Main Menu

બગસરા પંથકનાં ખેડૂતોની વિવિધ સમસ્‍યાઓનું નિરાકરણ કરો : ભારતીય કિસાન સંઘે કરી રજૂઆત

મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

અમરેલી, તા. 6

બગસરા કિસાન સંઘનાં આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવેલછે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, બગસરા તાલુકાનાં ચાલુ વર્ષમાં નહિવત વરસાદ પડયો છે. માટે તત્‍કાલ આ તાલુકાને અછતગ્રસ્‍ત જાહેર કરો તેમજ સને ર018-19નું ખેડૂતોએ લીધેલ ધિરાણ સંપૂર્ણ વ્‍યાજ સહિત માફ કરો અને ધિરાણ લીધા વગરના ખેડૂતોનો રી-સર્વે કરી તેમને પણ સહાય કરો.

વરસાદ ન પડવાથી ખેડૂતોનો ઉભો પાક સુકાઈ ગયો છે. તો તત્‍કાલ દરેક તાલુકાનાં વરસાદનાં આંકડા મેળવી અને તત્‍કાલ ક્રોપ કટીંગ કરો. સને ર018-19 માં વિમો જાહેર કરો અને ખેડૂતોને સહાય કરો.

પાલતુ પશુઓને ઘાસચારાની વ્‍યવસ્‍થા અને બગસરા તાલુકાની નદીઓ અને તળાવોને ભભસૌની યોજનાભભ સાથે જોડી પાણી આપવા વિનંતી. રાસાયણિક ખાતરોમાં ભાવ વધારો દૂર કરવો અથવા સબસીડી વધારો આપવો તેમજ ખેડૂતોને રખડતા પશુઓથી બચવા ખેતરે રખોપુ રાખવા વન વિભાગ ર્ેારા ઉચા મેડા બનાવવા માંગણી છે.

વધુમાં જણાવે છે કે, હાલ ખેતીવાડીમાં પાવર પુરતો 10 કલાક આપવો તેમજ વારંવાર પાવર ફોલ્‍ટમાં જતો હોવાથી ખેડૂતોનાં સબમર્શીબલ પંપ અને કેબલ, મીટર બળી જાય છે. તે દૂર કરી જલ્‍દી પાવરનો પુરવઠો    મળી રહે તેવો પ્રબંધ કરવો તેમજ ખેતીવાડી વિજ મીટરનાં જે ખેડૂતો વપરાશ નથી કરતા કે નહિવત વપરાશ કરે છે, તેઓને દર માસે ફિકસચાર્જ ભરવો પડે છે. તે તત્‍કાલ રદકરવાની માંગણી છે.

ચાલુ વર્ષ વરસાદ ન પડવાથી ખેડૂતોનાં ઉભા પાક સુકાઈ ગયા છે. માટે ભવિષ્‍યમાં આવુ ન થાય તે માટે ખેડૂતોને ભભડ્રિપ ઈરીગેશનભભમાં સંપૂર્ણ જી.એસ.ટી. નાબુદ કરી 90% સબસીડી આપે તો થોડા ભુગર્ભ જળથી ઉભા પાકને રક્ષણ મળે.

ચાલુ વર્ષ ખેડૂતોને દરેક પાકનું નહિવત ઉત્‍પાદન થવાનું છે, ત્‍યારે પુરતા પોષણક્ષમ ભાવ મળી રહે તેવો પ્રયત્‍ન કરવા અંતમાં માંગ કરેલ છે.