Main Menu

ગુજરાતનાં ગૌરવસમા સિંહોને બચાવવા માટે દરેક વ્‍યકિત મીડિયાની મદદ કરે

મોટા ભંડારીયાનાં ગણેશ ગૃપનો જનતાને અનુરોધ

મોટા ભંડારીયા, તા.8

એશિયાઈ પ્રકારના સિંહોનું એક માત્ર નિવાસસ્‍થાન ગીરનું જંગલ સૌરાષ્‍ટ્રમાં આવેલું છે. આ ભવ્‍ય રૂઆબદાર અને અત્‍યંત ઉમદા પ્રાણી અહીં વસે છે. 19મી સદી પહેલાના કાળમાં ભારતના ઘણા બધા ભાગોમાં એશિયાઈ સિંહોની વસ્‍તી હતી. પરંતુ આંધળા શિકાર શોખના કારણે સિંહોની નિર્દય રીતે કત્‍લ થતી રહી અને ધીરે ધીરે આ પ્રાણી માંડ અલ્‍પ સંખ્‍યામાં ગીરના જંગલમાં બચવા પામ્‍યા છે.

એક જમાનો હતો કે ગીર એટલે સૌરાષ્‍ટ્ર – બરડો એટલે પોરબંદર તેમજ ગોહિલવાડનો સોનગઢ- શિહોર તેમજ સુરેન્‍દ્રનગરના થાન, ચોટીલા, પાળીયાદ વિસ્‍તારમાં સિંહોનોવસવાટ હતો તે ઈતિહાસ બોલે છે. તેમજ આ વિસ્‍તાર ગીર જંગલો પણ હતા અને વનનો રાજા સિંહ સેંકડો ચોરસ માઈલના વિસ્‍તારમાં મોજથી ટહેલતો હતો. જેને મન ઘડંત વિજ્ઞાનીઓએ પોતાની તુમાખીથી મર્યાદિત વિસ્‍તારમાં મૂકી દીધેલ છે   અને જે લોકો સિંહને ચાહે છે તેમને દંડ કરે છે.

જૂનાગઢના નવાબે એ વખતેઆ પ્રાણીની રક્ષા માટે કાયદો ઘડયો હતો. વિશેષમાં ગીરમાં વસતા પ્રાણીઓ શાકાહારી હોવાથી તેઓ સિંહના ભોજન સમા પ્રાણીઓ જેવા કે સાબર, હરણ, નીલગાય, વગેરેનો શિકાર કરતા નહીં. એટલે સિંહોની વસ્‍તી અહીં ટકી શકી છે. પરંતુ વિસ્‍તાર વિસ્‍તૃત થતા સિંહની વસ્‍તી વધેલ છે અને માનવ વસ્‍તી વચ્‍ચે રહે છે.

પરંતુ સમય જતા સિંહના શિકારના સમાચારો અવાર-નવાર પ્રેસ પ્રસિઘ્‍ધિથી જાણવા મળે છે. તેમજ સિંહોના સ્‍થળનું સ્‍થળાંતર કરવામાં આવે છે. તેમજ વાહન સુવિધા વધવાથી ગમે ત્‍યાં સિંહોનું લોકેશન મેળવીને લોકો બાળકથી વૃઘ્‍ધ સુધીના માનવ વસ્‍તી ત્‍યાં પહોંચી જાય છે. પરંતુ લાંબા સમયે લોકોનું રક્ષણ સિંહોથી થાય છે. ચોર-લુંટારૂ ભયથી અમુક વિસ્‍તારમાં જતા નથી. જાન માલનું રક્ષણ            થાય છે.

ઘણી વખત પોતાના સ્‍વાર્થ ખાતર સિંહોનું નિકંદન કઢાવે છે. આંબરડી પાર્ક લોકોના પૈસાથી બનેલી રાષ્‍ટ્રીય ઉદ્યાન છે. પરંતુ આ રાષ્‍ટ્રીય ઉદ્યાનકેમ ખોરંભે પાડીને બંધ કરવું તેવું હિતશત્રુઓ કામ કરતા હોય છે. આપણા વિસ્‍તારનું ઘરેણું છે. આવા લેભાગુ લોકોથી આવા રાષ્‍ટ્રીય ઉદ્યાનને નુકશાન ન થાય અને પ્રજાના પૈસાનો સદઉપયોગ થાય તેવું વિચારી આપના વિસ્‍તારના સિંહોનું જતન કરો. મીડિયામાં સત્‍ય હકીકત જણાવો. પ્રાણીને ન્‍યાય અપાવો. જંગલ અને વન્‍ય પ્રાણીઓનું નિકંદન ન નીકળી જાય તે ઘ્‍યાન ઉપર સ્‍થાનિક પ્રજાએ લેવા વિનંતી છે. શેત્રુંજી નદી ઈકોઝોનમાં મુકી ખૂબ જ ઉમદા કામ થયેલ છે. તેમજ જાહેર જનતાને નમ્ર અપીલ છે કે દરેક માનવીએ વન્‍યપ્રાણી ઉપર ખૂબ જ દયાની દ્રષ્‍ટિએ નજર રાખી સિંહ બચાવો ઝુંબેશ કરવી. તેમ મોટા ભંડારીયાના ગણેશ ગૃપની અખબારી યાદીમાં જણાવાયું છે.