Main Menu

ધારીની બજારો આગામી મંગળવારે બંધ રાખવાનો નિર્ણય કરાયો

બજરંગ ગૃપ ર્ેારા અપાયું બંધનું એલાન

ધારીની બજારો આગામી મંગળવારે બંધ રાખવાનો નિર્ણય કરાયો

સિંહોનાં મોત મામલે રોષનો માહોલ

ધારી, તા. 4

ધારી નજીકની સરસીયા વિડીમાં તથા અન્‍ય સ્‍થળોએ સિંહોનાં મોત થયા હતા જેના ઘેરા પડઘા પડયા છે. અને આ મામલે ધારીની સમાજ સેવી સંસ્‍થા મેદાને ઉતરી છે. મંગળવારે ગામ બંધનું એલાન તથા ઉપવાસ આંદોલન કરવામાં આવશે.

ધારી ગીર પૂર્વ દલખાણીયા રેન્‍જમાં ઈન્‍ફેકશન, વાયરસ સહિતનાં આકસ્‍મીક રીતે ર3-ર3 સિંહો મોતને ભેટયા હતા અને આજુ બાજુનાં પણ 30 જેટલા સિંહોને રેસ્‍કયુ કરી ઓબ્‍ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્‍યા છે. તેમજ અમેરિકાથી વેકસીન મંગાવવામાં આવી છે. જેસંભવત આજે આવવાની શકયતા છે

ધારી ગીરના જંગલમાં આટલા સિંહોના એક સાથે કયારેય મોત થયા નથી. ટપોટપ સિંહોના મોતથી ધારી સહિતનાં ગીરકાંઠાનાં ગામો તથા સમગ્ર રાજયનાં લોકો ભારે દુઃખી થયા છે અને હજુ પણ સિંહો પર મોનો ખતરો મંડરાઈ રહૃાો છે, ત્‍યારે આ મામલે ધારીની સમાજ સેવી સંસ્‍થા બજરંગ ગૃપ ર્ેારા યોગીજી ચોક ખાતે જાહેરમાં બોર્ડ લગાવી મંગળવારે ગામ બંધનું એલાન આપી સાથોસાથ પ્રતિક ઉપવાસ પણ કરવામાં આવશે તેમ દર્શાવાયુ છે. બજરંગ ગૃપનાં પ્રમુખ પરેશભાઈ પટ્ટણીનાં જણાવ્‍યા અનુસાર ધારી નજીક ર3-ર3 સિંહોનાં મોત થયા હોય તેની આત્‍માની શાંતિ માટે તથા ભવિષ્‍યમાં આવા બનાવ બનતા અટકે તે જરૂરી છે. ધારી ગામની સાથે આજુ-બાજુનાં ગામો પણ બંધમાં જોડાશે તેમ તેઓએ જણાવ્‍યું હતું.