Main Menu

માતુશ્રી જીજીબેન ફોરવર્ડ ગર્લ્‍સ હાઈસ્‍કૂલમાં ટ્રસ્‍ટી દિનેશભાઈ વિઠ્ઠલાણીની પ્રથમ પૂણ્‍યતિથિની ઉજવણી

               અમરેલીની કન્‍યા કેળવણીમાં અગ્રસર સંસ્‍થા માતુશ્રી જીજીબેન ફોરવર્ડ ગર્લ્‍સ હાઈસ્‍કૂલમાં તા.03-10-ર018 ના રોજ ટ્રસ્‍ટી દિનેશભાઈ વિઠ્ઠલાણીની પ્રથમ પૂણ્‍યતિથિ ઉજવણીનાં ભાગરૂપે શૈક્ષણિક કાર્યક્રમ શાળાનાં પટાંગણમાં ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું. કાર્યક્રમનાં અઘ્‍યક્ષ સ્‍થાનેથી દિવ્‍યેશભાઈ સાકરિયા (વાઈસ ગવર્નર સૌરાષ્‍ટ્ર કચ્‍છ લાયન્‍સ કલબ ઈન્‍ટરનેશનલ) તેમને ભારતીય સમાજમાં મહિલાઓ સશકત છે તેને કોઈ મહિલા સશકિતકરણની જરૂર નથીભારતીય ઈતિહાસની વિરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, વિદૂષી ગાર્ગી, લોપામુદ્રા, જીજાબાઈ જેવા ઉત્‍કૃષ્‍ટ સન્‍નારીઓની ગૌરવ ગાથા વર્ણવી હતી. વિદ્યાર્થીઓને તેમના અંશો જીવનમાં ઉતારવાની હાંકલ કરી હતી. ડોકટર જીતુભાઈ વડેરા (સાવરકુંડલા) તથા અતિથિ વિશેષ સ્‍થાને અમરેલીનાં અગ્રણી માનનીય વસંતભાઈ મોવલીયા (પ્રમુખ લાયન્‍સ કલબ ઓફ રોયલ અમરેલીનાં  તથા ટ્રસ્‍ટી ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડ શાળાનાં વિકાસાર્થે ર1,000 દેણગી આપેલ હતી. આ સાથે સામાજિક અગ્રણી જિતુભાઈ ડેર, મેને. ટ્રસ્‍ટી રમેશભાઈ વિઠલાણી સૂ. ચંદાબેન વિઠલાણી, ટ્રસ્‍ટી પૂર્વીબેન વિઠલાણી, ઉર્મિલાબેન વડેરા, રાજુભાઈ વિઠલાણી, પિયુષભાઈ વિઠલાણી તથા શ્‍વેતાબેન વિઠલાણી, પૂર્વ પ્રિ. ડી. જી. મહેતા, રવજીભાઈ કાચા, સી. એન. જોષી તથા કૈલાસ માનસરોવર યાત્રી ભીખુભાઈ અગ્રાવત, દિલશાદભાઈ શેખ, નિકંુંજભાઈ માંડણકા (સરપંચ નવા ખિજડિયા) વિદ્યાસભાનાં એમ.એડ.નાં પ્રા. ભરતભાઈ પરમાર અને પ્રા. સરોજબેન દૂધરેજિયા ઉપસ્‍થિત રહૃાા હતા. વિદ્યાસભામાંથી બી.એડ.નાં ત્રીસ જેટલા તાલીમાર્થીઓ તથા વિશાળ સંખ્‍યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહૃાા હતા. કાર્યક્રમનો આરંભ પ્રકૃતિ પ્રાર્થનાથી કરવામાં આવ્‍યો અને શાળાનાં આચાર્યા ડો. ચંદ્રિકાબેન લાઠિયા ર્ેારા મહેમાનોનું શબ્‍દપુષ્‍પથી સ્‍વાગત કરવામાંઆવ્‍યું. શાળામાં નવા હાજર થયેલ રોહિતભાઈ મહેતાનાં શુભ હસ્‍તે મંગલદિપ પ્રાગટય કરવામાં આવ્‍યું. શાળાની દસ પ્રતિભા સંપન્‍ન બહેનોને મોમેન્‍ટોથી, ટ્રસ્‍ટી પૂર્વીબેન વિઠલાણી રાજકોટ ર્ેારા નિર્મીત મોમેન્‍ટોથી સન્‍માનિત કરવામાં આવી. આ તબક્કે ખેલ મહાકુંભમાં જિલ્‍લા કક્ષાએ પ્રથમ આવેલ સરવૈયા માનસી વિનુભાઈ કે જે ર00 મીટર દોડમાં પ્રથમ આવેલ તેમને મોમેન્‍ટો ર્ેારા સન્‍માનિત કરવામાં આવી. મહાત્‍મા ગાંધીજીનાં 1પ0મી જન્‍મ જયંતિનાં ભાગ સ્‍વરૂપે પૂ. બાપુનાં જીવન મૂલ્‍યો પર આધારિત નાટક ભભસ્‍વચ્‍છ ભારત બાપુકા સપનાભભ જિલ્‍લા કક્ષાએ વિજેતા થઈ ઝોન કક્ષાએ ભભગાંધી સ્‍વચ્‍છતા અભિયાનભભ રજૂ થયેલ. આ નાટયકૃતિનાં રચયિતા રીમાબેન અને ઈલાબેનને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમમાં વકતૃત્‍વ સ્‍પર્ધા તથા કવીઝનંું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનું સંચાલન ઈલાબેન અને જસ્‍મિતાબેને કર્યુ તથા આભારવિધિ મુકેશભાઈ ગોહિલ ર્ેારા કરવામાં આવી તેમ શાળાનાં સુપરવાઈઝર વાસંતીબેન જાદવની યાદી જણાવે છે.« (Previous News)