પત્‍નિ કિંજલબેનને ત્રણેક માસ પહેલાં ભગાડીને લઈ ગયેલ તે બાબતનું મનદુઃખ ચાલતું હોય, તે વાતની અદાવત રાખી ગઈકાલે સવારે રૂખડભાઈ બાલાભાઈ, જયેશભાઈ રૂખડભાઈ, દડુભાઈ બાલાભાઈ તથા જીણીબેન રૂખડભાઈએ ધીરૂભાઈને મારી નાંખવાનાં ઈરાદે લોખંડની ટી, લાકડી વડે આડેધડ માર મારી, જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ  નોંધાઈછે.

તો સામાપક્ષે જયેશભાઈ રૂખડભાઈ સોલંકીએ પણ આજ કારણોસર સામાવાળા ધીરૂભાઈ જાદવભાઈ મુંજપરા, રમેશભાઈ જાદવભાઈ મુંજપરા સામે મારી નાંખવાનાં ઈરાદે લોખંડનાં પાઈપ, લાકડી જેવા હથીયારોથી માર મારવા અંગે સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ડુંગરનાં પી.એસ.આઈ. એચ. જી. ગોહિલે બનાવ અંગે તપાસ હાથ         ધરી છે.