Main Menu

મોટા ગોખરવાળા ખાતે દારૂના દૈત્‍યનું દહન સાથે નશાબંધી સપ્તાહ કાર્યક્રમની પૂર્ણાહુતિ

જિલ્‍લામાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા

મોટા ગોખરવાળા ખાતે દારૂના દૈત્‍યનું દહન સાથે નશાબંધી સપ્તાહ કાર્યક્રમની પૂર્ણાહુતિ

અમરેલી તા.8

રાષ્ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની 1પ0મી જન્‍મ જયંતિની ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્‍લામાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. તા.8મીના રોજ મોટા     ગોખરવાળા ખાતે દારૂના દૈત્‍યનું દહન સાથે નશાબંધી સપ્તાહ ઉજવણીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

મોટા ગોખરવાળા સ્‍થિત જનતા વિદ્યાલય ખાતે કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી ખાતાના અધિક્ષક અને અમરેલી જિલ્‍લા નશાબંધી સમિતિના સભ્‍ય સચિવ વી.જી. જાડેજાએ દારૂના દૈત્‍યનું દહન કર્યુ હતુ. વિદ્યાર્થીગણે વ્‍યસનમુક્‍તત ગુજરાતના નારા લગાવ્‍યા હતા.

મયુરભાઇ બારડે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યુ હતુ.નશાબંધી સપ્તાહ ઉજવણી અંતર્ગત યોજવામાં આવેલ તમામ કાર્યક્રમોની વિગતો – રૂપરેખા આપી તેમણે વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ અને તેની ઉજવણીના મહત્‍વ વિશે જણાવ્‍યું હતુ. કાર્યક્રમમાં શાળાના સર્વ ચેતનભાઇ જોષી, હિતુભાઇ ઠાકર, પ્રવીણભાઇ કથીરીયા, ઝાલા, કોન્‍સ્‍ટેબલ એ.પી. વાળા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.