Main Menu

સિંહોનાં રહસ્‍યમય મોતની તપાસ સીબીઆઈને સોંપી દો : જિલ્‍લાનાં સિંહપ્રેમીઓમાં માંગ ઉભી થઈ

સમગ્ર જિલ્‍લાનાં સિંહપ્રેમીઓમાં માંગ ઉભી થઈ

સિંહોનાં રહસ્‍યમય મોતની તપાસ સીબીઆઈને સોંપી દો

ઈનફાઈટ અને વાયરસનું ગાણું ગાઈને સત્‍ય હકીકતોને છુપાવવાનો પ્રયાસ થઈ રહૃાો છે

મુખ્‍યમંત્રીએ તાકીદે સીબીઆઈ તપાસનો આદેશ કરવો જરૂરી

અમરેલી, તા. 4

પ્રાપ્‍ત વિગત અનુસાર ધારી ગીર પૂર્વના કરમદડી રાઉન્‍ડમાં ગત તા. 1ર/8/18થી સિંહોના રહસ્‍મય મોતનો સીલસીલો ચાલું થયો હતો તે આજદિન સુધી અટકવાનું નામ લેતાો નથી. અત્‍યાર સુધી એક જ રેન્‍જનાં વિસ્‍તારમાંથી ર3 જેટલા સિંહના મોત રહસ્‍મય સંજોગોમાં થયેલા છે. નવાઈની વાત તો એ છે કે, મોટાભાગના સિંહોના મૃતદેહો મારણ નાખેલ અને મારણ કરેલા પશુઓની બાજુમાંથી જ મળી આવ્‍યા હતા. તેમ છતાં એકેય મારણનો નમુનો એફએસએલ કે પુના ખાતેના લેબમાં મોકલાવેલ નથી. અને આટલા બધા સિંહો રહસ્‍મય રીતે મોતને ભેટયા છે છતાં હજુ સુધી આ બાબતે એકપણ એફઆઈઆર નોંધવામાં આવેલ નથી. આ બાબત જ ઘોરબેદરકારી દર્શાવે છે.

મારણનો નમૂનો જ એફએસએલમાં મોકલેલ નથી અને મારણને જ સગેવગે કરી નાખેલ છે. તો પછી સાચુંકારણ કેવી રીતે બહાર આવે ? ગત તા. 1ર/8/18થી સિંહોના મોતનો સીલસીલો શરૂ થયો ત્‍યારથી જ વનવિભાગ ઈનફાઈટ અને વારયસનું ગાણું ગાઈ રહેલ છે. શું એક જ કરમદડી રાઉન્‍ડમાં જ વાયરસ આવે તો બીજે કેમ ન આવે ? એક જ ગૃપના બીજા સિંહો તો તંદુરસ્‍ત છે તો એમને વાયરસ કેમ નહિ ? મારણ ખાદ્યા પછી જ વાયરસ કેમ આવ્‍યો ? મારણને સગેવગે કેમ કરી નાંખ્‍યા ? એફએસએલમાં મારણના નમૂના કેમ ન મોકલવામાં આવ્‍યા ? પુરાવાનો શા માટે નાશ કરવામાં આવ્‍યો ? આવા અનેક પ્રકારના સવાલો ગીર પંથકના પ્રજાજનો અને પ્રકૃતિપ્રેમીઓમાં .ભા થઈ રહૃાાં છે.

એક રીપોર્ટ મુજબ એવું કહેવામાં આવ્‍યું છે કે, આફ્રિકાના ટાન્‍ઝાનીયામાં 1994માં આવો વાયરસ જોવા મળ્‍યો હતો. તે વખતે 1000 જેટલા સિંહોના મોત થયા હતા. તે વાયરસ જંગલી કૂતરામાંથી આવ્‍યો હતો એવું કહેવાય હૃાું છે. પરંતુ કરમદડી રાઉન્‍ડમાં જે સિંહો મૃત્‍યુ પામ્‍યા છે ત્‍યાં તો કોઈપણ પ્રકારના જંગલી કૂતરા રહેતા નથી અને જે જગ્‍યાએ સિંહો વધુ મૃત્‍યુ પામ્‍યા છે ત્‍યાં જ વનવિભાગ ઘ્‍વારા બહારથી વાહનમાં ભરી ભરીને મારણ લઈને નાખતા હતા તો તેની તપાસ કેમ નહિ ?

સમગ્ર તપાસને વાયરસના એક જ એન્‍ગલથી શા માટે જોવામાં આવે છે ? સ્‍થાનિક વન વિભાગ અને લોકો વચ્‍ચે અવારનવાર ઘર્ષણના બનાવોબનવા પામેલા છે તે જગજાહેર છે. તો કોઈ વ્‍યકિતઓએ બદલો લેવાની ભાવનાથી પણ સિંહો સાથે દગો કર્યો હોય તે એન્‍ગલથી પણ તપાસ કરવી જોઈએ. ઘણાં ઝેર એવા હોય છે કે તેની લાંબાગાળે અસર થતી હોય છે અને રીપોર્ટમાં પણ તે સહેલાઈથી પકડાતું નથી. તો આ બાબત પણ વનવિભાગ ગંભરીતાથી કેમ લેતું નથી.

આ સમગ્ર મામલે ભીનું સંકેલવા અને આખી તપાસને અવળે માર્ગે દોરવા માટે, પાપને છુપાવવા માટે અમુક ખાસ અધિકારીઓની ટીમ બોલાવીને આખે આખો મામલો ઈનફાઈટ અને વાયરસનું કારણ આગળ ધરી દબાવી દેવાની પુરી કોશીષ થઈ રહી છે. સ્‍થાનિક અધિકારીના એક ખાસ મળતીયા ઉચ્‍ચ અધિકારીને બોલાવી એનીમલ કેર સેન્‍ટરમાં મોનીટરીંગમાં રાખવામાં આવેલ છે. તે જ શંકાના દાયરામાં આવે છે. સ્‍થાનિક અધિકારીને કોઈપણ પ્રકારના છાંટા ન ઉડે તેવા ભરપુર પ્રયાસો થઈ રહૃાા છે.

આ સમગ્ર મામલાની તપાસ સચોટ રીતે થાય અને સ્‍થાનિક અધિકારીના મળતીયાઓની ટીમ પાસેથી તપાસ લઈ લેવામાં આવે અને સીબીઆઈ ઘ્‍વારા નિષ્‍પક્ષ તપાસ કરવામાં આવે તો અનેક પ્રકારના રહસ્‍યો બહાર આવે તેમ છે. એવી માંગ સિંહપ્રેમીઓમાં ઉઠવા પામેલ છે.(Next News) »