Main Menu

બગસરા પંથકની સહકારી મંડળીઓનાં કર્મચારીઓનો તાલીમવર્ગ યોજાયો

               ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદની સહકારી શિક્ષણ, તાલીમની યોજના અન્‍વયે અમરેલી જિલ્‍લા સહકારી સંઘનાં ઉપક્રમે બગસરા તાલુકાની સહકારી મંડળીઓનાં કર્મચારીઓ માટેનો ર8 દિવસીય સહકારી મંત્રી, મેનેજર તાલીમ વર્ગ યોજાઈ ગયેલ છે. આ તાલીમ વર્ગ તા.10/9ના રોજ બગસરા નાગરિક સહકારી બેંકના ચેરમેન, જિલ્‍લા સંઘના તેમજ મઘ્‍યસ્‍થ બેંકના અગ્રણી કનુભાઈ પટોળીયાના હસ્‍તે દીપ પ્રાગટય કરી ખુલ્‍લો મુકવામાં આવેલ હતો. જેમાં અમરેલી મઘ્‍યસ્‍થ બેંકના જનરલ મેનેજર કોઠીયા, ગોંડલીયા, અનિલભાઈ વેકરીયા, ડી.જી. મહેતા વિગેરે અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા. આજે આ તાલીમ વર્ગની પૂર્ણાહુતિ સમારંભ અમરેલી જિલ્‍લા સહકારી ખરીદ વેચાણ સંઘના અઘ્‍યક્ષ જયંતિભાઈ પાનસુરીયાના અઘ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો. આ પ્રસંગે બોલતા જયંતિભાઈએ જણાવેલ કે આગામી સમય સહકારી સંસ્‍થાઓ માટે કપરી કસોટી અને હરિફાઈનો છે. આ પરિસ્‍થિતિમાં સહકારી સંસ્‍થાઓના કર્મચારીઓ આધુનિક પ્રવાહો અને ટેકનોલોજીથી સુસજજ હોય તે ખૂબ જરૂરી છે અને આવા તાલીમ કાર્યક્રમો આબાબતમાં આપણને ખૂબ ઉપયોગી થઈ પડશે. આ પ્રસંગે બગસરા નાગરિક શરાફી મંડળીના ચેરમેન, જિલ્‍લા સંઘના ડિરેકટર એવા રશ્‍મિનભાઈ ડોડીઆએ જણાવ્‍યું હતું કે સહકારીતા એ ખૂબ સબળ માઘ્‍યમ છે. મેં તેના તમામ અંગો, નેતાગીરી, કર્મચારીઓ અને સભાસદો, જાગૃત નિષ્ઠાવાન તેમજ દીર્ધદ્રષ્‍ટિથી કાર્ય કરે તો આ સંસ્‍થાઓનું ભવિષ્‍ય ખૂબ ઉજજવળ છે. અમરેલી જિલ્‍લા સહકારી બેંકના જનરલ મેનેજર બી.એસ. કોઠીયાએ તેમની આગવી શૈલીમાં સહકારી પ્રવૃતિ, તેનું તત્‍વજ્ઞાન તેમજ સમાજ માટેની તેની ઉપયોગીતતા બાબતે ખૂબ વિગતવાર અને જ્ઞાનસભર પ્રવચન આપેલ હતું. આ તાલીમ વર્ગને સફળ બનાવવામાં અમરેલી જિલ્‍લા સહ. બેંકની બગસરા શાખા તેમજ બગસરા નાગરિક શરાફી મંડળીના કર્મચારીગણ ખૂબ જ સારો સહકાર અને જહેમત ઉઠાવેલ છે. આ તાલીમ વર્ગમાં વિવિધ શરાફી મંડળીના તેમજ સેવા સહકારી મંડળીઓના 49 તાલીમાર્થીએ ખૂબ સફળતાપૂર્વક તાલીમ મેળવેલ છે. આ તાલીમાર્થીઓને સહકારી કાયદો તેમજ હિસાબી પઘ્‍ધતિના વિષય પર ઉપયોગી બુકલેટસ, વાંચન સાહિત્‍ય પુરૂ પાડવામાં આવેલ છે. આ સમગ્ર તાલીમ વર્ગનું આયોજન, સંચાલન અમરેલી જિલ્‍લા સહકારી સંઘના સી.ઈ.આઈ. સંદિપભાઈ પી. ઠાકરે કરેલ હતું. અંતમાં આભારવિધિ બેંકના બ્રાન્‍ચ મેનેજર હરેશભાઈ કાછડીયાએ કરેલહતી.« (Previous News)